Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
૩. વિલાયતના મકામની ઓળખ

૩. વિલાયતના મકામની ઓળખ

ઝ઼હુરનો ઈન્તિઝાર, ઈમામ મહેદી (અ.સ.) ની વિલાયતની તાકતને ઈન્તિઝાર કરવવાળાના દિલ વ જાન માં મજબુતી બખ્શે છે અને એને અકીદા ઉપર સ્થિર અને સમગ્ર બનાવે છે કે એક દિવસ ખુદાના ઘરના કિનારે આપહઝરતના હાથોથી ઈલાહી તાકત જાહેર થશે અને દુનિયાના બઘા જ વિદ્રોહીઓને સજા આપશે જે જોંકની જેમ કમજોર લોકોના ખુન ચુસે છે અને વિલાયતની અઝીમ અને બુલંદ તાકતથી ઈમામ (અ.સ.) તમામ લોકોની સામે જાહેર અને સાબિત કરી દેશે કે જે શખ્સ ઈમામત અને વિલાયત રાખે છે એ ખુદાની તાકતને જાહેર કરી શકે છે.

આ એક મુન્તઝીરનો અકીદો છે એટલા માટે ઝ઼હુરનો ઈન્તિઝાર દિનના અકાએદ અને મઆરેફ પર અકીદોની સાથે છે કેમકે ઈન્તિઝાર, મારેફત અને અકાએદનો બીજ બોએ છે અને યકીન કરાવે છે કે છેવટે આખી દુનિયા વિલાયતના તાકતની કંટ્રોલમાં આવી જશે અને વિલાયતની નાશેનાખ્તા અને અઝીમ તાકતથી દુનિયાની બઘી અત્યાચારી તાકતોને ઘુટણ ટેકવા માટે મજબુર કરી દેશે અને દુનિયાને આ માદ્દી કલ્ચર ઈલાહી વિલાયતના કલ્ચરની બેપનાહ તાકત અને હુકુમતના સમે તાબ ના લાઈ શકશે અને મુસલેહ જહાનના દાએરામાં આવિ જશે.

    Visit : 2455
    Today’s viewers : 6641
    Yesterday’s viewers : 196828
    Total viewers : 155301168
    Total viewers : 111017980