Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?

શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી, દુઆએ ગૈબતના શબ્દો (وصبّرنی علی ذلک حتی لا احبّ تعجیل ما اخّرت ولا تأخیر ما عجّلت) નો વિરોધ કરે છે?

 

ઉત્તરઃ

ઈમામે ઝમાના અ.જ. ના ઝહૂરની જલ્દી માટે દુઆ કરવી અને જેવી રીતે દુઆએ ગૈબતમાં નક્લ થયો છે જ્યારે અમે ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાના અર્થ ઉપર તવજ્જો રાખીએ તો માલૂમ થશે કે બંનેમાં કોઈ પણ વિરોધ નથી. આ મતલબને રોશન કરવા માટે અમે કહીએ છીએઃ જે વ્યક્તિ ઈમામે ઝમાના અ.જ. ના ઝહૂરની જલ્દી માટે દુઆ કરે તો એ દુઆથી એનાથી બે વસ્તુઓ મુરાદ છેઃ

૧. ખુદાયા! ઈમામે ઝમાના અ.જ. નો ઝહૂર જલ્દીથી કર, ચાહે એની શર્તો વજૂદમાં ના હોય.

૨. ખુદાયા! એમના ફરજને શર્તો સાથે પહોંચાડી દે.

અગર દુઆ કરનારની મુરાદ પહેલી કીસમથી હોય એટલે કે હઝરત ઝહૂર ફરમાવે અને એ એમની ખિદમતમાં પહોંચે અને એમના દર્શન કરે ચાહે ઝહૂરની શર્તો પૂરી ના થઈ હોય અને ઝહૂરના આવા ચિહ્નો અને નીશાનીઓ ઉપર તવજ્જો ના રાખે જેના કારણે ઈમામની શહાદત પણ સંભવ હોય તો હકીકતમાં એ પોતેજ ઝહૂરની તઅજીલ માટે જલ્દી કરે છે, જે ખુદા ચાહે એ નથી કે ખુદાવન્દ (ઝહૂરની શર્તોને પૂરી કરવા પછી) ઈમામનો ઝહૂર ફરમાવે.

જાહેર છે કે અગર કોઈ વ્યક્તિ આવી રીતે ઝહૂર માટે દુઆ કરે અને જલ્દી કરે તો ઠીક નથી અને અંતે ગુમરાહી સુધી પહોંચી જશે અને هلک المستعجلون માં સામેલ થઈ જશે.

એટલા માટે એવી રીતે જલ્દી અને દુઆ કરવી કે જે વ્યક્તિગત ઈચ્છા છે (ખુદાની ઈચ્છા નથી) આ શબ્દોનો وصبّرنی علی ذلک حتی لا احبّ... (જમાલુલ ઉસબૂઅ, પાન નં ૩૧૫) વિરોધ કરે છે.

બીજી કીસમઃ અગર દુઆ કરનાર ખુદાથી ચાહે કે ખુદાવન્દ ઈમામે ઝમાના અ.જ. ના ઝહૂરમાં જલ્દી (તઅજીલ) કરે એટલે કે જે વિશાળ કુદરત ખુદાવન્દ રાખે છે, હઝરતના ઝહૂરની રાહોને ખોલી દે તો જાહેર છે કે ઝહૂરની તઅજીલ માટે આવી દુઆ, દુઆએ ગૈબતના શબ્દોથા વિરોધ નથી કરતી.

કેમકે દુઆ કરનાર એ ઝહૂરના તઅજીલને ખુદાથી માગે છે ખુદાએ જેને પૂરો કર્યો છે. જાહેર છે કે જે ઝહૂરની તઅજીલ જે શર્તો અને ચિહ્નો રાખે છે, એનાથી ખુદાવન્દ રાજી છે, જેમકે ખુદાવન્દ ફરમાવે છેઃ

... فقل انما الغیب لله فانتظروا انی معکم من المنتظرین (સુરએ યૂનૂસ, આયત નં ૨૦)

તેથી અગર ઝહૂર લાંબું થઈ જાય અને એમાં વાર લાગી જાય તો તઅજીલે ફરજમાં ખુદાની તાખીર એટલા માટે છે કે ઝહૂરના ચિહ્નો અત્યાર સુધી પૂરા નથી થયાં અને લોકોએ ઝહૂરની તઅજીલ માટે સાર્વજનિક દુઆ કરવી અથવા ૩૧૩ ખાસ મદદગાર સંપૂર્ણ થવા અથવા ખૂદસાઝી અને ઝહૂર થવાના બીજા ચિહ્નોને પૂરા થવા માટે લોકોએ કોઈ પણ કાર્ય નથી કર્યું, ના ફકત એ તઅજીલ જેમાં ખુદાવન્દ ઢીલ આપે, નથી કર્યાં બલ્કે પોતાના મહત્વપૂર્ણ કર્તવ્યોમાં થી કોઈ એકને અંજામ આપ્યા છે, કેમકે ખુદાવન્દે આલમથી ચાહે છે કે એ ઝહૂર જેમાં ખુદા પોતાની વિશાળ કુદરતની સાથે ઝહૂરના ચિહ્નોને સંપૂર્ણ કરે અને એ ઝહૂરની માં નથી કરતાં જેમાં ચિહ્નો વિના વાર લાગે અને એ તઅજીલમાં ખુદાની ખૂશી ના હોય.

એટલા માટે ખુદાવન્દ ક્યારેય એ ઝહૂરને જેના ચિહ્નો પૂરા થઈ જાય, ઢીલ નથી આપતો જેના લીધે એવા ઝહૂર જેમાં ખુદાની ખૂશી હોય અને વાર લાગે એનો વિરોધ કરે, ઝહૂરની તઅજીલ માટે દુઆ કરનારાઓની મુરાદ એવો જલ્દી થનાર ઝહૂર છે કે જેના ચિહ્નો ખુદાએ પૂરું કર્યું હોય, એ ખુદાની ખૂશી સામે ઝહૂરની તઅજીલનો વિરોધ નથી કરતો.

હકીકતમાં એ કાર્યોના વિશે મહત્વપૂર્ણ કાર્યોની જગ્યાએ છે જે ખુદાએ મુકદ્દર કર્યાં છે એટલે કે જેવી રીતે ફરમાવે છેઃ

إنّ الدعاء یردَ القضاء ولوم ابرم ابراما.

નિઃસંશય દુઆ ખુદાવન્દે આલમની કઝાને પલટાવી દે છે ચાહે એ યકીની અને સત્ય હોય.

અગર ખુદાની ઈચ્છા કોઈની ફકીરી અયવા બીમાર થવામાં હોય અને ફકીરી અને બીમારીમાં એની ભલાઈ હોય, તો ખુદાવન્દ આ રાહને એના માટે ખોલી દે છે કે દુઆના માધ્યમથી ખુદાની ખૂશી અને પોતાને ફકીરી વ બીમારીથી બચાવી લે.

આવી જ રીતે અગર ખુદાની ઈચ્છા ઈમામ ઝમાના અ.જ. ના ઝહૂરમાં તાખીર હોય, તો ખુદાવન્દ આ રાહને લોકો માટે ખોલી દે છે કે ઝહૂરની તઅજીલ માટે દુઆના માધ્યમથી ઈમામે ઝમાના અ.જ. ના ઝહૂરના તઅજીલ માટે ખુદાવન્દે આલમની ખૂશી અને ઈચ્છાને હાસિલ કરીલે.

 

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

 

Mengunjungi : 3817
Pengunjung hari ini : 0
Total Pengunjung : 234541
Total Pengunjung : 146580183
Total Pengunjung : 100648155