حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
મરકઝે જહાની આલુલ બૈત અલૈહેમુસ્સલામની વેબસાઈટમાં “મુશ્કેલામાં ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતનો થોડુંક ભાગ” (السلام عليک يا صاحب التدبير) જે “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ થઈ છે, એમ આવી છેઃ

 

મરકઝે જહાની આલુલ બૈત અલૈહેમુસ્સલામની વેબસાઈટમાં “મુશ્કેલામાં ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતનો થોડુંક ભાગ” (السلام عليک يا صاحب التدبير) જે “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ થઈ છે, એમ આવી છેઃ

 

ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતમાં “સાહેબે તદબીર” થી કોણ મુરાદ છે?

હઝરત બકીય્યતુલ્લાહિલ આઝમ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ઝિયારતમાં એમને જ “સાહેબે તદબીર” જાણીએ છીએ અને આવી રીતે વાંચીએ છીએઃ

السلام علیک یا محمد بن الحسن الحجة، السلام علیک یا صاحب الامر، السلام علیک یا صاحب التدبیر، السلام علیک یا مولانا یا صاحب الزمان[1]

સાહેબુઝ્ઝમાન, સાહેબુલ અમ્ર, સાહેબે તદબીર ઈમામે ઝમાના અ.જ. ની ત્રણ વિશેષતા અને ઉપનામ છે જેની તરફ આ ઝિયારતમાં ઈશારો થયો છે. એટલે સાહેબે ઉમૂરે ઝમાન કે જે બહેતરીન માધ્યમથી સંચાલિત અને તદબીર કરે છે. સાહેબે તદબીર એ વ્યક્તિને કહેવામાં આવે છે કે જેની પાસે હંમેશા તદબીર હોય છે. એટલે જે કોઈ પણ પ્રારંભ વ અંત અને જાહેર વ ગુપ્તને જાણે છે અને કાર્યને ઉંડાણ આપવા અને આગળ વધાવ્વા માટે કાર્યને એવી રીતે સંચાલિત કરે છે કે એ કાર્ય અપૂર્ણ અને ખરાબ ના હોય અને સારી રીતે સંપૂર્ણ થઈ જાય.

હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની મુદીરીય્યત ઉપર જે દલીલો આયતો, રિવાયતો, દુઆઓ અને ઝિયારતોથી આવી છે એના સિવાય બુદ્ધિ અને અક્લના માધ્યમથી જોઈએ તો પણ આ વાત સાબિત છે. હકીકતમાં જે ઈમામ આદમથી ખાતમ સુધી બધા જ આલમે ખિલ્કતનો નિચોડ છે અને અમ્બિયાએ ઈલાહીથી અવસિયાએ ઈલાહી છે અને એહલેબૈતમાંથી આખરી ઈમામ છે જેના માધ્યમથી નિર્માણનો અંતિમ હેતુ એમના હાથોથી જાહેર થશે અને બધા જ ધર્મો અને દીનોમાં એમના આવ્વાનો વાયદો થયો છે, પરંતુ પોતાના હાથ ઉપર હાથ રાખીને પોતાના હેતુને સંપૂર્ણ કરવાનો કાર્ય નથી કરતાં અને ફકત ઈબાદત અને ચમત્કાર સ્વરૂપ એમના માટે આખી દુનિયાને હાજર જાણે છે! એવું ના થઈ શકાશે, આવું નથી અને ના થઈ શકશે!

ઈન્સાનો પોતાના જે પણ શ્રદ્ધા અને અકીદો રાખતાં હોય પરંતુ એ એકલાંજ આવી વિશાળ હુકૂમત જે આખી દુનિયામાં હોય એવી હુકૂમત નથી બનાવી શકતા બલ્કે એમને હિદાયત અને શિક્ષાની જરૂરત છે.

ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના હુકૂમતની સત્તા આખી બ્રહ્માંડમાં છે, ખાસ અને મહેદૂદ જમીન નથી જે સાઠ સિત્તેર વર્ષ ઈન્સાનની ઉમર છે બલ્કે હંમેશા બાકી રહેશે.

પયગમ્બરે અકરમ સ.અ.વ. ફરમાવે છેઃ

والذی بعثنی بالحق نبیا لو لم یبق من الدنیا الایوم واحد لطول الله ذلک الیوم حتی یخرج فیه ولدی المهدی فینزل روح الله عیسی بن مریم فیصلی خلفه و تشرق الارض بنوره و یبلغ سلطانه المشرق و المغرب.[2]

એ ખુદાની સોગંદ જેને મને હકની સાથે પયગમ્બર ચુટયું છે અગર દુનિયામાં ખાલી એક દિવસ પણ બાકી હોય તો ખુદાવન્દે આલમ એ દિવસને આટલો લાંબુ કરી દેશે કે હઝરત મહેદી અ.જ. નો ઝહૂર થઈ જાય. તેથી રૂહુલ્લાહ ઈસા બિન મરયમ આકાશમાંથી આવશે અને એમના પાછળ નમાજ પઢશે, જમીન એમના નૂરથી રોશન થઈ જશે અને આખી દુનિયામાં એમની હુકૂમત હશે.

બીજી રિવાયતમાં હઝરત રસુલ ખુદા સ.અ.વ. ઈમામ અલી અ.સ. થી ફરમાવે છેઃ

એ અલી! મારા પછી ઈમામો ૧૨ છે જેમાંથી પ્રથમ તમે છો અને અંતિમ કાએમ છે જેના માધ્યમથી ખુદાવન્દે આલમ પુર્વ અને પશ્ચિમને વિજય પ્રાપ્ત કરશે.[3]

એટલા માટે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ ખુદાની આશાઓને પૂરી કરશે અને ગેબત એના દરમિયાન ના આવી શકશે. કેમકે ગેબત, ગુપ્ત રહેવું અને રહસ્યમય તરીકેથી કાર્ય કરવું છે, બેકાર અને નકામું બેસવું નથી. ગેબતના જમાનામાં વિશ્વસનીય હુકૂમત બનાવ્વી બેકારી નથી બલ્કે ઈમામના હાથોને ખોલી દે છે અને મુશ્કેલો વિના તદબીર અને શીઆ વ મુસ્લિમોના વિરોધીઓની યોજનાને નકામું કરે છે. આપહઝરત શીઆ સમાજની રક્ષા અને શીઆ હુકૂમતને બનાવ્વાથી ઈસ્લામી વિશ્વસનીય હુકૂમત માટે રાહ ખોલશે.

શિર્ષકઃ મરકઝે જહાની ઈત્તેલા રસાનીએ આલુલબૈત અલૈહેમુસ્સલામ

Montazar.net/montazar-far/



[1] સહીફએ મહેદિય્યહ, પાન નં ૫૭૭, હઝરત મહેદી અ.જ. ની ચોથી ઝિયારત જે મુશ્કેલ અને ડરની હાલતમાં વાંચવી જોઈએ.

[2] કમાલુદ્દીન, પાન નં ૨૮૦

[3] કમલુદ્દીન, પાન નં ૨૮૨

 

 

 

ملاحظہ کریں : 3642
آج کے وزٹر : 234132
کل کے وزٹر : 226086
تمام وزٹر کی تعداد : 147584613
تمام وزٹر کی تعداد : 101150643