الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
ઉલુમના હુસુલમાં ઈમામ મહદી અ.સ. ની રાહનુમાઈ

ઉલુમના હુસુલમાં ઈમામ મહદી અ.સ. ની રાહનુમાઈ[1]

ઝ઼હુરના પુરનુર, દરખશાં, બાબરકત, અકલો ના તકામુલ, દિલોંની પાકીઝગી, તલાશ વ કોશિશ, ઈલ્મ વ દાનિશ અને તમામ ખુબીયોંથી સરશાર ઝમાનાની ઓળખ અને એ ઝમાનામાં આવવાવાળી આઝ઼ીમ તહવ્વુલાત અને તગીરાતની આગાહી માટે એ સવાલાત ઉપર તવજ્જો ફરમાવોએએ

દુનિયાના સર બેફલક ચોટી અને બુલંદ પહાડો, વસીઅ વ આરીઝ સહરાઓ, દરિયાઓના સૈલાબ અને સમંદરની ગહેરીઈમાં કઈ કઈ અને કેવી કેવી અજીબ મખલુકાત ઝિંદગા ગુઝારી રહ્યા છે?

એમાં કેવા હૈરતઅંગેઝ અને અજીબ હેવાનાત મૌજુદ છે?

એમાં તમામ મૌજુદાતના અસરાર[2] ની ઓળખાણ મુમકીન છે?

શું આલમે ખિલકતના રાઝની શેનાખત મુમકીન છે?

શું જેમની સામે ખિલકત થઈ છે એના અલાવા કોઈ એ બઘાથી આગાહ હોઈ શકે છે?

શું આ ઝમાનામાં હઝરત બકીય્યતુલ્લાહીલ આઝમ અ.જ. ના આલાવા એ તમામ સવાલોના જવાબ આપવાની કુદરત રાખે છે?

હા! ઝ઼હુરના બાબરકત ઝમાનામાં ઈમામ ઝમાના (અ.જ.) દુનિયાને બુરહાન વ ઈસ્તેદલાલ ના ઝરીયે ઈલ્મ વ આગાહી થી સરશાર કરશે. આખી કાએનાતમાં દુનિયાના લોકોને દલિલ વ બુરહાનની સાથે ઈલ્મ વ આગાહી અને દાનિશ વ ફહમથી આશના ફરમઅવશે.

હઝરમ ઈમામ હસન અ.સ. હઝરત અમારુલ મોઅમેનીન અલી અલેયહેમુસ સલામથી આ અહમ મરલબના વિશે ફરમાવે છે:

"یملأ الارض عدلاً و قسطاً و برھاناً۔"[3]

આપહઝરત (અ.જ.) દુનિયાને અદલ વ ઈન્સાફ અને બુરહાનથી ભરી દેશે.

એ ઝમાનામાં દુનિયાના લોકો એક રાતમાં સો વર્ષના સફર તૈ કરશે અને જે નુકાત આખી ઝિંદગીમાં સીખી નથી શકતા, થોડાક નુકાતના ઝરીયાથી એ નુકાતથા બાખબર થઈ જશે.

ઈલ્મ વ આગાહીના ઝમાનામાં ઈલ્મ વ ફહમ ની તરક્કીની વરફ ઈશારે કરવા માટે અને એક સવાલ પેશ કરીએ છે:

અગર કોઈ શખ્સ કોઈ મોટી મૌઝુઅના વિશે તલાશ[4] અને એના તમામ અહમ નુકાતથી આગાહ થવા ઈચ્છે પરંતુ જો આ મૌઝુઅના માહિર, મહેરબાન શિક્ષક જેવી નેઅમતથી મહરુમ રહે અને મદદગાર કીતાબો પણ ના મળે તો એને કેટલી લાંબી મુદ્દતની તલાશ વ જુસ્તજુ કરવી જોઈશે અને કેટલાના કામ પ્રયોગ અને તજરુબા થી ગુઝરવુ પડશે! ત્યારે કદાચ કયાંક એ કોઈક હદ સુઘી પોતાના મકસદથી નઝદીક પહોંચી શકે?

પરંતુ અગર આ શખ્સ કોઈ આલિમ અને જાણકાર[5] શિક્ષકથી ફાયદો લેતા તો એ બહુ જ કમ સમયમાં એ મૌઝુઅના વિશે સિર[6] હાસિલ મતાલિબથી આગાહ થઈ શકતા હતા.

બાજી રીતે માણસ બે રીતે ઈલ્મ વ દાનિશ શીખી શકે છે:

૧. એ ઈલ્મના જાણકાર અને મુતખસ્સિસ શક્ષકથી ઈલ્મ હાસિલ કરી શકે છે.

૨. અગર એને એ ઈલ્મના વિશે શિક્ષક યા કીતાબો ના મળે તો પછી જુસ્તજુ અને તજઝીયા વ તહલીલની ઝરુરત રહે છે. પછી તલાશ વ કોશિશના ઝરીયે તલાશ કરવી જોઈએ તાકે અગર જે મુમકિન હોય તો માણસ પોતાના મકસદ અને નતીજા સુઘી પહોંચી શકે.

હુસુલે ઈલ્મની રાહમાં તજ્ઝીયા વ તહલીલ અને તાલીમનો ફરક રોશન છે. અમે અહીંયા એના બે અહમતરીન અંતર બયાન કરીએ છીએ:

૧. આગાહ અને માહીર શિક્ષકથી ફાયદો હાસીલ કરવાની સુરતમાં તુલાની અને વઘારે સમય સર્ફ કરવાવાળી શોઘના વિના જલ્દીથી ઉલુમને હાસિલ કરાવી શકાય છે.

૨. સમય બરબાદ કરવાવાળી બેનતીજા તહકીકના વિના માહિર ઉસ્તાદથી ઈલ્મ વ દાનિશ નુ યકીની નતીજો હાસિલ કરવું.



[1] ઉપદેશ

[2] રાઝ

[3] બેહારુલ અનવાર, જીલ્દ ૪૪, પેજ નં ૧૨૧ અને જીલ્દ ૫૨, પેજ નં ૨૮૦

[4] શોઘખાળ

[5] માહિતગાર

[6] સિર જે મતલબ એ હાસિલ કરવા માંગે છે એને જાણી શકે છે.

 

 

 

    زيارة : 2413
    اليوم : 139633
    الامس : 226086
    مجموع الکل للزائرین : 147395725
    مجموع الکل للزائرین : 101056143