امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?

શું ઝહૂરના જમાનામાં બધા ઝાલિમોનું અંત થઈ જશે અને કોઈ પણ ઝુલ્મ વ અત્યાચાર બાકી ના રહેશે?

અમુક લોકો વિચારે છે કે ઝહૂરના જમાનામાં ઝુલ્મ અને અત્યાચાર સંપૂર્ણ રીતે સમાપ્ત ના થશે અને એ જમાનામાં ઝાલિમો અને અત્યાચારીઓનો વજૂદ રહેશે! એ લોકો વિચારે છે કે જે પણ ઘટશે ન્યાય અને ન્યાયનિષ્ઠ ઝુલ્મ અને ઝાલિમની જગ્યાએ આવી જશે, આ અર્થમાં કે જેવી રીતે ગૈબતના જમાનામાં ઝુલ્મ અને અત્યાચાર બધી જગ્યાએ હશે અને ઝાલિમો એને ફેલાવશે આ બધા હોવા છતાં દુનિયામાં અમુક જગ્યાએ ન્યાયનિષ્ઠ લોકો પણ હશે જે ન્યાયની સાથે કાર્યો કરશે, ઝહૂરના જમાનામાં ન્યાય અને ન્યાયનિષ્ઢનો પ્રતિશત અત્યાચાર અને ઝાલિમોની જગ્યાએ આવી જશે અને આ છતાં કે ન્યાય દરેક જગ્યાએ ફેલાવી જશે પરંતુ દુનિયામાં અમુક જગ્યાએ ઝાલિમો અને અત્યાચારીઓ પણ હશે જે બીજા લોકો ઉપર અત્યાચાર કરશે.

એમનો અકીદો હદીસથી ગલત સમજવું છે કે જે આ મશહૂર રિવાયત દર્શાવે છેઃ

أنَه یملأ الأرض قسطاً وعدلاً کما ملئت ظماً وجوراً.

ઈમામે ઝમાના અ.જ. દુનિયાને ન્યાયથી એવી જ રીતે ભરી દેશે જેવી રીતે એ ઝુલ્મ અને અત્યાચારથી ભરેલી હતી.

એ લોકો કહે છેઃ રિવાયતમાં “کما” કમા શબ્દનો અર્થ “એવી જ રીતે” છે, એમના સહીહ અકીદા ઉપર દલાલત કરે છે. આ બયાન સાથે કેમકે ગૈબતના જમાનામાં દુનિયામાં ઝુલ્મ અને અત્યાચાર ફેલાયું હશે પરંતુ દુનિયામાં અમુક જગ્યાએ ન્યાય પણ હશે, એ લોકોના વિચારમાં “کما” અથવા “એવી જ રીતે” ની દલીલ પ્રમાણે ઝહૂરના જમાનામાં ન્યાય આખી દુનિયામાં ફેલાવી જશે અગરચે દુનામાં અમુક જગ્યાએ ઝુલ્મ અને અત્યાચાર પણ હશે અને ઝાલિમ લોકો ઉપર ઝુલ્મ કરશે!

 

ઉત્તરઃ

આ પ્રશ્નના ઉત્તરમાં અમે કહીએ છીએ કેઃ આ રિવાયતથી એમની સમજ અને એના અર્થ જે એ લોકો સમજ્યા છે એ ઠીક નથી અને બીજી આયતો અને રિવાયતોનું વિરોધ પણ કરે છે.

મતલબનો વિવરણઃ “کما” નો શબ્દ કુર્આને કરીમમાં કેટલીક વાર આવ્યું છે, અમુક જગ્યાએ તશબીહ (સમાનતા) માટે છે અને આ કહેવું જરૂરી નથી કે “کما” ના પછી આવ્વું એના પહેલાં જેવું ના કહી શકાય.

ખુદાવન્દે આલમ સુરએ નેસામાં ફરમાવે છેઃ

إنّا أوحینا إلیک کما أوحینا إلی نوح والنبیین من بعده.... (સુરએ નેસા, આયત નં ૧૬૩)

નિઃસંશય અમોએ તમારા ઉપર એવી રીતે વહી મોકલી છે કે જેવી રીતે નૂહ પર અને તેના પછીના નબીઓ પર મોકલી હતી.

આ આયતમાં ખુદાવન્દે આલમની મુરાદ અસલ વહીમાં શબાહત છે, એમ નથી કે જેવી રીતે ખુદાએ હઝરત નૂહ અ.સ. અને તેના પછીના નબીઓ ઉપર વહી મોકલી હતી, પયગમ્બરે અકરમ સ.અ.વ. ના ઉપર પણ આવી જ રીતે વહી મોકલશે. અગર આવી રીતે થશે તો કુર્આનની બીજી કિતાબો ઉપર શું વિશેષતા રહેશે?!

રિવાયતમાં જે ઝિક્ર થયું છે એની મુરાદ પણ એજ છે કે ગૈબતના જમાનામાં દુનિયા અત્યાચારથા ભરી છે અને ઝહૂરના જમાનામાં ન્યાયથી ભરી જશે. આમાં શબાહત (એકરૂપતા) પરિપૂર્ણ અને સરશાર હોવામાં છે, એમ નથી કે અત્યાચાર અને ન્યાય ગૈબત અને ઝહૂરના જમાનામાં એકરૂપતા રાખે.

ખુદાવન્દે આલમ બીજા વિશેમાં ફરમાવે છેઃ

یا بنی آدم لایفتننّکم الشیطان کما أخرج أبویکم من الجنّة ینزع عنهما لباسهما یریهما سوأتهما.(સુરએ આરાફ, આયત નં ૨૭)

અય આદમની ઔલાદ! (ખબરદાર) શૈતાન તમને ગુમરાહ કરી મૂકે નહિ જેવી રીતે કે તમારા મા બાપોને (ગુમરાહ કર્યા) તેણે જન્નતમાંથી બહાર કઢાવ્યા અને તે બંનેનો (સ્વર્ગીય) પોશાક તેમના (શરીર) ઉપરથી ઉતરાવ્યો કે જેથી તે બંનેના ગુપ્ત ભાગો તેમને દેખાડી દે.

આ આયતમાં “کما” શબ્દના પહેલાં અને એના પછી બંનેમાં સમાનતા હોઈ શકે છે, એટલે જે કોઈ પણ શૈતાનથી ધોખો ખાયે જેવી રીતે હઝરત આદમ અ.સ. અને હવ્વા જન્નતથી બહાર કઢાવ્યા તો શૈતાન પણ એની પોશાક ઉતારીને એને નગ્ન કરી દે?!

જાહેર છે આ આયતમાં મુખ્ય શૈતાનથી ધોખો ખાવાની તશબીહ (એકરૂપતા) થઈ છે, એ બધી ખાસીયતો નથી જે હઝરત આદમ અ.સ. અને હવ્વાના વિશે થઈ હતી.

જ્યારે પણ રિવાયતો બારીકાઈ અને ફિક્ર કર્યા વિના બયાન થાય અને ઝહૂરના પૂરનૂર જમાનામાં કમી આવે તો ધીરે ધીરે આયતોનો પણ નંબર આવશે, અને કુર્આનની આયતોને પણ રિવાયતની જેમ અર્થ નિકાળીને બયાન કરશે.

ખુદાવન્દે આલમ ફરમાવે છેઃ

وعد الله الذین آمنوا منکم وعملوا الصالحات لیستخلفنّهم فی الأرض کما استخلف الذین من قبلهم ...

ખુદાવન્દે આલમે વાયદો આપ્યો છે એ લોકોને જે ઈમાન લાવ્યાં અને નેક કાર્યો અંજામ આપ્યાં છે કે નિઃસંશય એમને જમીન ઉપર પોતાનો જાનશીન કરશે જેવી રીતે એમના પહેલાં પણ જાનશીન કર્યા હતાં...

આ આયત રિવાયતના આધાર ઉપર જેની તફસીર પણ થઈ છે  હઝરત ઈમામે ઝમાના અ.જ. ની હુકૂમતના વિશે છે. અગર જેવી રીતે અમુક લોકો વિતેલી રિવાયતના અર્થ લીધા હતાં આ આયતને પણ બયાન કરે તો આ આયતનો અર્થ આવી રીતે થઈ જશે કે હઝરત ઈમામે ઝમાના અ.જ. ની હુકૂમત અને જાનશીની ઝહૂરના જમાનામાં એવી રીતે છે જેવી રીતે વિતેલી ખુદાની ખિલાફત દાખલા તરીકે હઝરત સુલૈમાન અ.સ. ની હુકૂમત હતી, જ્યારે કે આ આયતમાં, મૂળ ઈમામે ઝમાના અ.જ. ની ખિલાફતની તશબીહ (એકરૂપતા) વિતેલી ઈલાહી ખિલાફતથી થઈ છે, એમની બધી વિશેષતાઓ અને ખાસીયતોની સાથે નહિ. અગર આવું થાય તો ઈમામે ઝમાના અ.જ. ની હુકૂમતની બીજી હુકૂમતો ઉપર શું વિશેષતા રહેશે?!

એના સિવાય અગર આ આયતને એ રિવાયતની જેમ અનુચિત અર્થ નીકાળીએ તો પછી હજારો રિવાયતો જે ઈમામે ઝમાના અ.જ. ની હુકૂમતની વિશેષતાઓ વિશે આવી છે એણે પણ છોડી દેવામાં આવશે.

એટલા માટે નિસ્બી ઝુલ્મ વ અત્યાચાર અને નિસ્બી અદાલત વ ન્યાયનો અકીદો ગૈબત અને ઝહૂરના જમાનાની સાથે વિરોધ રાખે છે અને કુર્આનનો પણ વિરોધી છે.

આ મતલબને સાબિત કરવા માટે બીજી દલીલ આ છે કે ઝહૂરના જમાનામાં અદ્લ અને ન્યાય નિસ્બી નથી, બલ્કે બધી જગ્યાએ છે અને કોઈ પણ જગ્યાએ અત્યાચાર બાકી નહિ રહે, એવી રિવાયતો છે જે વિવરણ કરે છે કે ઝહૂરના જમાનામાં અત્યાચારનો કોઈ પણ પ્રભાવ બાકી નહિ રહેશે અને ન્યાય આખી દુનિયામાં ફેલી જશે.

વધારે વિવરણ માટે “દૌલતે કરીમએ ઈમામે ઝમાન અ.જ.” કિતાબને વાંચો.

 

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

 

 

دورو ڪريو : 3827
اج جا مهمان : 79995
ڪالھ جا مهمان : 160547
ڪل مهمان : 145082965
ڪل مهمان : 99898151