Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
ઈલ્મની મહેદુદીય્યત

ઈલ્મની મહેદુદીય્યત

લોકોના ઈલ્મથી નાઉમ્મીદ હોવાનો બીજો સબબ ઈલ્મની મહેદુદીય્યત છે.

આ વિશેમાં ખુદવંદ ઈરશાદ ફરમાવે છે:

"وَ مَا اُوتِیتُم مِنَ العِلمِ اِلاَّ قَلِیلاً۔"[1]

જ્યાં સુઘી ઈન્સાનના દિમાગ મુકમ્મલ તોરપર કામ ના કરે અને ઝહીનતરીન લોકો પણ દિમાગ ના કેટલાક હિસ્સાથી ફાયદો કરે તો ઈન્સાન કેવી રીતે દુનિયાના રાઝને સમજી શકે છે? અહલેબૈત અ.સ. ના ફરમુદાતમાં આ હકીકતની તસરીહ થઈ છે પરંતુ યુરોપ હવે કયાંક જઈને આનાથી આગાહ થયો છે. જ્યાં સુઘી ઝમાનએ ગ઼ૈબત જારી હોય અને બશર અક્લી તકામુલ સુઘી ના પહોંચે અને દિમાગ મુકમ્મલ તોરપર કામ ના કરે ત્યારે ઈલ્મની મહેદુદીય્યતના જવાબ આપી શકે છે? આ કેવી રીતે અંઘારી દુનિયાને નગરમાં તબ્દીલ કરી શકે છે?

અગર ઈલ્મ મુશ્કીલાત અને મજહુલ મતાલિબના જવાબ આપવાથી જ કાસિર હોય તો પછી સમાજમાં બહુ જ સવાલ વિના જવાબ બાકી રહી જશે પરંતુ લોકો આ મતલબને જાણી ગયા છે કે ઈલ્મ મુશ્કીલાતનો હલ નથી. બહુ જ દાનિશવરોએ આ હકીકતના એઅતેરાફ કર્યું છે. અમે અહીંયા આમાંથી કેટલીક એકના અકવાલ નક્લ કરીએ છીએ:

૧. ઈલ્મની હદ માલુમ છે. આ અમે ચાજોની કૈફીયત ના વિશે નથી બતાવી શકતો. ઈલ્મ આપણાથી કહે છે કે જમીન કેવી રીતે સુર્યની પરિક્રમણ કરે છે ઈન્સાન કેવી રીતે પૈદા થાય છે અને મરે છે આ “કેમ” નો જવાબ નથી આપી શકતા.[2]



[1] સુરએ ઈસરા, આયત નં ૮૫

[2] ઈલ્મે શીબહા ઈલ્મ વ ઈલ્મે દરોગ઼ીન, પેજ નં ૪૫

 

 

 

    Visit : 2847
    Today’s viewers : 65515
    Yesterday’s viewers : 239619
    Total viewers : 169131055
    Total viewers : 124346659