الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
ગેબતના જમાનાની જવાબદારીઓ પર ધ્યાન રાખવું

ગેબતના જમાનાની જવાબદારીઓ પર ધ્યાન રાખવું

અમે આ પુસ્તક ઈશ્વર કૃપા અને ઈમામ મહેદી અ.જ. ની મહેરબાનીથી ગેબતના જમાનાની મહત્વપૂર્ણ જવાબદારી એટલે કે ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆના વિશે લખી છે પરંતુ સારું છે કે એના દીબાચામાં ગેબતના અંધેર અને પરઆશોબ જમાનાના બીજા કાર્યોને પણ બયાન કરીએ. અગરચે અમે આશા રાખે છે કે ઈન્શા અલ્લાહ આપણાં જ જમાનામાં ઈમામની ગેબતનો જમાનો ખત્મ થઈ જાય કેમકે આઈમ્મએ અતહાર અ.સ. થી રિવાયતો આવી છે જેમાં આવ્યું છે કે અમે દરેક સવાર અને સાંજે ઈમામ મહેદીના ઝહૂરની પ્રતીક્ષા કરવી જોઈએ.

અફસોસ કે અત્યાર સુધી આવી પુસ્તક નથી લખી ગઈ જેમાં ગેબતના જમાનાની બધી જવાબદારીઓનો વર્ણન થયું હોય અને આ વિશેમાં જે પણ મુલ્યવાન પુસ્તકો લખેલી છે એમાં ગેબતના અંધેર જમાનાની બધી જવાબદારીઓનો સમાવેશ નથી થયો. અગર લોકોએ પ્રથમ દિવસથી જ પોતાની તબાહી અને બરબાદીની તરફ ધ્યાન આપ્યો હોત તો ગેબતનો જમાનો આટલું લાંબુ ના હોત.

દરેક હાલમાં બધા જ લોકો ખાસ કરીને એ લોકો જેમનો ફરજ હતો કે આવા મસાએલ બયાન કરે પરંતુ એ લોકોએ ગફલત કરી તેથી એ લોકોએ સખત દુઃખી અને લજ્જિત હોવું જોઈએ.

શું આ ઉચિત છે કે વિશ્વ અને બ્રહ્માંડના અમીર જે આ દુનિયા બલ્કે બધા જ બ્રહ્માંડ અને આકાશગંગામાં અમારી જરૂરતોથી આગાહ છે અમારા દરમિયાન હોય અને અમે એમનાથી ગાફેલ હોય?

શું આ ઉચિત છે કે અરબો માણસોના દિમાગમાં ખુદાના નૂર ગુપ્ત હોવાના કારણ આવી જ રીતે અંધેરામાં બાકી રહે?

શું આ યોગ્ય છે કે અરબો ઈન્સાનોમાંથી દરેકની પાસે દિલ હોય અને એની બુલંદીથી બેખબર હોય?

કયા જમાનામાં દિલ એની વાસ્તવિક જીંદગીની રાહમાં ધડકશે અને મૂળ ઈન્સાની જીંદગીની અઝમતથી ઓળખાણ હાસિલ કરશે?

કયા જમાનામાં ઈન્સાન એના દિલ અને વજૂદની અઝમતથી આગાહ થશે?

કયા જમાનામાં ઈન્સાનના દિમાગના બધા કણો હરકત કરશે? અને ઈન્સાની સમાજ ઈલ્મની લામહેદૂદ વિસ્તૃતીથી માલામાલ તરક્કીની રાહ પર ચાલશે?

ક્યારે ઈન્સાન ખુદાના નૂરથા ઓળખ રાખીને અંધેર, ઝુલ્મત, જુલ્મ વ સિતમના અંત પછી ઈલાહી હુકૂમતની છાયામાં દિવસ જોઈ શકશે?

શું..... અને શું.....?

અને શું આ બધી વસ્તુઓ હઝરત ઈમામ મહેદી અ.જ. ની હુકૂમતના વિના સંભવ છે?

અગર છે તો અમે એનો જલવો કેમ નથી જોતાં?

કેમ આ અંધેર જમાનાની નિંદા નથી કરતાં?

કેમ જમાનાના ભવિષ્યથી આગાહ નથી?[1]

અને કેમ ગેબતના જમાનામાં અમારી જવાબદારીઓને પુરી નથી કરતાં?!

 



[1] આના વિશે લેખક મહોદય એ “નિગાહી બે આયન્દએ જહાન” નામથી એક પુસ્તક લખી છે.

 

 

 

    زيارة : 2041
    اليوم : 147840
    الامس : 243717
    مجموع الکل للزائرین : 162233554
    مجموع الکل للزائرین : 120009383