امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
﴾૭﴿ ગુરુવાર ની રાત્રે ઈમામે મહેદી અ.જ. ની નમાજ

﴿

ગુરુવાર ની રાત્રે ઈમામે મહેદી અ.જ. ની નમાજ

સૈયદ ઈબ્ને તાઉસ ર.હ. ફરમાવે છેઃ

મે બુઝુર્ગ ફકીહ અબૂલ અલી ફઝલ બિન હસન તબરસી ર.હ. ની પુસ્તક “કુનૂઝુલ નજાહ”માં જોયું કે એમણે અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. થી આવી રીતે બયાન કર્યું છેઃ હુસૈન બિન મોહમ્મદ બઝુફરી કહે છેઃ હઝરત ઈમામ મહેદી અ.જ. તરફથી આવી રીતે બયાન થયું છેઃ

જેને ખુદાથી હાજત હોય એને જોઈએ કે ગુરુવારની અડધી રાત પછી ગુસ્લ (સ્નાન) કરે, મુસલ્લા ઉપર જાય અને બે રકઅત નમાજ પઢે, પહેલી રકઅતમાં સુરએ હમ્દ પઢે અને જ્યારેإِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعينُ સુધી પહોંચે તો સો (૧૦૦) વાર તકરાર કરે અને પછી સુરહને અંત સુધી પઢે, પછી એક વાર સુરએ “તૌહીદ” પઢે અને રુકૂઅ અને સજદો કરે અને એ બંનેનો ઝિક્ર સાત સાત વાર પઢે. બીજી રકઅતમાં પણ આવી જ રીતે પઢે, એના પછી આ દુઆ વાંચે. કત્એ રહેમના સિવાય જે કોઈ પણ હાજત હોય ખુદાથી માંગે, ખુદાવન્દે આલમ એની હાજત જરૂર પૂરી કરશે. એ દુઆ આવી રીતે છેઃ

أَللَّهُمَّ إِنْ أَطَعْتُكَ فَالْمَحْمَدَةُ لَكَ، وَ إِنْ عَصَيْتُكَ فَالْحُجَّةُ لَكَ، مِنْكَ الرَّوْحُ وَمِنْكَ الْفَرَجُ، سُبْحانَ مَنْ أَنْعَمَ وَشَكَرَ، سُبْحانَ مَنْ قَدَرَ وغَفَرَ.

 أَللَّهُمَّ إِنْ كُنْتُ قَدْ عَصَيْتُكَ، فَإِنّي قَدْ أَطَعْتُكَ في أَحَبِّ الْأَشْياءِ إِلَيْكَ وَهُوَ الْإيمانُ بِكَ، لَمْ أَتَّخِذْ لَكَ وَلَداً ، وَلَمْ أَدْعُ لَكَ شَريكاً، مَنّاً مِنْكَ بِهِ عَلَيَّ لا مَنّاً مِنّي بِهِ عَلَيْكَ، وَقَدْ عَصَيْتُكَ يا إِلهي عَلى غَيْرِ وَجْهِ الْمُكابَرَةِ، وَلَا الْخُرُوجِ عَنْ عُبُودِيَّتِكَ، وَلَا الْجُحُودِ لِرُبُوبِيَّتِكَ، وَلكِنْ أَطَعْتُ هَوايَ، وَأَزَلَّنِي الشَّيْطانُ.

 فَلَكَ الْحُجَّةُ عَلَيَّ وَالْبَيانُ، فَإِنْ تُعَذِّبْني فَبِذُنُوبي غَيْرَ ظالِمٍ، وَ إِنْ تَغْفِرْ لي وَتَرْحَمْني، فَإِنَّكَ جَوادٌ كَريمٌ، يا كَريمُ يا كَريمُ.

એક શ્ચાસમાં જેટલું શક્ય હોય “યા કરીમ” ને કહે અને પછી આ વાંચેઃ

يا آمِناً مِنْ كُلِّ شَيْ‏ءٍ، وَكُلُّ شَيْ‏ءٍ مِنْكَ خائِفٌ حَذِرٌ، أَسْأَلُكَ بِأَمْنِكَ مِنْ كُلِّ شَيْ‏ءٍ، وَخَوْفِ كُلِّ شَيْ‏ءٍ مِنْكَ، أَنْ تُصَلِّيَ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَأَنْ تُعْطِيَني أَماناً لِنَفْسي وَأَهْلي وَوَلَدي، وَسائِرِ ما أَنْعَمْتَ بِهِ عَلَيَّ، حَتَّى لا أَخافَ أَحَداً، وَلا أَحْذَرَ مِنْ شَيْ‏ءٍ أَبَداً، إِنَّكَ عَلى كُلِّ شَيْ‏ءٍ قَديرٌ، وَحَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكيلُ.

 يا كافِيَ إِبْراهيمَ نُمْرُودَ، يا كافِيَ مُوسى فِرْعَوْنَ، أَسْأَلُكَ أَنْ تُصَلِّيَ عَلى مُحَمَّدٍ وَآلِ مُحَمَّدٍ، وَأَنْ تَكْفِيَني شَرَّ فُلانِ بْنِ فُلانٍ.

فلان بن فلان” ફલાન બિન ફલાનની જગ્યાએ એ વ્યક્તિનો નામ લે જેના શર અને ઉપદ્રવથી ભયભીત છે. ઈન્શા અલ્લાહ ખુદાવન્દે આલમ એને એના શરથી સુરક્ષિત રાખશે.

પછી સજદામાં જાય પોતાની હાજત માંગે અને ખુદાની બારગાહમાં રડે. કેમકે એવો મોમીન પુરુષ અને સ્ત્રી નથી જે દુઆની સાથે નમાજ પઢે અને નિષ્ઠાથી દુઆ કરે મગર આકાશના દરવાજાઓ એની દુઆ કબૂલ થવા માટે ના ખુલી જાય. એજ સમયે અને એજ રાત્રે એની જે કોઈ પણ હાજત હોય પૂરી થઈ જાય છે અને આ ખુદાવન્દે આલમનો અમારા અને લોકો ઉપર કરમ અને મહેરબાની છે.[1]



[1] મહેજુદ દઅવાત, પાન નં ૩૫૧, અલ મિસ્બાહ, પાન નં ૫૨૨ થોડુંક અંતર સાથે.

 

 

    بازدید : 2070
    بازديد امروز : 113331
    بازديد ديروز : 279787
    بازديد کل : 158504916
    بازديد کل : 117711994