امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
ઈમામે ઝમાના માટે દુઆ જરૂરી છે

ઈમામે ઝમાના માટે દુઆ જરૂરી છે

ગૈબતના જમાનામાં જે દુઆ લોકોને જરૂર કરવી જોઈએ એ ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂરની દુઆ છે કેમકે આપહઝરત અમારા સૈયદ વ સરદાર અને અમારા જમાનાના માલિક છે. આજ નહીં પરંતુ સાહેબે અસ્ર, વલી અને આખા બ્રહ્માંડના સરપરસ્ત છે પરંતુ શું એમનાથી ગાફેલ થઈ શકાય છે જ્યારે એ અમારા ઈમામ છીએ અને ઈમામથી ગફલત અને બેપરવાઈ એટલે કે ઉસૂલે દીનમાંથી એક અસ્લથી ગફલત અને બેપરવાઈ કરવી જેવી છે.

તેથી જરૂરી છે કે અમારા સગા સંબંધીઓ અને દોસ્તોથી પહેલાં એમના માટે દુઅ કરીએ.

મર્હૂમ સૈયદ બિન તાઉસ ર.હ. એમની પુસ્તક “જમાલુલ ઉસબૂઅ” માં લખે છેઃ

અમારા અઈમ્મહ માસૂમીન અલૈહેમુસ્સલામ ઈમામે ઝમાના અ.જ. માટે દુઆ કરવામાં ખાસ મહત્તા આપતાં હતાં અને આ બયાન કરે છે કે ઈમામ ઝમાના અ.જ. માટે દુઆ કરવી ઈસ્લામ અને ઈમાનના મહત્વપૂર્ણ ફરજીયાતમાંથી છે અને અમે એક રિવાયત નક્લ કરી હતી કે ઈમામ જાફરે સાદિક અ.સ. ઝોહરની નમાજની તાકીબાતમાં ઈમામ ઝમાનાના હકમાં કામિલ દુઆ કરતાં હતાં અને પછી પોતાના માટે દુઆ કરતાં.

અમે વિતેલાં વિષયોમાંથી એક અધ્યાયને હઝરતે બકિય્યતુલ્લાહીલ આઝમ અ.જ. માટે ઈમામ મૂસા કાઝિમ અ.સ. ની દુઆથી મખસૂસ કર્યો છે.

આ જાહેર છે કે જે કોઈ પણ ઈસ્લામમાં આ બે અઝીમ અને બુલંદ હસ્તિઓના મકામ અને પ્રતિષ્ઠાને ઓળખી લે તો એમની આજ્ઞાના પાલન કરવામાં એના માટે કોઈ પણ બહાનું બાકી ના રહે.[1]

ઈબ્ને તાઉસ “ફલાહુસ્સાએલ” માં એમના દીની ભાઈયોના ફઝાઈલ બયાન કર્યા પછી લખે છેઃ

અગર મૌલા માટે દુઆથી ખુદાવન્દે આલમની સામે જઈએ જે બધાં જીન્દા અને મુર્દા લોકોના અખ્તયારના માલિક છે તો આશા છે કે એ અઝીમ હસ્તિના કારણ દુઆ કબૂલ થનાર દરવાજો ખુલી જાય છે તેથી તમે અને જેમના માટે તમે દુઆ કરી છે એમના માટે ખુદાની કૃપા સામેલ થઈ જાય કેમકે તમે તમારી દુઆમાં એમની રસ્સી પકડી છે.

મમકેન છે તમે કહોઃ ફલાણું ફલાણું (જે તમારા શિક્ષકો છે) એ આ બોલ ઉપર અમર નથી કરતાં.

આ નો ઉત્તર માલૂમ છે કે એ અમારા મૌલાથી ગાફેલ છે અને એમના વિશે કમી અને સુસ્તિ કરે છે.

સૈયદ બિન તાઉસ એમની સુંદર વાત આગળ વધારીને કહે છેઃ

અમે જે કહ્યું એના ઉપર અમલ કરો કેમકે એ જાહેર અને રોશન હકીકત છે અને જે કોઈ પણ મૌલાના વિશે સુસ્તિ અને કમી કરે અને જે પણ બયાન કર્યું એનાથી ગાફેલ થઈ જાય તો ખુદાની સોગંદ! એને ભૂલ કરી છે એવી ભૂલ જે શરમ અને લજ્જાનો કારણ છે.

પછી એ ફરમાવે છેઃ શું અત્યાર સુધી તમે આઈમ્મએ અલૈહેમુસ્સલામની નજરમાં આ કાર્યની મહત્તાના વિશે વિચાર્યું છે?

એટલા માટે વાજીબ નમાજોમાં ઈમામ ઝમાના અ.જ. માટે (જેમના માટે દુઆ કરવી જાએઝ છે) વધારે દુઆ કરીએ.

સૈયદ તાકીદની સાથે ફરમાવે છેઃ

હું ફરીથી કહું છું કેઃ મે જે પણ કહ્યું એના આધાર પર ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂરની જલ્દીની દુઆ કરવાને મહત્તા આપવામાં કોઈ પણ માફી બાકી નથી રહેતી.[2]

“મિકયાલુલ મકારિમ” પુસ્તકના લેખક આ વિશેમાં ફરમાવે છેઃ

જેવી રીતે આયતો અને રિવાયતો દલાલત કરે છે કે દુઆ ઈબાદતનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને એમાં કોઈ શંકા નથી કે દુઆનો મહત્વપૂર્ણ ભાગ અને અઝીમ દુઆ એના માટે છે જેના લીધે દુઆ કરવા અને જેના હકને ખુદાવન્દે આલમ એ બધાની ઉપર વાજીબ કર્યો છે અને જેના વજૂદની બરકતથી બધા મખલૂકાતને ખુદાના માધ્યમથી નેઅમત પહોંચાડવામાં આવે છે.

આથી ઈમાન રાખનાર ઉપર વાજીબ છે કે આ મહત્વપૂર્ણ કાર્યને અંજામ આપે અને દરેક સમય અને દરેક જગ્યાએ ઈમામના ઝહૂરમાં જલ્દીની દુઆ કરવી જોઈએ.

હવે ઉચિત છે કે જે મતલબ અમારી વાતની તાઈદ કરે છે એને બયાન કરીએઃ

હઝરત ઈમામ હસન અલૈહિસ્સલામ એ મુકાશેફા અથવા સ્વપ્નમાં મર્હૂમ આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ બાકિર ફકીહ ઈમાનીથી ફરમાવ્યું કેઃ

“તમે તમારા ભાષણોમાં લોકોથી કહો અને એમને આદેશ આપો કે પશ્ચાતાપ (તૌબા) કરે અને ઈમામે ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂરમાં જલ્દીની દુઆ કરે, ઈમામ માટે દુઆ કરવી નમાજે મય્યતની જેમ નથી જે વાજીબે કેફાઈ[3] હોય અને અમુક લોકોના અંજામ આપવાથી બીજા લોકો એનાથી માફ થઈ જાય, ઉભય પાંચ નમાજોની જેમ છે એટલે કે દરેક બાલિગ અને આકિલ ઉપર વાજીબ છે કે ઈમામે ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂરની જલ્દી માટે દુઆ કરે.”[4]

અમે જે કઈં પણ બયાન કર્યું એના આધાર પર આ જાહેર થઈ ગયું કે ઈમામ ઝમાના અ.જ. માટે દુઆ કરવી જરૂરી છે.

 



[1] જમાલુલ ઉસબૂઅ, પાન નં ૩૦૭

[2] ફલાહુસ્સાએલ, પાન નં ૪૪

[3] વાજીબે કેફાઈઃ એ વાજીબ જેને એક માણસ અંજામ આપે તો બીજા લોકો માટે અંજામ આપવું જરૂરી નથી.

[4] મિકયાલુલ મકારિમ, ભાગ ૧, પાન નં ૪૩૮

 

 

    بازدید : 2190
    بازديد امروز : 0
    بازديد ديروز : 264402
    بازديد کل : 147645135
    بازديد کل : 101180912