Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
અમુક પશ્નોના ઉત્તર

 

અમુક પશ્નોના ઉત્તર

 

અઝઃ કુરબાનીની તરફથી અલ-મુન્જી વેબ સાઈટ માટેઃ

 

સલામુન અલૈકુમ

૧. કૃપા કરીને ઈમામે સાદિક અ.સ. થી નક્લ થયેલી હદીસ “જુનૂદે અક્લ વ જહેલ” નો મત્ન અને અનુવાદ બયાન કરશો.

૨. "یصلح"  શબ્દના એઅરાબના વિશે સહીફએ મહેદીય્યહ અને બીજી પુસ્તકો (જેમકે મફાતીહુલ જનાન) માં અંતરને બયાન કરો, શું હાશિયહમાં એનો વિવરણ કરવું બહેતર નથી?

૩. મારી દષ્ટિકોણથી ઈમામ હુસૈન અ.સ. ની ઝિયારતે આશુરામાં આ જુમલા "ان یرزقنی طلب ثاری" માં "ثارکم" શબ્દ ઠીક લાગે છે અને આ જુમલો પણ "طلب ثارک مع امام منصور۔۔۔" પણ આ મતલબની તાઈદ કરે છે.

૪. “ઈમામે ઝમાના અ.જ. ની પુસ્તક અને દુનિયાને મુસખ્ખર થવું” ક્યારે પ્રકાશિત થશે? હું તિવ્રતાથી આ પુસ્તકની રાહ જોવું છું.

૫. શું આયતુલ્લાહ મુજતહેદી સીસ્તાનીથી મુલાકાત સંભવ છે? હું એમનાથી મુલાકાત કરવા માટે ઈચ્છુક છું મહેરબાની કરીને બતાવો.

 

અલૈકુમ સલામ

૧. હદીસે “જુનૂદે અક્લ વ જહેલ” ને મર્હૂમ કુલૈની ર.હ. એ એમની પુસ્તક ઉસૂલે કાફીમાં નક્લ કરી છે. તમે ઉસૂલે કાફીનો પહેલો ભાગ અને એનો અનુવાદ જુઓ.

૨. "صلح یصلح" ના ત્રણ વઝન નક્લ થયાં છેઃ صَلَحَ یَصلُحُ، صَلُحَ یَصلُحُ، صَلَحَ یَصلَحُ

મર્હૂમ સૈયદ બિન તાઉસ ર.હ. ની પુસ્તક મિસ્બાહુઝ્ઝાએર અને મર્હૂમ કફઅમી ર.હ. ની પુસ્તક અલ-બલદુલ અમીન અને અલ-મિસ્બાહમાં એ જુમલો "یصلح۔۔۔" મોજૂદ નથી.

અસ-સહીફતુસ સાદેકિય્યહ પુસ્તકમાં આ જુમલો મોજુદ છે અને એમાં આવી જ રીતે એઅરાબ છે જેવી રીતે સહીફએ મહેદીય્યહ પુસ્તકમાં છે.

આ પણ નોંધપાત્ર છે કે ઝાદુલ મઆદ પુસ્તક (ઈસ્લામીયહ પ્રકાશિત) માં પણ یصلُحُ (ઝમ્મહ ની સાથે) આવ્યું છે અને આ દુઆનો મદરક મફાતીહુલ જનાન પુસ્તક માટે છે.

આ પણ ઝિક્ર કરી દે કે یصلَحُ (લામ ઉપર ઝબર) કે જે મફાતીહુલ જનાન પુસ્તકમાં નક્લ થયું છે એ ગલત નથી પરંતુ મજમઉલ બહરૈન પુસ્તકમાં એને ત્રીજી લુગતના ઉનવાનથી તાબીર થયો છે.

એટલા માટે બહેતર છે કે આ શબ્દને ઝાદુલ મઆદ અને સહીફએ મહેદીય્યહની જેમ یصلُحُ (લામ ઉપર પેશ) થી વાંચવું જોઈએ.

૩. આ જુમલો "ان یرزقنی طلب ثاری یا ثارکم" પણ દુઆઓની પુસ્તકોમાં અલગ અલગ તરીકાથી નક્લ થયું છે. મિસ્બાહુલ મુતહજ્જદ પુસ્તકમાં (જે દુઆઓની પુરાણી પુસ્તકોમાંથી છે) મર્હૂમ શેખ તૂસી ર.હ. એ અને કેટલાક બીજા નુસ્ખામાં (ثاری) અને અમુક નુસ્ખાઓમાં (ثارکم) આવ્યું છે એટલા માટે એને જેવી રીતે ચાહો વાંચી શકો છો.

મર્હૂમ અલ્લામા મજલિસી ર.હ. એ ઝાદુલ મઆદ પુસ્તકમાં "و ان یرزقنی طلب ثاری مع امام مھدی۔۔۔" નક્લ થયું છે અને દુઆઓની પુરાણી કેટલીક પુસ્તકોમાં “ઈમામ મહેદી” પણ ઝિક્ર થયું છે.

અગર આનાથી પહેલાં અને બાદના લેખમાં (لکم و منکم) ઉપર ધ્યાન કરીએ તો સંભવ છે કે (ثارکم) બહેતર લાગે પરંતુ (ان یبلغنی المقام المحمود) ઉપર ગોર કરે અને (ثاری) ના મતલબ પર ધ્યાન રાખે તો (ثاری) કહેવું બહેતર છે.

મુલાકાત પછી વધારે વિવરણથી બયાન થશે.

૪. અમારી અમુક પુસ્તકો સમાપ્તિની મંઝિલમાં છે જે ઈન્શા અલ્લાહ જલ્દી જ પ્રકાશિત થશે.

૫. પહેલાથી સંપર્કની સુરતમાં મુલાકાત થઈ શકે છે.

 

 

Visit : 1698
Today’s viewers : 6167
Yesterday’s viewers : 322664
Total viewers : 149541235
Total viewers : 103723002