امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
શું દરેક આયત અથવા દુઆ જે હઝરત ઈસ્હાકની સંતાનો વિશે હોય એ બનાવટી અને ઈસ્રાઈલી છે?

 

પ્રશ્ન શ્રી..... અલ-મુન્જી વેબસાઈટથીઃ

બીજી દુઆએ અહેદમાં આવ્યું છેઃو باسحاق الذی جعل اللہ النبوّۃ فی ذرّیتہ દરેક દુઆ અને ઝિયારત જેમાં ઈસ્હાક નબીના વંશમાં નબુવ્વતને નિર્ધારિત કરે એ બનાવટી અને ઈસ્રાઈલી છે.

શું દરેક આયત અથવા દુઆ જે હઝરત ઈસ્હાકની સંતાનો વિશે હોય એ બનાવટી અને ઈસ્રાઈલી છે?

 

ઉત્તરઃ

૧. બીજી દુઆએ અહેદને બુઝુર્ગ આલિમો જેમકે મર્હૂમ સૈયદ ઈબ્ને તાઊસ, અને અલ્લામહ મજલિસીએ પોતાની પુસ્તકોમાં નક્લ કરી છે અને અમે “સહીફએ મહેદીય્યહ” માં આ દુઆને શીઆની મહત્વપૂર્ણ શિર્ષકોથી નક્લ કર્યું છે, ના તો “સહીફએ મહેદીય્યહ” માં અને બીજી પુસ્તકોમાં પણ “બીજી દુઆએ અહેદ” નક્લ થઈ નથી.

૨. વિતેલો લેખ, નબુવ્વતને હઝરત ઈસ્હાકની સંતાનોમાં નિર્ભર નથી કરતો.

૩. ફકત નબુવ્વતને એમની સંતાનોમાં આવ્વાનો વર્ણન થયો છે, બીજા લોકોની નબુવ્વતની નામંજુરી નહી.

૪. અગર દરેક દુઆ અથવા આયત જે હઝરત ઈસ્હાકના વિશે વર્ણન થાય એ બનાવટી હોય તો સુરએ અન્કબૂત પણ બનાવટી હોઈ શકે છે કેમકે આ સુરહની ૨૭મી આયતમાં છેઃو وھبنا لہ اسحاق و یعقوب و جعلنا فی ذرّیتہ النبوّۃ۔۔۔ કેમકે આ આયતમાં પણ વર્ણન થયો છે કે નબુવ્વતને હઝરત ઈસ્હાક અર્થાત હઝરત યાકૂબ અને ઈસ્હાકના વંશમાં રાખ્યો છે જેવી રીતે દુઆના લેખમાં પણ આવું જ વર્ણન થયો છે.

સારું હોય કે જે લોકો પોતાના દષ્ટિકોણને જાહેર કરે છે એમાં બારીકાઈ અને દિક્કત રાખતાં હોય તેથી પોતાના દષ્ટિકોણને મુશ્કેલમાં ના નાખે.

અલ-મુન્જી વેબસાઈટ

 

بازدید : 3054
بازديد امروز : 0
بازديد ديروز : 132066
بازديد کل : 137062676
بازديد کل : 94383722