Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
ઝમાનાએ ઝ઼હુરની ઈજાદાત

ઝમાનાએ ઝ઼હુરની ઈજાદાત

અને અર્ઝ કર્યું કે ઝમાનાની ખુસુસિયાત માંથી એક સુરઅતથી ઈલ્મ વ દાનિશનો હુસુલ છે. આ બાબરકત ઝમાનામાં લોકો આસાનીથી દકીક ઈલ્મી મતાલિબ સુઘી પહોંચી શકશે.

એ ઝમાનામાં હઝરત બકીયતુલ્લાહીલ આઝ઼મ (અ.જ.) ની હિદાયત વ રહેનુમાઈ હુસુલે ઈલ્મની સુરઅતના અસ્લી સબબ હશે. એના વગર પ્રગતિ અને ઉન્નતિ એક બીજી અહમ સબબ પણ હશે અને એ પણ હઝરત ઈમામે મહદી (અ.જ.) ના બાબરકત વજુદ મુબારકના માઘ્યમથી હશે જે તકામુલ અને ફાક્રી પ્રગતિ છે.

હઝરત વલીયે અસર (અ.જ) ના કરીમાના અને આદિલાના હુકુમતમાં લોકો અકલી અને ફિક્રિ પ્રગતિના માલિક હશે.

અકલી તકામુલના બહસમાં અમે એ નુકતાની તસરીહ કરી છે કે ઝમાનાએ ઝ઼હુર વ તકામુલમાં ઈન્સાનને હાસિલ થવાવાળી અહેમ આઝાદીમાંથી એક અકલી આઝાદી છે કે એ ઝમાનામાં અકલ એસારત ની ઝંજુરથી નિજાત હાસિલ કરી લેશે.

એ મુનવ્વર ઝમાનામાં નફસ ના સિપાહિયો, અકલની કુદરતની ઝંજીરોમાં કૈદ થઈ જશે. એ સમય અકલ, નફસ ઉપર હાકિમ થઈ જશે. અકલી આઝાદી થી માણસ મોટી ફિક્ર[1] સુઘી પહૌંચી અને બચ્ચગાના અફકારથી રેહાઈ હાસિલ કરી લેશે. આ વજહથી અમારો અકીદો એ છે કે ખસલતોમાં બુઝુર્ગ તફક્કુર અને ઝ઼ુહુરના ઝમાનાની ખુસુસિયાત સમાજના લોકો માટે છે.

સામને ની વાત છે કે જ્યારે સમાજના લોકોમાં મોટા અફકાર અને દકીક વિચાર વ ફિક્રની સલાહિય્યત પૈદા થઈ જાય તો પછી ના સિર્ફ દીની મઆરેફ બલ્કે ટેકનોજી, સન્અત અને બીજા ઉલુમ વ ફુનુનમાં કેવા હૈરતઅંગેઝ બદલાવ ઈજાદ થશે.

ગૈબતના ઝમાનાના દૌર એ લાખો અફરાદ નવા નુકાત અને નવી ઈજાદાત સુઘી પહૌચવાની કોશિશ કરે છે મગર કેટલાક મહેદુદ અફરાદ જ થાય છે પરંતુ અકલી તકામૂલના ઝમાનામાં માણસ કમાલના આઅલાતરીન દરજાત ઉપર ફાએઝ હશે. ઝમાનએ ઝ઼હુરના લોકોની ફિક્ર મોઅસ્સિર સાબિત થશે અને એ જે ચીજ માટે કોશિશ કરશે, જલ્દીથી એના સુઘી પહૌચી શકશે.



[1] અફકાર, રચના

 

 

    Visit : 2723
    Today’s viewers : 239950
    Yesterday’s viewers : 275404
    Total viewers : 164671938
    Total viewers : 121828998