الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
શું ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ૩૧૩ અસહાબ, મકામ અને પદમાં સમાન છે?

 

શું ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ૩૧૩ અસહાબ, મકામ અને પદમાં સમાન છે?

 

શું ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ૩૧૩ અસહાબ, મકામ અને પદમાં સમાન છે? શું બધામાં સમાન વિશેષતાઓ અને શર્તો છે? અથવા રૂહાની મકામમાં એમનામાં અંતર છે અને એમના દરજાત પણ અલગ છે?

 

ઉત્તરઃ

કેટલીક રિવાયતોમાં હઝરત ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના અસહાબની વિશેષતાઓનું વર્ણન થયો છે અને એ રિવાયતોમાં એમના દરજાત અને પદોમાં ઈખ્તિલાફનો પણ વિવરણ થયો છે દાખલા તરીકે આ રિવાયતથી દલીલ લઈ શકીએ છીએ કે જેમાં ઝહૂરના દિવસે ૩૧૩ વ્યક્તિઓનું મક્કામાં જવાની હાલત બયાન થઈ છે.

આ રિવાયતના આધાર પર જ્યારે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ ખાનએ કાબાની સાથે ઉભા થઈને દુનિયાવાસીઓ સુધી એમના ઝહૂરની અવાજ પહોંચાડશે એનાથી પહેલાં ૨૫ વ્યક્તિઓ પોતાને મક્કામાં પહોંચાડશે એમનામાંથી અમુક વ્યક્તિઓ ઝહૂરની પ્રથમ રાત્રે એમના ઘર અને બિસ્તરથી ઉઠીને તૈયુલ અર્ઝથી મક્કામાં પહોંચશે અને અમુક વ્યક્તિઓ ઝહૂરના દિવસે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ ની અવાજથી પહેલાં પોતાને આપહઝરતની ખિદમતમાં પહોંચાડી દેશે.

રિવાયતમાં વર્ણન થયો છે કે જે વ્યક્તિઓ વાદળો ઉપર સવાર થઈને અલગ અલગ જગ્યાઓથી ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ખિદમતમાં પોતાને પહોંચાડશે એ તૈયુલ અર્ઝના માધ્યમથી પોતાને પહોંચનારાઓથી બરતર અને બુલંદ છે. એટલા માટે આ ના કહી શકાય કે ૩૧૩ વ્યક્તિઓનું દરજ્જો અને શાન સમાન છે અને એના વિશે બીજી રિવાયતો પણ છે જે આ મતલબને સંપૂર્ણ રીતે સાબિત કરે છે.

 

زيارة : 3144
اليوم : 0
الامس : 210066
مجموع الکل للزائرین : 171792102
مجموع الکل للزائرین : 126094951