الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પહોંચવા માટે અમુક મોઅતબર દુઆઓ બયાન ફરમાવો.

 

હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પહોંચવા માટે અમુક મોઅતબર દુઆઓ બયાન ફરમાવો.

 

ઉત્તરઃ

ગેબતના જમાનામાં પણ હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફથી મુલાકાત સંભવ છે અને એને અલગ અલગ વિષયોના અમુક હિસ્સામાં તકસીમ કરીએ છીએઃ

૧. પરેશાની અથવા જંગલો આદિમાં પરેશાનિયોમાં ગિરફ્તાર અને મોતની બિમારીઓમાં ગ્રસ્ત વ્યક્તિઓથી મુલાકત થવી.

૨. અમુક કુર્આની આમાલ અને દુઆઓ વાંચવાના પરિણામથી મુલાકાત થવી. અગરચે આયતો અને કુર્આની ખત્મથી એ સમયે નૂરાનીયત હાસિલ થાય.

૩. આવી મુલાકાત જે તો ના પરેશાનીઓના સબબ હાસિલ થાય અને ના તો અમુક ખત્મો અને આમાલ અંજામ આપવાથી બલ્કે પોતાની શરઈ જવાબદારીઓ પર અમલ કરવા, ઈલ્મ હાસિલ કરવામાં બારીકાઈ અને ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખુશીને હાસિલ કરવાથી અમુક લોકો ઈમામની ખિદમતમાં પહોંચી શકે છે બલ્કે અમુક અવસરોમાં ઈમામ પોતે એમની પાસે જાય છે જેવી રીતે તાળો બનાવનારની ઘટના જે નજમુસ્સાકિબ પુસ્તક અને બીજી પુસ્તકોમાં બયાન થઈ છે.

૪. ઈમામ ઝમાન અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના કેટલાક ખાસ અસહાબના ઈમામની ખિદમતમાં હાજર થવું અને એમની ઝિયારત કરવી જેવી રીતે હઝરત ખિઝ્ર અને હઝરત ઇલિયાસ અલૈહેમુસ્સલામ અને બીજા લોકોમાંથી જનાબે હાલૂની ઘટના કે જે પુસ્તકોમાં આવી છે. આ લોકોનું ઈમામની ખિદમતમાં પહોંચવાથી ઈમામના એકલાપણનો એહસાસ ખત્મ થઈ જાય છે.

ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પહોંચવાની વિતેલી કિસ્મોથી આ જાહેર થઈ જાય છે કે ત્રણ કિસ્મોમાં સાર્વજનિક લોકોની ઈમામે ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પહોંચવું સંભવ છે પરંતુ બહેતર આ છે કે ઈન્સાન એમાંથી મહત્વપૂર્ણ અને બહેતરીનને પસંદ કરે જે ઈમામની સંપૂર્ણ ખુશીનો સબબ થાય.

આ વાત પણ નોંધપાત્ર છે કે હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લહો ફરજહુશ્શરીફ એ પણ એમની ખિદમતમાં પહોંચવા માટે આ અમુક કાર્યોની હિદાયત આપી છે.

મારા દાદા મુત્તકી આલિમે દીન મર્હૂમ હાજ સૈયદ મોહમ્મદ બાકિર મુજતહેદી સીસ્તાની ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પહોંચ્યાં તો ઈમામે ફરમાવ્યું કે તમે કેમ પોતાને આટલી ઝેહમતમાં નાખો છો? આવી રીતે બની જાઓ કે અમે તમારાથી મળવા આવીએ અને એ મહિલાના જનાઝાની તરફ ઈશારો ફરમાવ્યો કે જે હાજતો કશ્ફ કરવાના જમાનામાં સાત વર્ષ સુધી ઘરથી બાહેર નથી નિકળી અને ઈમામની સાથે એની મુલાકાત ચાલીસ શુક્રવાર ઝિયારતે આશુરા વાંચવાથી થઈ હતી. એટલા માટે સંભવ છે કે પરેશાનીમાં અંજામ આપેલાં અમુક આમાલના માધ્યમથી જ્યારે નૂરાનિયત હાસિલ થઈ જાય કે જેથી ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પહોંચી શકાય છે પરંતુ બહેતર આ છે કે ઈન્સાન નૂરાનિયત હાસિલ કરવાના માધ્યમથી સમયના કરીમ ઈમામની સંપૂર્ણ ખુશી માટે પ્રયત્ન કરે કેમકે એ કરીમ ઈમામ, એ પિતાથી પણ વધારે મહેરબાન અને દયાળુ છે જે એમના ખોઈ ગયેલા પુત્રથી મળવા માટે બેતાબ હોય. અમે તમારા બધા દોસ્તો અને બુઝુર્ગો માટે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખુશીને હાસિલ કરવા માટે દુઆ કરીએ છીએ.

 

زيارة : 2865
اليوم : 201091
الامس : 243717
مجموع الکل للزائرین : 162340027
مجموع الکل للزائرین : 120062634