الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ નો રહેઠાણ ક્યાં છે અને કોણ એમણે જોઈ શકે છે?

ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ નો રહેઠાણ ક્યાં છે અને કોણ એમણે જોઈ શકે છે?

 

“અલીફ” વેબસાઈટમાં લખે છેઃ

કુર્આને કરીમ ખુદાની પુસ્તક છે તેથી મુસલમાનો ઉપર એની આજ્ઞાપાલન કરવી વાજીબ છે. કુર્આનમાં મહત્વપૂર્ણ મસાએલમાંથી એક મસઅલહ ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફનો વિશ્વસનીય કેયામ છે કે દુનિયા જુલ્મ વ સિતમથી ધેરાયા પછી ન્યાય અને ઈન્સાફથી ભરી જશે ત્યારે વિશ્વસનીય કેયામ થશે.

જુલ્મ વ તબાહી દુનિયાથી ખત્મ થઈને ઈન્સાફથી ભરી જશે, એમ નથી કે અમુક લેખકો વિચારે છે કે હઝરત મહેદી અલૈહિસ્સલામની હુકૂમતમાં ઈન્સાફ વધારે થઈ જશે અને જાલિમો અને સિતમગરો સમાજમાં જોવા મળશે.[1]

હવે આ પ્રશ્ન આવે છે કેઃ

ઈમામ ઝમાના અ.જ. નો રહેઠાણ ક્યાં છે અને કોણ એમણે જોઈ શકે છે?

બુઝુર્ગ આલિમ આકા સૈયદ મુર્તુઝા મુજતહેદી સીસ્તાની (આયતુલ્લાહ સીસ્તાનીના ભાઈ) હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ચાહનાર લોકોમાંથી એક કહે છેઃ આ વિધાના રહસ્યોનો ઉપયોગથી જ્યારે ઈમામ મહેદીના રહેઠાણ વિશે પ્રશ્ન થાય છે તો એ વિધાથી જે ઉત્તર હાસિલ થાય છે એ એવી રીતે છેઃ

فی دارالنعيم فی جزیرة الخضراء” એટલેઃ નેઅમતોનું ઘર જઝીરએ ખઝરામાં.

પરંતુ બીજા પ્રશ્નના ઉત્તર (કે કેવા લોકો ઈમામ ઝમાનાને જોઈ શકે છે) માટે ઉચિત છે કે આ વાર્તાને તમારા માટે બયાન કરીએઃ અહેમદ બિન યહ્યા અલ-અંબારીથી (સને ૫૩૪ હીજરી) નકલ થયું છે કે જઝીરએ ખઝરાની મસ્જિદે જામેઆમાં ધણી જમાઅતને જોયો. એ લોકોના દરમિયાન એક વ્યક્તિને જોયું જે આરામ અને માનથી બેસ્યાં હતાં, હું બયાન નથી કરી શક્તો. લોકો એમને સૈયદ શમસુદ્દીન મોહમ્મદ આલિમ બોલાવતા હતાં અને કુર્આન વ ફિકહની વિધા એમનાથી હાસિલ કરતા હતાં. જ્યારે એમની સાથે પ્રથમ નમાજ પઢી ત્યારે જોયું કે સૈયદ જુમ્માની દો રકઅત નમાજ માટે વાજીબની નિય્યત કરી, જ્યારે નમાજ પઢી લીધી તો મે એમનાથી પુછ્યું કેઃ “એ મારા સૈયદ! મે જોયું કે જુમ્માની નમાજને તમે વાજીબની નિય્યતથા પઢી?”

ફરમાવ્યું કેઃ હા! કેમકે એની બધી શરતો મોજૂદ હતી.

મે પોતાના દિલમાં કહ્યું કેઃ કદાચ ઈમામ હાજર હોય.

તેથી જ્યારે બીજો પ્રશ્ન પુછ્યું કેઃ શું ઈમામ હાજર હતાં?

ફરમાવ્યું કેઃ ના! પરંતુ હું એમના ખાસ નાએબ છું અને એમની આજ્ઞાથી જુમ્માની નમાજ પઢાવી છે.

મે કહ્યું કેઃ એ મારા સૈયદ! શું તમે ઈમામને જોયું છે?

સૈયદ એ ફરમાવ્યું કેઃ ના! બલ્કે મારા પિતાએ આજ્ઞા આપી હતી કેમકે એ ઈમામની વાણીને સાંભળતા હતાં પરંતુ જોઈ શકતા નહોતા અને મારા દાદા ઈમામની વાણીને સાંભળતા અને જોઈ પણ શકતા હતાં.

મે કહ્યું કેઃ એ મારા સૈયદ! કેવી રીતે અમુક એમને જોઈ શકે છે અને અમુક નથી જોઈ શકતાં?

ફરમાવ્યું કેઃ એ ભાઈ! ખુદવન્દે આલમ પોતાની દયા પોતાના આજ્ઞાકારી લોકોને જેને ચાહે છે આપે છે અને આ વિશે વિશેષ હિકમતો અને મહાનતાઓ ખુદાના માટે છે જેવી રીતે ખુદા એ પોતાની મખ્લૂકને પસંદ કર્યો અને એમને નબુવ્વત, રિસાલત અને ખિલાફત આપી અને પોતાની મખ્લૂકને હાદી બનાવ્યો અને પોતાની મખ્લૂક માટે દલીલો અને હુજ્જતો કરાર આપ્યો અને એ વ્યક્તિઓને પોતાના અને મખ્લૂકના દરમિયાન વસીલો બનાવ્યો તેથી જે કોઈ પણ બરબાદ થશે એ દલીલથી હલાક થશે અને જે કોઈ પણ જીવિત રહેશે એ દલીલની સાથે હિદાયત પામી જશે, અને જમીનને હુજ્જતથી ખાલી ના રાખશે એ મહેરબાનીના સબબ જે પોતાના બંદા ઉપર દરેક હુજ્જત માટે બધા જ લોકો ઉપર રાખ્યો છે.[2]

શિર્ષકઃ જામેઆએ ખબરી વ તહેલીલી અલીફ

 

 


[1] નિશાનહાએ ઝહૂર પુસ્તક

[2] પુસ્તકઃ ગુઝારેશાતી અજીબ અઝ મહલ્લે ઝિન્દગીએ ફરઝન્દાને ઈમામ ઝમાન અલૈહિસ્સલામ.

 

 

زيارة : 1569
اليوم : 195150
الامس : 226086
مجموع الکل للزائرین : 147506671
مجموع الکل للزائرین : 101111660