حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
બ્રહ્માંડની સોથી મઝલૂમ હસ્તી

બ્રહ્માંડની સોથી મઝલૂમ હસ્તી

અફસોસની વાત છે કે આજે ના ફકત વ્યક્તિગત ઈબાદતોમાં છેવટે ઘણી સામૂહિક મઝહબી મજાલિસમાં પણ ઈમામ ઝમાના અ.જ. ની યાદ અને એમના ઝહૂરમાં જલ્દી માટે દુઆ કરવામાં બેપરવાઈ થાય છે અગર અમે માલૂમ થઈ જાય કે અમે કેટલાક સુધી ઈમામથી ગાફેલ છીએ તો એહસાસ થશે કે ઈમામ વિશ્વમાં સોથા મજલૂમ વ્યક્તિ છે.

હવે અમે ઈમામની મઝલૂમીની ઘટનાઓ બયાન કરીએ છીએઃ

૧. હુજ્જતુલ ઈસ્લામ વલ મુસ્લેમીન મર્હૂમ આકાએ હાજ સૈયદ ઈસ્માઈલ શરફી ર.હ. કહે છેઃ

હું મકામાતે મુકદ્દસહની ઝિયારત માટે ગયો હતો અને ઈમામ હુસૈન અ.સ. ની ઝિયારતમાં મશગૂલ હતો કેમકે ઈમામ હુસૈન અ.સ. ની કબરના શિરની જગ્યાએ ઝાએરોની દુઆ કબૂલ થાય છે એટલા માટે એ જગ્યાએ દુઆ કરી કે અમે હઝરત ઈમામ મહેદી અ.જ. ની ઝિયારત નસીબ ફરમાવે અને મારી આંખોને એમના બેમિસાલ જમાલથી રોશન કરે.

હું ઝિયારતમાં મશગૂલ હતો કે અચાનક આલમે ખૂરશીદનો જમાલ જાહેર થયો પણ હું એ સમયે એમને પહેચાન નથી શક્યો પરંતુ શિદ્દતથા એમની તરફ માએલ થઈ ગયો અને એમનાથી પુછ્યું કે તમે કોણ છો?

એમણે ફરમાવ્યું કેઃ હું વિશ્વનો સોથી મઝલૂમ વ્યક્તિ છું.

હું સમજ ના શક્યો અને પોતેથી કહ્યું કદાચ તમે નજફના મોટા આલિમોમાંથી એક છો પરંતુ કેમકે લોકો એમનામાં રુચિ નથી રાખતા એટલા માટે એ પોતાને વિશ્વનો સોથી મઝલૂમ વ્યક્તિ સમજે છે પરંતુ એજ સમયે મને મહેસૂસ થયું કે કોઈ પણ મારી સાથે મોજૂદ નથી.

ત્યારે હું સમજી ગયો કે વિશ્વમાં સોથી મઝલૂમ વ્યક્તિ ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના સિવાય કોઈ બીજો નથી અને હું એમના હુઝૂરની નેઅમતથી જલ્દી જ વંચિત થઈ ગયો.

૨. હુજ્જતુલ ઈસ્લામ વલ મુસ્લેમીન જનાબ સૈયદ અહેમદ મૂસવી ઈમામે ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીના ચાહનારાઓમાં હતાં એમએ હુજ્જતુલ ઈસ્લામ વલ મુસ્લેમીન આલમે રબ્બાની મર્હૂમ હાજ શેખ મોહમ્મદ જાફર જવાદીથી નકલ કર્યું છે કે તમે કશ્ફ અથવા શુહૂદની દુનિયામાં હઝરત ઈમામ મહેદી અ.જ. ની ખિદમતમાં પહોંચ્યાં અને એમને બહુ જ દુઃખી જોયું એમનાથી એમનો હાલ માલૂમ કર્યું તો એમએ ફરમાવ્યું કેઃ

“મારો દિલ ખૂન છે, મારો દિલ ખૂન છે.”

૩. હઝરત ઈમામ હુસૈન એ મુકાશેફહના આલમમાં કુમના એક આલિમે દીનથી ફરમાવ્યું કેઃ

મહેદી અ.જ. એમના જમાનામાં સોથી મઝલૂમ વ્યક્તિ છે જ્યાં સુધી થાય મહેદીના વિશે બયાન કરો અને લખો અગર એમના વિશે કહ્યું હોય તો સમજી લો કો બધા ઈમામોના વિશે તમે (લખ્યું અને) કહ્યું છે કેમકે બધા માસૂમીન ઈસ્મત, વિલાયત અને ઈમામતમાં સમાન છે અને કેમકે આ જમાનો ઈમામ મહેદી અ.જ. નો જમાનો છે એટલે સારું છે કે એમના વિશે બયાન થાય.

અમે આખરે ફરમાવે છેઃ

હું ફરીથી તાકીદ કરું છું કે અમારા મહેદીના વિશે વધારે બયાન કરો અને લખો, અમારો મહેદી મઝલૂમ છે, જે કંઈ પણ એમના વિશે લખી અને બયાન થાય છે એનાથી વધારે એમના વિશે લખવું અને બયાન કરવું જોઈએ.[1]



[1] બોસ્તાને વિલાયત, ભાગ ૨, પાન નં ૧૮

 

 

    ملاحظہ کریں : 1911
    آج کے وزٹر : 15043
    کل کے وزٹر : 301136
    تمام وزٹر کی تعداد : 147748663
    تمام وزٹر کی تعداد : 101232689