الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૬﴿ ગુરૂવારના દિવસે ઈમામ મહેદી અ.જ. ને નમાજ ભેટ કરવી

﴿

ગુરૂવારના દિવસે ઈમામ મહેદી અ.જ. ને નમાજ ભેટ કરવી

શેખે કબીર અબૂ જાફર તૂસી ર.હ. “મિસ્બાહે કબીર” પુસ્તકમાં લખે છેઃ

હદીયહ (ભેટ કરવા) ની નમાજ આઠ રકઅત નમાજ પઢવી જોઈએ જેમાંથી ચાર રકઅત રસુલે ખુદા સ.અ.વ. ને ભેટ આપે અને ચાર રકઅત હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ને ભેત કરે અને શનિવારના દિવસે ચાર રકઅત નમાજ પઢીને હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ને ભેટ કરે આવી જ રીતે દરેક દિવસે ચાર રકઅત નમાજ પઢે અને ક્રમ પ્રમાણે માસૂમીનને ભેટ આપે, શુક્રવારના દિવસે હઝરત ઈમામ જાફર સાદિક અ.સ. ને ચાર રકઅત નમાજ ભેટ કરે.

શુક્રવાર ના દિવસે ફરીથી આઠ રકઅત નમાજ પઢે અને ચાર રકઅત રસુલે અકરમ સ.અ.વ. ને ભેટ આપે અને ચાર રકઅત હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ને ભેટ આપે અને શનિવારના દિવસે ચાર રકઅત નમાજ ઈમામ મૂસા કાઝિમ અ.સ. ને ભેટ કરે, આવી જ રીતે ક્રમમાં બીજા ઈમામોને ભેટ આપે અને શુક્રવારના દિવસે હઝરત ઈમામ મહેદી અ.જ. ને ચાર રકઅત ભેટ કરે અને એની બે રકઅત નમાજના દરમિયાન આ દુઆ વાંચેઃ

أَللَّهُمَّ أَنْتَ السَّلامُ، وَمِنْكَ السَّلامُ، وَ إِلَيْكَ يَعُودُ السَّلامُ، حَيِّنا رَبَّنا مِنْكَ بِالسَّلامِ. أَللَّهُمَّ إِنَّ هذِهِ الرَّكَعاتِ هَدِيَّةٌ مِنّي إِلَى الْحُجَّةِ بْنِ الْحَسَنِ[1]، فَصَلِّ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَبَلِّغْهُ إِيَّاها، وَأَعْطِني أَفْضَلَ أَمَلي وَرَجائي فيكَ، وَفي رَسُولِكَ صَلَواتُكَ عَلَيْهِ وَآلِهِ (وَفيهِ) પછી જે ઈચ્છા છે એને માંગે.[2]



[1] જે ઈમામને નમાજ ભેટ કરી રહ્યો છે એમનો નામ દુઆમાં ઝિક્ર કરે.

[2] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૩૪, અલ દઅવાતે રાવન્દી, પાન નં ૧૦૮, મિસ્બાહુલ મુતહજ્જિદ, પાન નં ૩૨૨

 

    زيارة : 2092
    اليوم : 121623
    الامس : 300669
    مجموع الکل للزائرین : 155138298
    مجموع الکل للزائرین : 110889644