امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૧૫-૧૬-૧૭﴿ સખત મુશ્કેલોથી મુક્તિ માટે હઝરત ઈમામ મહેદી અ.જ. ની દુઆઓ

૧૫-૧૬-૧૭﴿

સખત મુશ્કેલોથી મુક્તિ માટે હઝરત ઈમામ મહેદી અ.જ. ની દુઆઓ

મર્હૂમ મોહદ્દિસે નૂરી ર.હ. “દારુસ્સલામ” પુસ્તકમાં લખે છેઃ

મહાન આલિમ જનાબ હાજ મુલ્લા ફતેહ અલી સુલતાનઆબાદી નક્લ કરે છે અને કહે છેઃ મુકદ્દસ ફાઝિલ આખુન્દ મુલ્લા મોહમ્મદ સાદિક ઈરાકી ધણાં જ ગુરબત અને કંગાળિયત અને સખત પરેશાનીમાં જીંદગી કરી રહ્યા હતાં. મુશ્કેલો એમને આશરો ના દેતી હતી અને એક સમય સુધી એ મુશ્કેલોથી કોઈ રાહ નજર નથી આવતી એ સુધી કે એક દિવસે સ્વપ્નમાં રણમાં એક મોટો તંબુ જોયો જેનો મોટુ મિનાર હતો, પુછ્યું કે આ વિશાળ તંબુ કયા વ્યક્તિનો છે?

ઉત્તર મળ્યોઃ આ તંબુ “کهف حصین و غیاث المضطر المستکین હઝરત ઈમામ મહેદી અ.જ. નો છે.

જલ્દીથી એમની તરફ ગયા કેમકે એ સમજી ગયા હતાં કે એમની બધી મુશ્કેલોનું ઈલાજ ત્યાંજ હતો.

અને જ્યારે અસહાય લોકોની એ શરણમાં પહોંચ્યો તો વ્યવસાયની સખતી અને સગા સંબંધીઓની પરેશાની બયાન કરી અને આપહઝરતથી દુઆની વિનંતી કરી તેથી મુશ્કેલો અને પરેશાનીઓથી છુટકારો મળી શકે.

ઈમામ મહેદી અ.જ. એ પોતાની સંતાનોમાંથી એક સૈયદની સાથે કર્યું અને ઈશારાથી સૈયદ અને એમના તંબુને દેખાળ્યું.

મુકદ્દસ ફાઝિલ આપહઝરતના તંબુથી નીકળીને એ સૈયદના તંબુની તરફ ચાલ્યા જ્યાં હઝરતે ઈશારો કર્યો હતો, અચાનક મોઅતમદ અને આલિમ સૈયદ મોહમ્મદ સુલતાનઆબાદી (નક્લ કરનારાના પિતા) ને જુવે છે જે મુસલ્લા ઉપર બેસીને દુઆ અને કુર્આનની તિલાવતમાં મશગૂલ હતાં.

સલામ પછી આપહઝરતએ જે કાર્ય માટે એમને કહ્યું હતું એમનાથી બયાન કર્યું, એમણે એવી દુઆ તાલીમ ફરમાવી કે જે એમની પરેશાનીને દૂર કરી દે અને એમની રોજીમાં ઈઝાફો કરે.

જ્યારે એ સ્વપ્નથી જાગ્યાં તો એમણે એ દુઆ યાદ થઈ ગઈ હતી. એ બુઝુર્ગ સૌયદના ઘરની તરફ ચાલવા માંડયા, જ્યારે કે આ સ્વપ્નથી પહેલાં એમનો સૈયદથી સારા સંબંધ ના હતાં અને એમનાથી એવી રીતે દૂર હતાં જે અહિંયા અમે બયાન નથી કરી શકતા.

જ્યારે એ બુઝુર્ગ સૈયદના ઘરમાં દાખલ થયાં તો એ એજ હાલતમાં હતાં કે જે હાલતમાં સ્વપ્નમાં જોયું હતું. એવી જ રીતે મુસલ્લા ઉપર બેસીને ઝિક્રે ખુદા અને ઈસ્તેગફારમાં મશગૂલ હતાં. સલામ કર્યું અને સૈયદ એ જવાબ આપ્યો અને જોઈને પ્રસન્ન થઈ ગયા જેમકે એ આખી ઘટનાથી આગાહ છે અને આ રહસ્યને જોણે છે, એમનાથી એજ પ્રશ્ન પુછ્યો જે સ્વપ્નમાં જોયું હતું અને સૈયદ એ ફરીથી એજ દુઆ તાલીમ આપી જે સ્વપ્નમાં આપી હતી.

ફાઝિલે મુકદ્દસ આ દુઆને દરરોજ વાંચવા લાગ્યા અને થોડાક જ સમયમાં દુનિયાને એમની તરફ દિશા કરી અને એમની મુશ્કેલો દૂર થઈ ગઈ.

મોહદ્દિસે નૂરી ર.હ. કહે છેઃ અમારા ઉસ્તાદ સૈયદના ખાસ સંમાન અને એમના બુલંદ મકામને ઓળખતા હતા અને એમની પ્રશંસા કરતા હતા. આખરી ઉમરમાં એમણે સૈયદથી મુલાકત કરી અને એમના વિધાર્થી બની ગયાં.

સ્વપ્ન અને બેદારીની હાલતમાં સૈયદએ ત્રણ વસ્તુઓની તાલીમ આપીઃ

૧. ફરજ પછી પોતાની છાતી ઉપર હાથ રાખીને સિત્તેર વાર કહેઃیا فتَّاحُ

મોહદ્દિસે નૂરી ર.હ. કહે છેઃ મર્હૂમ કફઅમી “અલ-મિસ્બાહ” પુસ્તકમાં લખે છેઃ જે કોઈ પણ આ અમલને અંજામ આપે ખુદાવન્દે આલમ એના દિલથી પડરો હટાવી દેશે.

૨. શેખ કુલૈની ર.હ. પોતાની સનદમાં ઈસ્માઈલ બિન ઈસ્હાકથી રિવાયત કર્યાં પછી કહે છેઃ પયગમ્બર અકરમ સ.અ.વ. નો એક સહાબી એક સમય એમની ખિદમતમાં ના આવ્યો અને જ્યારે એક સમય પછી આવ્યો તો આપહઝરત એ ફરમાવ્યું કેઃ

તમે એક સમય સુધી કેમ હાજર ના થયાં?

એને કહ્યું કેઃ બીમારી અને કંગાળિયતના કારણથી ના આવી શક્યો.

આપહઝરત એ ફરમાવ્યું કેઃ શું તમે ચાહો છો કે હું તમને એવી દુઆ તાલીમ આપું કે તમારી બીમારી અને ગરીબી દૂર થઈ જાય?

એને કહ્યું હા! યા રસુલ અલ્લાહ!

આપહઝરત એ ફરમાવ્યું કે આવી રીતે કહોઃ

لا حَوْلَ وَلا قُوَّةَ إِلّا بِاللَّهِ [الْعَلِيِّ الْعَظيمِ]، تَوَكَّلْتُ عَلَى الْحَيِّ الَّذي لايَمُوتُ، وَالْحَمْدُ للَّهِ الَّذي لَمْ يَتَّخِذْ [صاحِبَةً وَلا] وَلَداً، وَلَمْ يَكُنْ لَهُ شَريكٌ فِي الْمُلْكِ، وَلَمْ يَكُنْ لَهُ وَلِيٌّ مِنَ الذُّلِّ، وَكَبِّرْهُ تَكْبيراً.

રાવી કહે છેઃ સમય ગુજરયા પછી એ સહાબી આવ્યો અને કહેવા લાગ્યોઃ

એ રસુલે ખુદા! પરવરદિગારે આલમ એ મારી બીમારી અને ગરીબી દૂર કરી દાધી.

૩. એ રિવાયત જેને શેખ ઈબ્ને ફહેદ હિલ્લી ર.હ. એ “ઈદ્દતુદ દાઈ” પુસ્તકમાં પયગમ્બરે અકરમ સ.અ.વ. થી નક્લ કરી છે કે આપહઝરત એ ફરમાવ્યું કેઃ

જે કોઈ પણ ફજરની નમાજ પછી આ દુઆને વાંચે અને ખુદાની બારગાહમાં હાજત બાયાન કરે તો ખુદા જલ્દી જ એની હાજત પૂરી કરશે અને એના બધા જ મહત્વપૂર્ણ કાર્યોને સંપૂર્ણ કરી દેશે.

بِسْمِ اللَّهِ وَصَلَّى اللَّهُ عَلى مُحَمَّدٍ وَآلِهِ، وَاُفَوِّضُ أَمْري إِلَى اللَّهِ، إِنَّ اللَّهَ بَصيرٌ بِالْعِبادِ، فَوَقيهُ اللَّهُ سَيِّئاتِ ما مَكَرُوا، لا إِلهَ إِلّا أَنْتَ، سُبْحانَكَ إِنّي كُنْتُ مِنَ الظَّالِمينَ، فَاسْتَجَبْنا لَهُ وَنَجَّيْناهُ مِنَ الْغَمِّ وَكَذلِكَ نُنْجِى الْمُؤْمِنينَ، وَحَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكيلُ، فَانْقَلَبُوا بِنِعْمَةٍ مِنَ اللَّهِ، وَفَضْلٍ لَمْ يَمْسَسْهُمْ سُوءٌ، ما شاءَ اللَّهُ لا حَوْلَ وَلا قُوَّةَ إِلّا بِاللَّهِ، ما شاءَ اللَّهُ لا ما شاءَ النَّاسُ ، ما شاءَ اللَّهُ وَ إِنْ كَرِهَ النَّاسُ.

  حَسبِيَ الرَّبُّ مِنَ الْمَرْبُوبينَ، حَسْبِيَ الْخالِقُ مِنَ الْمَخْلُوقينَ، حَسْبِيَ الرَّازِقُ مِنَ الْمَرْزُوقينَ، حَسْبِيَ اللَّهُ رَبُّ الْعالَمينَ، حَسْبي مَنْ هُوَ حَسْبي، حَسْبي مَنْ لَمْ يَزَلْ حَسْبي، حَسْبي مَنْ كانَ مُذْ كُنْتُ [لَمْ يَزَلْ] حَسْبي، حَسْبِيَ اللَّهُ لا إِلهَ إِلّا هُوَ، عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظيمِ.

હકીકત આ છે કે આ દુઆ એ દુઆઓમાંથી છે જે દરરોજ વાંચવી જોઈએ અને ફહેમ વ નક્લ અને રિવાયત પણ એની સત્યતા ઉપર સાક્ષિ છે.[1]



[1] દારુસ સલામ, ભાગ ૨, પાન નં ૨૬૬

 

 

    بازدید : 1875
    بازديد امروز : 118224
    بازديد ديروز : 180834
    بازديد کل : 141882821
    بازديد کل : 97810932