ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૩૬­﴿ રજબ માસના દિવસોની ત્રીજી દુઆ

 

૩૬­﴿

રજબ માસના દિવસોની ત્રીજી દુઆ

મોહમ્મદ બ૮ન અબ્દુર રહેમાન તુસ્તરી કહે છેઃ

હું બની રવાસના ઈલાકાથી ગુજરી રહ્યો હતો, મારા એક ભાઈએ મારાથી કહ્યું કેઃ અગર તમે ચાહો તો અમે “મસ્જિદે સઅસઅહ” સાથે ચાલીએ અને એ જગ્યાએ નમાજ પઢીએ કેમકે આ રજબનો માસ છે અને આ માસમાં એવી પાક જગ્યાની ઝિયારત અને ત્યાં નમાજ પઢવી મુસ્તહબ છે જ્યાં અઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામના મુબારક પગલાં પડ્યાં છે અને મસ્જિદે સઅસઅહ પણ એમાંથી એક છે.

રાવી કહે છેઃ અમે એમની સાથે મસ્જિદની તરફ ચાલ્યા ગયાં અને જ્યારે મસ્જિદના દરવાજાના નજીક પહોંચ્યા તો અમને અચાનક એક ઉંટને મસ્જિદના દરવાજા પાસે બેસો જોયું જેની પીઠ ઉપર કજાવાને જોયું.

અમે મસ્જિદમાં દાખલ થયાં તો એક વ્યક્તિને જોયું કે જેને હિજાઝી લોકો જેવી પોશાક અને અમ્મામહ પહેરયો હતો, એ બેસીને દુઆ વાંચી રહ્યો હતો, મે અને મારા દોસ્તે એ દુઆને યાદ કરી લીધી.

(મર્હૂમ શેખ તૂસી ર.હ. ફરમાવે છેઃ રજબ માસમાં દરરોજ આ દુઆ વાંચવી મુસ્તહબ છે) અને એ દુઆ આવી રીતે છેઃ

أَللَّهُمَّ يا ذَا الْمِنَنِ السَّابِغَةِ، وَالْآلاءِ الْوازِعَةِ، وَالرَّحْمَةِ الْواسِعَةِ، وَالْقُدْرَةِ الْجامِعَةِ، وَالنِّعَمِ الْجَسيمَةِ، وَالْمَواهِبِ الْعَظيمَةِ، وَالْأَيادِي الْجَميلَةِ، وَالْعَطايَا الْجَزيلَةِ.

يا مَنْ لايُنْعَتُ بِتَمْثيلٍ، وَلايُمَثَّلُ بِنَظيرٍ، وَلايُغْلَبُ بِظَهيرٍ، يا مَنْ خَلَقَ فَرَزَقَ، وَأَلْهَمَ فَأَنْطَقَ، وَابْتَدَعَ فَشَرَعَ، وَعَلا فَارْتَفَعَ، وَقَدَّرَ فَأَحْسَنَ، وَصَوَّرَ فَأَتْقَنَ، وَاحْتَجَّ فَأَبْلَغَ، وَأَنْعَمَ فَأَسْبَغَ، وَأَعْطى فَأَجْزَلَ، وَمَنَحَ فَأَفْضَلَ.

يا مَنْ سَما فِي الْعِزِّ فَفاتَ نَواظِرَ الْأَبْصارِ، وَدَنا فِي اللُّطْفِ فَجازَ هَواجِسَ الْأَفْكارِ، يَا مَنْ تَوَحَّدَ بِالْمُلْكِ فَلا نِدَّ لَهُ في مَلَكُوتِ سُلْطانِهِ، وَتَفَرَّدَ بِالْآلاءِ وَالْكِبْرِياءِ، فَلا ضِدَّ لَهُ في جَبَرُوتِ شَأْنِهِ، يا مَنْ حَارَتْ في كِبْرِياءِ هَيْبَتِهِ دَقائِقُ لَطائِفِ الْأَوْهامِ، وَانْحَسَرَتْ دُونَ إِدْراكِ عَظَمَتِهِ خَطائِفُ أَبْصارِ الْأَنامِ.

يا مَنْ عَنَتِ الْوُجُوهُ لِهَيْبَتِهِ، وَخَضَعَتِ الرِّقابُ لِعَظَمَتِهِ، وَوَجِلَتِ الْقُلُوبُ مِنْ خيفَتِهِ، أَسْألُكَ بِهذِهِ الْمِدْحَةِ الَّتي لاتَنْبَغي إِلّا لَكَ، وَبِما وَأَيْتَ بِهِ عَلى نَفْسِكَ لِداعيكَ مِنَ الْمُؤْمِنينَ، وَبِما ضَمِنْتَ الْإِجابَةَ فيهِ عَلى نَفْسِكَ لِلدَّاعينَ.

يا أَسْمَعَ السَّامِعينَ، وَأَبْصَرَ النَّاظِرينَ، وَأَسْرَعَ الْحاسِبينَ، يا ذَاالْقُوَّةِ الْمَتينِ، صَلِّ عَلى مُحَمَّدٍ خاتَمِ النَّبيّينَ، وَعَلى أَهْلِ بَيْتِهِ )الْأَئِمَّةِ الصَّادِقينَ(، وَاقْسِمْ لي في شَهْرِنا هذا خَيْرَ ما قَسَمْتَ، وَاحْتِمْ لي في قَضائِكَ خَيْرَ ما حَتَمْتَ.

وَاخْتِمْ لي بِالسَّعادَةِ فيمَنْ خَتَمْتَ، وَأَحْيِني ما أَحْيَيْتَني مَوْفُوراً، وَأَمِتْني مَسْرُوراً وَمَغْفُوراً، وَتَوَلَّ أَنْتَ نَجاتي مِنْ مُسائَلَةِ الْبَرْزَخِ، وَادْرَأْ عَنّي مُنْكَراً وَنَكيراً، وَأَرِ عَيْني مُبَشِّراً وَبَشيراً، وَاجْعَلْ لي إِلى رِضْوانِكَ وَجِنانِكَ مَصيراً وَعَيْشاً قَريراً، وَمُلْكاً كَبيراً، وَصَلِّ عَلى مُحَمَّدٍ وَآلِهِ كَثيراً.

આ દુઆ પછી એ બુઝુર્ગ વ્યક્તિએ લાંબો સજદો કર્યો અને પછી ઉંટ ઉપર સવાર થઈને ચાલ્યા ગયાં.

મારા દોસ્તે મારી તરફ જોઈને કહ્યું કેઃ મારા વિચારમાં એ હઝરત ખિઝર અ.સ. હતાં, અમે કેમ એમની સાથે વાતચીત ના કરી? જેમકે એમણે અમારી જબાન જ બંદ કરી નાખી હતી.

અમે મસ્જિદથા બહાર આવ્યાં તો અમે ઈબ્નુલ વરદાઅ રવાસીને જોયું, એમણે કહ્યું કે ક્યાંથી આવી રહ્યા છો?

અમે કહ્યું કે મસ્જિદે સઅસઅહથા આવી રહ્યાં છીએ.

અમે એમનાથી આખી ઘટના બયાન કરી, એમણે કહ્યું કે એ સવાર દરેક બીજા અને ત્રીજા દિવસે મસ્જિદમાં આવે છે અને કોઈની સાથે વાત નથી કરતાં.

અમે કહ્યું કે એ કોણ છે?

એમણે કહ્યું કે તમારી નજરમાં કોણ હોઈ શકે છે?

અમે કહ્યું કે અમારા વિચારમાં એ હઝરત ખિઝર અ.સ. હોઈ શકે છે!

એમણે કહ્યું કે ખુદાની સોગંદ! મારા વિચારમાં એ એવી ઝાત છે કે જેમના દર્શન માટે પોતે હઝરત ખિઝર અ.સ. પણ ઈચ્છુક છે.

પછી અમે વાપસ આવી ગયાં અને સમજી ગયા કે ઘટના શું હતી અને મારા દોસ્તે મારાથી કહ્યું કે ખુદાની સોગંદ! એ હઝરત સાહેબુઝ ઝમાન અ.જ. હતાં.[1]

મર્હૂમ સૈયદ બિન તાઉસ ર.સ. ની રિવાયત પ્રમાણે આ દુઆ હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. થી નક્લ થઈ છે, કેમકે આ દુઆ રજબ માસથા સંબંધિત છે તેથી આ ભાગમાં એનો ઝિક્ર થયો છે.



[1] અલ-મિસ્બાહ, પાન નં ૬૯૯, શહીદની પુસ્તક અલ-મઝાર, પાન નં ૨૭૭, બેહારૂલ અનવાર, ભાગ ૧૦૦, પાન નં ૪૪૬, ઈકબાલુલ આમાલ, પાન નં ૧૪૩

 

 

    મુલાકાત લો : 1881
    આજના મુલાકાતીઃ : 71121
    ગઈકાલના મુલાકાતીઃ : 86454
    સૌ મુલાકાતીની સંખ્યા : 131979250
    સૌ મુલાકાતીની સંખ્યા : 91494100