Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
મૌજુદ ઈજાદાતમાં કમી

મૌજુદ ઈજાદાતમાં કમી

રુહના આસાર અને રુહાની કુવ્વતના નતીજા ના બહેસમાં આ અહેમ નુકતાના ઈઝાફો કરે છે કે દુનિયાને અત્યાર સુઘી સનઅત અને ટેકનોલોજી ના ઉન્વાનથી લોકોને જે કઈ પણ અતા કર્યું છે આ આવી ઈજાદાત હતી કે જેમણે ઈન્સાનની રુહને જિસ્મના અસીર બનાવીને રાખ્યુ હતું અને એને જિસ્મના મોહતાજ બનાવી દીઘુ છે. આમાં કોઈ આવી રુહાની તાકત મૌજુદ નથી કે જે ઈન્સાન ના જિસ્મના રુહને તાબેઅ કરાર આપે.

આ અત્યારની ટેકનોલોજીના બહુ મોટી કમી છે. અફસોસથી કહેવુ પડે છે કે ગ઼ૈબતના ઝમાનાના દાનિશવર આ વિશેમાં કોઈ સહી પ્રોગ્રામ હાસિલ નથી કરી શકયા.

છેવટે યાદ રાખો કે અમારા આ કહેવુ છે કે ઝમાનએ ગ઼ૈબતની ટેકનોલોજી માં નક્સ વ ઐબ મળે છે. એની દલિલ એ છે કે અમે એ ઝમાનાના બર્ક રફતાર વસાએલના બગ્ઘી વ તાંગા વગેરે થી મુક઼ાયેસા નથી કરી રહ્યા પરંતુ ખુદાએ ઈન્સાનના વજુદમાં બેશુમાર કુવ્વત કરાર આપી છે એમની જ તખ્લીક ની વરહથી એ ખુદને “અહસનુલ ખાલ્ક઼ીન” કરાર આપતા ફરમાવે છે:

"فَتَبَارَکَ اللہُ اَحسَنُ الخَالِقِینَ۔"[1]

આ અઝ઼ીમ  મખલુક પર તવજ્જો કરીએ તો માલુમ થશે કે ઈન્સાન પોતાના વજુદના એક પહેલુ થી ફાયદો લે છે પરંતુ બીજા પહેલુને ભલી ગયો છે.

અમારુ આ કહોવુ છે કે ઈન્સાનમાં રુહ પણ છે છેવટે રુહને જિસ્મના તાબેઅ કરાર ના આપે. ઈન્સાનને એ વિચારવુ જોઈએ કે ઈન્સાન પોતાના વજુદને બીજા પહેલુઓથી ફાયદો હાસિલ કરીને જિસેમને રુહના તાબેઅ કરાર આપે. એ આમ પોતાને માદ્દહ અને ઝમાનાની કૈદથી આઝાદ કરે પરંતુ ઝમાનાએ ગ઼ૈબતની તમામ ઈજાદાત માદ્દી કૈદથી મુકય્યદ છે.

એટલે જ અમે કહીએ છીએ કે અસરે ગ઼ૈબતની બઘી ટેકનોલોજી નાકીસ છે, આમાં જે તકામુલ હોવુ જોઈએ એ થયુ નહોતુ અને આ તકામુલથી ખાલી છે.

અમે કહીએ છીએ કે ઝ઼હુરના બાઅઝમત, બાબરકત અને પુરનુર ઝમાના દરેક લેહાઝથી તકામુલની બુલંદી પર હશે. એ ઝમાના “મા બાઅદ માદ્દહ” થી વઘીને બહુ જ અઝ઼ીમ કુદરતથી સરશાર હશે જેની વજહથી ના સિર્ફ ટેકનોલોજી અને માદ્દી સનઅતમાં તરક્કી હશે પરંતુ બરતર કુદરત અને તાકત પણ તેનામાં મૌજુદ હશે.

અમે પોતાના આ દાવા ને ખાન્દાને ઈસ્મત વ તહારત અહલેબૈત અલયહેમુસ્સલામ ના હયાતબખ્શ ફરામીન થી સાબિત કરીએ છીએ છેવટે આવી રીવાયત નક્લ કરીએ છીએ કે જેનાથી થોડા લોકો ઝ઼હુરના ઝમાનાના પિશરફ્તા સનઅત માટે ઈસ્તેદલાલ કરે છે. હવે અસ્લ રીવાયત ઉપર તવજ્જો કરીએ.

ઈબ્ને મિસ્કાન કહે છે કે જો ઈમામે સાદિક઼ અ.સ. થી સાંભળ્યુ કે આપહઝરતે ફરમાવ્યું:

"ان المؤمن فی زمان القائم و ھو بالمشرق لیر أخاہ الّذی فی المغرب و کذا الذی فی المغرب یری اخاہ الذی فی المشرق۔"[2]

યકીનન કાએમ અ.જ. ના ઝમાનામાં મોમીન શખ્સ પુર્વદિશામાં હશે પરંતુ એ પશ્વિમ માં મૌજુદ પોતાના ભાઈને દેખી શકશે. એવી રીતે જે પશ્વિમદિશા માં હશે એ પુરબમાં મૌજુદ પોતાના ભાઈને દેખી શકશે.



[1] સુરાએ મોમેનુન, આયત ૧૪

[2] બેહારુલ અનવાર, જીલ્દ ૫૨, પેજ નં ૨૯૧

 

 

    Mengunjungi : 2506
    Pengunjung hari ini : 192496
    Total Pengunjung : 243717
    Total Pengunjung : 162322838
    Total Pengunjung : 120054039