Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
આ લેખ "والسر المستودع فیھا" થી શું મુરાદ છે?

આ લેખ "والسر المستودع فیھا" થી શું મુરાદ છે?

હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની સલવાતમાં આ જુમલો આવ્યો છે અને આ સલવાત અમને સહીફએ મહેદીય્યહના પાન નં ૩૫૪ ઉપર ઝિક્ર કરી છે અને ત્યાં અમને આ બયાન કર્યું છે કે અમુક બુઝુર્ગ લોકોના મુતાબિક "السر المستودع" થી હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ મુરાદ છે એટલા માટે આવા અર્થનો પણ ઈમકાન છે.

આ પણ નોંધપાત્ર છે કે આવા જ લેખ હઝરત નરજીસ ખાતૂન સ.અ. ની ઝિયારતમાં પણ આવ્યો છે જેણે અમે સહીફએ મહેદીય્યહના પાન નં ૫૨૫ ઉપર ઝિક્ર કર્યું છે જેનાથી વિતેલી મુરાદમાં હઝરત ફાતેમા ઝહેરા સ.અ. અને હઝરત નરજીસ ખાતૂન સ.અ. ના દરમિયાન સમાનતામાં હઝરત ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ છે અને આ લેખો આ બંને બુઝુર્ગ વ્યક્તિઓ વીશે આવ્યાં છે અને ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ આ બંને મુકદ્દસ હસ્તિઓના વંશથી છે.

વધારે વિવરણઃ હઝરત ફાતેમા ઝહેરા સલામુલ્લાહ અલૈય્હા આ હદીસ (و لولا فاطمۃ لما خلقتکما) ના માધ્યમથી (سر مستودع) યાની ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહૂશ્શરીફના જન્મનો અસ્લી સબબ છે અને હઝરત નરજીસ ખાતૂન સ.અ. (سر مستودع) ના જન્મનો સબબ છે.

એટલા માટે જેવી રીતે હદીસે કેસાઅમાં હઝરત ફાતેમા ઝહેરા સલામુલ્લાહ અલૈય્હા પંજતનમાં અસ્લી આધાર છે આવી જ રીતે આ સલવાતમાં પણ આપહઝરત માટે અસ્લી આધાર છે અને હઝરત ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ આલે અબા પછી અમુક રિવાયતોના (و تاسعھم قائمھم و ھو افضلھم) માધ્યમથી બધા આઈમ્મહ અલૈહેમુસ્સલામથી અફઝલ અને સર્વક્ષેષ્ઠ છે. કેમકે આપહઝરત (الدولۃ الفاطمیۃ) યાની ફાતેમી હુકૂમતના માલિક છે કે જેમાં એ બધા જ રહસ્યો અને રાજોને જાહેર કરશે જેવી રીતે અમીરૂલ મોઅમેનીન અલી અલેહિસ્સલામ ફરમાવે છેઃ

"ما من علم الا و انا افتحہ و ما من سر الا و القائم یختمہ"

કોઈ પણ એવો ઈલ્મ અને વિજ્ઞાન નથી કે જેની શરૂઆત મેં કરી છે અને કોઈ પણ એવો રહસ્ય નથી કે કાએમ (હઝરત ઈમામ ઝમાના અ.જ.) એનો અંત કરશે. ઈન્શા અલ્લાહ ફાતેમી હુકૂમતના આવ્વાથી હઝરત ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ એજ (سر مستودع) હશે જે સૃષ્ટિના બધા જ રહસ્યો પ્રગટ અને જાહેર કરશે.

 

Mengunjungi : 1526
Pengunjung hari ini : 84895
Total Pengunjung : 301136
Total Pengunjung : 147888286
Total Pengunjung : 101302541