Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
﴾૫૧﴿ ગેબતના જમાનાની મુખ્તસર દુઆ

 

૫૧﴿

ગેબતના જમાનાની મુખ્તસર દુઆ

શેખ કુલૈની ર.હ. જનાબે ઝોરારહથી એક હદીસ નક્લ કરતાં હઝરત ઈમામ જાફર સાદિક અ.સ. થી રિવાયત કરે છે કે આપહઝરતે ફરમાવ્યું કેઃ

એ જવાન માટે દરેક હાલતમાં ગેબત છે.

અમે કહ્યું કે કેમ ગેબતમાં જશે?

હઝરતે ફરમાવ્યું કેઃ ભયના કારણે (પછી પોતાના મુબારક અન્નાશય (પેટ) ની તરફ ઈશારો કરીને ફરમાવ્યું એટલે કે હત્યા થવાના ભયમાં) એ છે જેની બધા રાહ જોઈ રહ્યાં છે, એ છે જેમના જન્મના વિશે લોકો શંકામાં પડી જશે અને અમુક લોકો કહેશે કે એમનો અત્યાર સુધી જન્મ જ નથી થયો, અને અમુક લોકો કહેશે કે એમના પિતાજી મૃત્યુ પામી ગયા છે અને એમનો કોઈ પણ આ દુનિયામાં બાકી નથી અને અમુક લોકો કહેશે કે એ એમના પિતાજીની મૃત્યુથી બે વર્ષ પહેલાં જન્મેલાં હતાં.

ઝોરારહ કહે છે કે મે કહ્યું અગર એ જમાનામાં હોઈશ તો કઈ દુઆ વાંચું?

હઝરત એ ફરમાવ્યું કેઃ આ દુઆના માધ્યમથી ખુદાથી માંગોઃ

أَللَّهُمَّ عَرِّفْني نَفْسَكَ، فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْني نَفْسَكَ لَمْ أَعْرِفْكَ. أَللَّهُمَّ عَرِّفْني نَبِيَّكَ، فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْني نَبِيَّكَ لَمْ أَعْرِفْهُ [قَطُّ]. أَللَّهُمَّ عَرِّفْني حُجَّتَكَ، فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْني حُجَّتَكَ ضَلَلْتُ عَنْ ديني.[1]



[1] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૩૧૪

 

    Visit : 2098
    Today’s viewers : 166697
    Yesterday’s viewers : 243717
    Total viewers : 162271268
    Total viewers : 120028239