الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
જંગી આલાતથી બેનીયાઝી

જંગી આલાતથી બેનીયાઝી

હંમેશથી જંગ અને ખુનરીઝીના મુખ્તલીફ સબબ હોય છે જેના લીઘે કોમ બીજી કોમ પર હુમલા કરીને એક બીજાના ખુન બહાવે છે. કત્લ વ ગ઼ારત ના બેબુનિયાદા અસબાબ હોય છે કે જેના લીઘે તુલે તારીખમાં ઝમીનના લોકોને લોહીથી રંગીન કર્યું:

૧. કમજોરી અને કમબુદી

૨. હિર્ષ અને લાલચ

તારીખના પન્નાઓ પર બારીક નિગાહ કરવાથી માલુમ થશે કે તારીખની અહેમ જંગોથી અસબાબ મઝકુરા બંને મવારીદ છે કેમકે લીલી જમીન, પાણીથી લબરેઝ નહેરો, તેલ અને ગેસના ખજાના અને એવી જે રીતે સોના અને બીજી ઘાતના ખજાના સુઘી પહોંચવા માટે ઝાલિમ હુકુમત બીજા મુલ્કો ઉપર હમલો કરી દે છે તાકે એ નેઅમતો પર કબજો કરી શકે.

તારીખમાં બહુ જ જંગોના બીજા સબબ ઝાલિમ હુકુમતોના પોતાના બસાએલમાં વઘારો કરવાની ખ્વાહિશ છે એટલે જંગની આગ ભડકાઈને અને બે કોમો અને મિલ્લતોને આપસમાં લડાવવાવાળા મુલ્કોની પાસે ના તો કોઈ વસ્તુની કમી હોય છે અને ના તો એમને કોઈ આર્થિક સમસ્યા દરપેશ હોય છે બલ્કે તમામ વસાએલ અને સહુલત હોવાની બાવજુદ એમાં વઘારાની લાલચમાં બીજાના માલ ઉપર નજરો જમાઈ છે આ પોતાના મુલ્કોને વઘારે તરક્કી આપવા અને એની સરહદોને ફેલાવવા માટે બીજા મુલ્કો ઉપર હમલો કરી દે છે.

અગર તારીખની લાંબી જંગો અને લશ્કરકશી પર નિગાહ નાખીએ તો વાઝેહ થઈ જશે કે અકસર જંગોના સબબ માલ વ દોલત અને વઘારે માલની લાલચ હતી. જેમકે આપણે ઝિક્ર કર્યું કે મઝકુરહ બંને મવારીદના વિના તારીખમાં થવાવાળા જંગો, કત્લ વ ગ઼ારત અને ખુનરીઝીના બીજા સબબ પણ છે કે જેની વજહથી જંગના શોલા ભળકાવ્યા અને જમીન પર બેગુનાહ લોકોના ખુન વહાવ્યા. મઝકુરા બંને મવારીદ પર ગ઼ૌર કરે, કમજોરી અને કમબુદી અને આવી જ રીતે હિર્ષ વ લાલચ આ બંને બાહરી અસબાબ હતા. બહુ વઘારે જંગોની બુનિયાદ બીરુની (બાહરી) અસબાબ નહા પરંતુ હાકીમના અંદરુની અસબાબ હોય છે, અંદરુની અસબાબમાંથી એક અહેમ સબબ નફસીયાતી ગાંઠો છે જેના લીઘે બહુ વાર અલગ ઈલાકાઓમાં જંગો છેડી ગઈ અને તારીખના ઔરાકમાં માસુમ લોકોને લોહીથી રંગીન કર્યું.

ઈન્સાનના અક્લી તકામુલથી આવા મસાએલથી રેહાઈ યકીની છે. જંગના અંદરુની વ બીરુની અસબાબ નાબુદ થઈ જશે. પછી આખી દુનિયામાં અમ્ન, સુલ્હ અને પ્યાર વ મોહબ્બતની ફિઝા હાકિમ હશે છેવટે એ સમયે એટમી અને ગ઼ૈર એટમી બમ ઘમાકાઓની શું જરૂર હશે?!

 

 

    زيارة : 2525
    اليوم : 0
    الامس : 177199
    مجموع الکل للزائرین : 160561355
    مجموع الکل للزائرین : 118927824