امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
શતાબ્દીઓ વિત્યા પછી પણ ઈમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસ સ્થિર કરવી

શતાબ્દીઓ વિત્યા પછી પણ ઈમામ હુસૈન

અલૈહિસ્સલામની મજાલિસ સ્થિર કરવી

હઝરત ઈમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત શતાબ્દીઓ પહેલાં ગુજરી ગઈ પરંતુ જ્યારે મોહર્રમ માસ આવતાં જ દુનિયાની બધી જગ્યાએ એમની શોક સભા અને મજલિસો શરૂ થઈ જાય છે બલ્કે દરેક વર્ષે આમાં વધારો જ થઈ રહ્યો છે.

ઈમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસોમાં ના ફકત શીઆઓ બલ્કે એહલેસુન્નત અને બીજા ધર્મોના લોકો પણ સામેલ થાય છે અને ઈમામ હુસૈન અલૈહિસ્સલામના પ્રતિ પોતાની મહોબત જાહેર કરે છે.

જે ચમત્કારો આ મજલિસોમાં થાય છે અને જે મનોકામનાઓ આમાં પૂરી થઈ છે એના લીધે આ મજલિસોમાં લોકોની મોહબતમાં વધારો થાય છે અને દરેક વર્ષે વધારે જોશની સાથે એમાં સામેલ થાય છે.

ઈરાન, ઈરાક, પાકિસ્તાન અને બીજા દેશોમાં જે પુસ્તકો અને મોગઝીનો છપે છે એમાં પ્રભાવી અને આકર્ષક બહેસો સામેલ છે જેના માધ્યમથી આવી સભાઓ અને મજલિસોમાં વધારો થવાની અભિલાષા જાગે છે.

લોકોનું ઈમામ હુસૈન અલૈહિસ્સલામના મકામ અને અઝમતથી આગાહ થવું અને કરબલાની ધટનાની મહત્તા, હસૈની મહેફીલો અને મજલિસોમાં લોકોનો ઈજાફો હોવાનો સબબ છે.

લોકોનું ઈમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી મનાવ્વી એક મહત્વપૂર્ણ ઝિયારત ઉપર મસ્લિમોનું અમલ કરવું પણ છે જેને શીઆ અને સુન્ની વિધ્દ્વાનોએ પોતાની પુસ્તકોમાં પયગમ્બરે અકરમ સ.અ.વ. થી નક્લ કર્યું છેઃ

إنّی تارک فیکم الثقلین کتاب الله و عترتی

હું બે કિંમતી વસ્તુઓ તમારા દરમિયાન છોડીને જઈ રહ્યો છું ખુદાની પુસ્તક અને મારી ઈતરત.

જે લોકો પોતાને પયગમ્બર અકરમ સ.અ.વ. ના ઉમ્મતી અને એમની સુન્નત વ આજ્ઞાના પાલન કરનાર જાણે છે, કેવી રીતે આ હદીસ જે બધા મુસ્લિમ આલિમો કબૂલ કરે છે, ઈમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત જે રસુલ ખુદાના પુત્ર અને એમની ઈતરતમાંથી છે, ગફલત કરે છે અને એના લીધે દુઃખી અને અઝાદાર ના હોય?!

આ નુકતા ઉપર ધ્યાન રાખીને કે રસુલે ખુદા સ.અ.વ, ફકત પોતાના જમાનાના જ પયગમ્બર નથી બલ્કે બધી જ શતાબ્દીઓ અને જમાનાના પયગમ્બર છે.

એટલા માટે અમે ખુદાની પુસ્તક અને પયગમ્બર અકરમ સ.અ.વ. ની ઈતરતની કદર કરીએ અને એમના મકામની મહત્તા માટે પ્રયત્ન કરીએ.

જાહેર છે કે ઈમામ હુસૈન અ.સ. માટે અઝાદારી કરવી એક રીતે પયગમ્બરની ઈતરત, મકામની અઝમતને કબૂલ કરવું અને રસુલે ખુદાના અહલેબૈતના દુશ્મનોથી દૂરીને જાહેર કરવું છે.

ઈમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત માટે દિલની ઉંડાણથી સળગવું અને રડવું દીનના દુશ્મનોના સામે અમારી શક્તિ અને તાકતમાં વધારો કરે છે અને હઝરત ઈમામ મહેદી અલૈહિસ્સલામના પરચમ નીચે શહીદોના સરદાર ઈમામ હુસૈન અલૈહિસ્સલામના ખુનનો બદલો લેવા માટે તૈયાર કરે છે.

બીજી રિવાયતમાં જેણે શીઆ અને સુન્ની આલિમોએ કેટલીક પુસ્તકોમાં નક્લ કર્યું છે કે હઝરત પયગમ્બર અકરમ સ.અ.વ. ફરમાવે છેઃ

من مات و لم یعرف امام زمانه مات میتة جاهلیّة

જે કોઈ પણ એના જમાનાના ઈમામની ઓળખ રાખ્યા વિના મરી જાયે તો એ અજ્ઞાનીની મોત મર્યો છે.

અમે જાણી લેવું જોઈએ કે આ જમાનામાં, અમારા ઈમામ હઝરત મહેદી હુજ્જત ઈબ્નીલ હસન અસકરી અલૈહેમસ્સલામ છે કે જેમનો નામ કેટલાક શીઆ અને સુન્ની આલિમોએ નક્લ કર્યું છે.

અમે ઈમામ હુસૈન અલૈહિસ્સલામ માટે અઝાદારી અને રડવાથી ના ફકત આપહઝરતના મકામનો સંમાન કરીએ છીએ બલ્કે હઝરત મહેદીના પરચમ નીચે ઈમામ હુસૈનના લોહીનો બદલો લેવા માટે તૈયાર પણ થઈએ છીએ.

આપહઝરત અઝીમ જમાનામાં દીનના દુશ્મનોથી બદલો લેવામાં આવશે અને દુનિયા ઈન્સાફથી પરિપૂર્ણ થઈ જશે.

એ જમાનામાં બધા ઈન્સાન કમાલની બુલંદી પર પહોંચી જશે અને એમની બધી વિશાળ શક્તિઓ ખીલી જશે. એ અઝીમ દિવસની આશામાં[1] 



[1] આ લેખ પાકિસ્તાનના લોકો માટે લખેલું છે અને “પાકિસ્તાન” ના દૈનિકમાં ૧૬ ડિસેમ્બર ૨૦૧૦ તારીખમાં ઉર્દૂ ભાષામાં વિસ્તરણ થયો છે. 

 

بازدید : 2930
بازديد امروز : 70915
بازديد ديروز : 84782
بازديد کل : 134554332
بازديد کل : 93033448