الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.

શેખૈનની ખિલાફત ગસ્બ કરવાના વિષયમાં એક દલીલને બયાન કરો.

મર્હૂમ આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ તકી ખૂન્સારી જેમની વરસાદની નમાજની ઘટના મશહૂર છે, મક્કામાં હસનૂલ બિના જે અહેલે સુન્નતના મશહૂર આલિમોમાંથી છે એમની સાથે બહેસ કરી હતી.

એ આલિમ આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ તકી ખૂન્સારીથી પ્રશ્ન પૂછે છે કે શેખૈનના વિષયમાં શિઆનું દષ્ટિકોણ શું છે?

એમણે ફરમાવ્યું હતું કેઃ અમારો અકીદો એ જ રસુલે ખુદા સ.અ.વ. ની પુત્રી હઝરત ફાતેમા ઝહેરા સ.અ. નો દષ્ટિકોણ છે, અને હસનૂલ બિનાએ મસ્જીદુલ હરામમાં નિયમ અનૂસાર ઘોષણા કરી હતી કે શિઆનો અકીદો આ છે. (જુઓઃ ما سمعت ૨૯૯)

અમે જાણિએ છીએ કે હઝરત ફાતેમા ઝહેરા સ.અ. એ બંનેને ખિલાફતના ગાસિબ જાણે છે બલ્કે કાફર જાણે છે અને એટલા માટે જ જ્યારે હઝરત ઝહેરા બીમાર હતાં (અને એ લોકો આવ્યાં તો) એમણે પોતાના ચહેરાને પલટાવી લીધું અને એમના સલામનો ઉત્તર પણ ના આપ્યો અને અગર હઝરત ફાતેમા ઝહેરા સ.અ. એ બંનેને મુસલમાન જાણતા હોત તો એમના સલામનો જવાબ આપવો વાજીબ હોત.

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

 

زيارة : 4047
اليوم : 228621
الامس : 322664
مجموع الکل للزائرین : 149984347
مجموع الکل للزائرین : 105057756