ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
14 એહલેબૈતની વાણીઓમાં ઈમામ મહેદીની અઝમત

એહલેબૈતની વાણીઓમાં ઈમામ મહેદીની અઝમત

હઝરત ઈમામ મહેદી અ.જ. ની અઝમતથી ઓળખ ઈન્તેઝારની રાહ પર ચાલવાનો મહત્વપૂર્ણ માધ્યમ છે તેથી અમે એના વિશે વિસ્તારથી બયાન કરીએ છીએઃ

એહલેબૈત અ.સ. થી ઈમામ મહેદીના વ્તક્તિત્વ અને અઝમત વિશે આવનાર રિવાયતો એમની મહત્વપૂર્ણ અને કંપિત કરનાર છે કે જેનાથી ઈન્સાનને હાર્ટ અટેક આવી જશે!

આ કેવી રીતે મુમકેન છે કે રૂહાની ઉંડાણમાં પ્રભાવ રાખનાર એવા વચનોના બાવજૂદ અમારા સમાજે “તાઉસે બહિશ્ત” ની જગ્યાએ “ઝાગ વ ઝગન” ને દિલથી લગાડી દીધો છે?

આટલા ગફલત કેમ? અને આ બધી વિસ્તૃતિ કેમ?

શું દીનના આલિમો અને બુઝુર્ગોએ આ રાહમાં કોઈ કાબેલ કાર્ય કર્યો છે?

શું પોતાને આહઝરતની સાથે સમજનાર હાકેમોએ એમના માટે કોઈ સેવા કરી છે?

શું ધનવાન અને શક્તિશાળા શીઆઓએ દીનના મૂળ અને હયાતી અમલ માટે પ્રયત્ન કર્યો છે?

શું લોકોએ ઈમામ મહેદી અ.સ. ની તરફ તવજ્જો રાખવાના માધ્યમથી પોતાની દુઃખી હાલમાં પરિવર્તન કર્યો છે?

હકીકત આ છે કે જનતાનો દરેક સમુદાય આ ગફલતમાં થોડું અથવા અધીક સામેલ છે (અગરચે આલિમો અને એના સિવાય એવા કેટલાક વ્યક્તિઓ હતાં અને છે જે પોતાની તોફીક અને તાકતના પ્રમાણે દીની એહકામને દિલ વ જાનથી જીંદા રાખવાનો પ્રયત્ન કર્યો છે) આ વિષયને છોડી નાખીએ કેમકે હકીકત કડવી હોય છે જે ખુદપસંદ લોકોને તકલીફ પહોંચાડશે.

હવે અમે એહલેબૈત અ.સ. ની અમુક વાણીઓને બયાન કરીએ છીએ તેથી તમને અંદાજ થશે કે એ હઝરાત એ ઈમામ મહેદી અ.જ. ને કેવા લેખમાં યાદ કર્યો છે?

કેવી રીતે લોકોને એમના આદરની શિક્ષા આપી છે!

૧. હઝરત રસુલે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું કેઃ

મારા માતા પિતા એમના ઉપર કુરબાન! એ મારા હમનામ અને મારા સમાન છે.

આ વાણીને હઝરત રસુલે અકરમ સ.અ.વ. એ ઈમામ મહેદી અ.જ. ની ગેબતના અફસોસનાક જમાનાને ઝિક્ર કર્યાં પછી ફરમાવ્યું છે કેઃ

"...سَيَكونُ بَعدي فِتْنَة صَمّاء صَيْلَم يَسْقُطُ فيها كُلُّ وَليجَة وَبطانة، وَذلِكَ عِندَ فُقْدان شيعَتكَ الخامس مِنَ السّابِع مِن‏ وُلْدِكَ، يَحْزُنُ لِفَقْدِه أَهْلُ الْأَرْضِ وَالسَّماء، فَكَمْ مُؤْمِن ‏وَمُؤْمِنَة مُتَأَسّف مُتَلهّف حيران عِنْدَ فَقْده.

ثمّ أطرق مليّاً ثمّ رفع رأسه وقال: بِأَبي وَاُمّي سَميّي ‏وَشَبيهي وَشَبيهِ مُوسى بن عمران، عَلَيه جَلابيب النُّور يَتَوَقّد مِنْ شُعاعِ الْقُدْسِ."[1]

મારા પછી એવો વિદ્રોહ પેદા થશે કે જે લોકોને બહેરો કરી દેશે અને આ બહુજ સખત મંઝિલ હશે આમાં દરેક ચુંટવાયેલો અને રાજદાર વ્યક્તિ ગિરી જશે અને આ એ સમય હશે જ્યારે તમારા શીઆ તમારી સંતાનોમાંથી સાતમા ઈમામની સંતાનોમાંથી પાંચમાને ગુમ કરી દેશે અને એના ગાયેબ થવાથી આકાશ અને જમીનના રહેવાસી દુઃખી થઈ જશે, કેટલાક મોમીન પુરુષ અન સ્ત્રી એવી હશે કે જે એમની ગેબતના સમયે દુઃખી અને ગમગીન હશે.

એ પછી આપહઝરત એ ધીમેથી પોતાના માથાને ઝુકાવ્યું અને પછી ઉઠાવીને ફરમાવ્યું કેઃ

મારા માતા પિતા એમના ઉપર કુરબાન! એ મારા હમનામ અને મારી અને મૂસા બિન ઈમરાનથી સમાનતા રાખે છે. એમના ઉપર નૂરનો કાપડ છે જે શોઆએ કુદ્સથી રોશની હાસિલ કરે છે.

૨. અમીરૂલ મોઅમેનીન હઝરત અલી અ.સ. એ એમના વિશે ફરમાવ્યું કેઃ

મારી જાન એમના ઉપર કુરબાન.....

અલ્લામહ મજલિસી ર.હ. એ આ વાણીની નિસ્બત હઝરત અલી અ.સ. ની તરફ આપી છે અને ફરમાવ્યું છે કેઃ

હઝરત અલી અ.સ. થી મન્સૂબ શેર (કવીતા) ની પુસ્તકમાં આપહઝરત એ ફરમાવ્યું કેઃ

"فَثَمَّ يَقوم القائِم الحَقّ مِنْكُم

وَبِالحَقِّ يَأْتيكُمْ وَبِالْحَقِّ يَعْمَل

سَمِيّ نَبِيّ‏اللَّه نَفْسي فِداؤُه

فَلاتَخْذُلُوه يا بنيّ وَعَجِّلوا"[2]

એ સમયે (અયોગ્ય હુકૂમતના પછી) તમારામાંથી હકને કાએમ કરનાર કેયામ કરશે અને તમારા માટે હક લાવશે અને એના ઉપર અમલ કરશે.

એ ખુદાના પયગમ્બરોનો હમનામ છે, અમારી જાન એમના ઉપર કુરબાન, એ મારા પુત્ર! એમની મદદને છોડી ના દેશો અને એમની મદદમાં જલ્દી કરશો.

૩. હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. એ ફરમાવ્યું છે કેઃ

મારા પિતા બહેતરીન સેવિકાના પુત્ર કુરબાન થઈ જાય.[3]

સોથી પહેલાં મઝલૂમ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. એ ઈમામ મહેદીના શારીરિક ગુણો બયાન કર્યા પછી એક વાણીના માધ્યમથી પોતાના દિલની બુલંદ ખ્વાહિશને જાહેર કરતાં ફરમાવ્યું છે, જેનો ઝિક્ર અમે કર્યો છે.

આ રિવાયતને જાબિર જોઅફી ર.હ. એ નક્લ કરી છે જે હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. અને હઝરત ઈમામ સાદિક અ.સ.ના ખાસ અસહાબમાંથી છે.

આ રિવાયતમાં હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. એ ઈમામ મહેદીના નેક શારીરિક ગુણો બયાન કર્યાં છે અને એમના રૂહાની ગુણો અને મલકૂતી શક્તિઓને બયાન કરવાથી નિષેધ કર્યો છે કેમકે એવા વ્યક્તિથી વાર્તાલાભ કરી રહ્યાં હતાં જે દુનિયાના નિર્માણમાં તબાહી અને ફસાદની જળ અને મૂળ કારણ છે.

હવે આ રિવાયતને જુઓઃ

જનાબ જાબિર જોઅફી ર.સ. કહે છેઃ અમે હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ને કહેતાં સાંભળ્યું છે કેઃ

"ساير عمر بن الخطّاب اميرالمؤمنين ‏عليه السلام فقال: أخبرني عن ‏المهديّ ما اسمه؟

فقال: أمّا اسمه فإنّ حبيبي عهد إليّ أن لا احدّث باسمه‏ حتّى يبعثه اللَّه.

قال: فأخبرني عن صفته.

قال: هُو شابٌّ مَرْبوع حَسَن الوَجْه حَسَن الشَعر، يَسيل ‏شَعْره عَلى مِنْكَبيه، وَنُور وَجْهِهِ يَعْلو سَوادَ لحيَته وَرَأسِه، بِأبي ابن خِيَرة الإمآء."[4]

ઉમર બિન ખત્તાબ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી અ.સ. ની સાથે ચાલી રહ્યાં હતાં. એમને પુછ્યું કેઃ મને મહેદીના વિશે ખબર આપો, એમનો નામ શું છે?

હઝરત અલી અ.સ. એ ફરમાવ્યું કેઃ પરંતુ મારા હબીબને મારાથી વચન લીધો છે કે એમના નામની કોઈને જાણકારી ના આપું, ત્યાં સુધી કે ખુદાવન્દે આલમ એમને મોકલી ના દે.

એને પુછ્યું કેઃ મને એમના ગુણો વિશે જાણકારી આપો.

હઝરતે ફરમાવ્યું કેઃ એવો જવાન અને સુંદર છે, એમના બાલ સુંદર અને બાવડું સુધી વિખરેલાં હશે અને એમના ચહેરાનો નૂર એમના કાળા બાલ અને દાઢી ઉપર જાહેર થશે, એ બહેતરીન સેવિકાના પુત્ર ઉપર મારા પિતા કુરબાન થઈ જાય!

૪. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ફરમાવે છે કેઃ

મારા પિતા બહેતરીન સેવિકાના પુત્ર ઉપર કુરબાન થઈ જાય.

આ વાણીને હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. એ બીજી વાર કહી છે અને હારિસ હમદાની એ અને અમીરૂલ મોઅમેનીન હઝરત અલી અ.સ. થી નક્લ કર્યું છે.

આપહઝરત એ આ રિવાયતમાં ઈન્તેકામની તલવારથી (જે હઝરત બકિય્યતુલ્લાહ અલૈહિસ્સલામના હાથમાં હશે) જાલિમોના જુલ્મ વ સિતમનો અંત માટે ઝિક્ર કર્યો છે અને ફરમાવે છેઃ

એ, એ છે કે જે દુનિયાના બધા જાલિમો અને સિતમગરોના ગળામાં જહેરનો કડવો જામ પીવડાવશે.

હવે આપહઝરતની આ વાણીને જુઓ જે દુઃખી લોકોના દિલને ખૂશ કરે છેઃ

"بِأبي ابن خِيَرة الإماء - يعني القائِم مِنْ وُلْده عليه السلام - يَسومُهم‏ خَسْفاً، وَيُسْقيهم بِكَأسِ مُصْبِرة، وَلايُعْطيهِمْ إلّا السَّيْف ‏هَرَجاً."[5]

બહેતરીન સેવિકાના પુત્ર ઉપર મારા પિતા કુરબાન થાય.

એટલે હઝરત કાએમ અ.જ. જે આપહઝરતના સંતાનોમાંથી છે અને તિરસ્કારને એમના ઉપર હમ્લ કરશે અને એ બર્તન જે સબ્રથા (જે બહુજ કડવી દવાથી) તરેલું હશે એ જાલિમોને પીવડાવશે અને એમને વિદ્રોહની તલવારના સિવાય કોઈ વસ્તુ ના આપશે.

હા! આ એ દિવસ હશે કે જ્યારે સકીફામાં વેસનાર અને એમના વારસદારોની હુકૂમતનો અંત થશે અને એ બધા જ જહેરનો કડવો જામ પીશે.

૫. હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. ફરમાવે છેઃ

મારા પિતા બહેતરીન સેવિકાના પુત્ર ઉપર કુરબાન થઈ જાય.

હઝરત અલી અ.સ. એ આ વાણીને એક વાર ફરીથી પોતાના ખુત્બામાં ફરમાવ્યું છેઃ

"فَانظُروا أَهْل بَيْت نَبِيّكُمْ فَإن لبدوا فالبدوا، وإن ‏استنصروكم فانصروهم، ليفرّجنّ اللَّه برجل منّا أهل البيت، بأبي ابن خيرة الإماء، لايعطيهم إلّا السيف هرجاً هرجاً، موضوعاً على عاتقه ثمانية."[6]

પોતાના પયગમ્બરના અહલેબૈતની તરફ જુઓ! અગર આરામથી બેસી જાયે તો તમે પણ આરામથી બેસી જાઓ અને અગર તમને મદદ માટે પોકારે તો એમની મદદ કરો, ખરેખર પરવરદિગારે આલમ અમારા અહલેબૈતમાંથી એક મનુષ્યને જન્મ આપશે.

બહેતરીન સેવિકાના પુત્ર ઉપર મારા પિતા કુરબાન થઈ જાય, એમને કંશુક નહી આપશે મગર તલવાર, કેવી જંગ થશે! કેવે વિદ્રોહ થશે! આઠ માસ સુધા પોતાના ખભા ઉપર તલવાર રાખશે.

આ ખુત્બામાં હઝરત અલી અ.સ. દુનિયાના સંશોધન, દુનિયાથી જાલિમો અને અત્યાચારોના અંત વિશે ખુશખબર આપી છે અને ફરમાવે છે કે આઠ માસ સુધી આ જમીન ઉપર જાલિમો સાથે જંગ થશે અને એના પછી આખી દુનિયામાં મહોબત અને મિત્રતાની હુકૂમત હશે.

૬. હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. ફરમાવે છેઃ

આહ! હું કેટલું એમને જોવાની આરજુ કરું છું.

હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. એ આ વાણીને હઝરત ઈમામ મહેદીના નેક ગુણોને યાદ કરતાં અને વિદ્રોહ વ ફસાદ ઝિક્ર કર્યાં પછી ફરમાવ્યું કેઃ

هاه - وأومأ بيده إلى صدره - شوقاً إلى رؤيته.[7]

આહ! અને પછી પોતાના મુબારક દિલની તરફ ઈશારો કર્યો “અમે કેટલી એમના ઝિયારતની આરજુ રાખીએ છીએ!

કેમકે આપહઝરતને પોતાના વિશાળ ઈલ્મના માધ્યમથી માલૂમ હતો કે સકીફામાં જમા થનાર લોકોએ વિદ્રોહનો જે બીજ નાખ્યો હતો એ વિદ્રોહ એવી જ રીતે જારી થશે, એની આગ અને ધુંવો એક જમાના સુધી આખી દુનિયાને કાળું કરતો રહેશે. આ સિયાહી અને કાળુંપણું દુનિયાના બધા લોકોને ધેરી લેશે અને આ જુલ્મ અને અત્યાચાર એ સમય સુધી જારી રહેશે જ્યાં સુધી મુન્તકિમે આલે મોહમ્મદ ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ પોતાના ૩૧૩ સાથીઓના સાથે કેયામ ફરમાવશે જે વ્યક્તિઓએ પોતાના નફ્સની ઈસ્લાહ અને તહેઝીબની સાથે વિલાયતને પોતાની રૂહમાં રાખ્યો છે એ જાલિમોથી દુનિયાના બધા મઝલૂમોનો બદલો લેશે.

અગર લોકો સકીફાના અંધેર દિવસોમાં પોતાની જાનની બાજી લગાવનાર કાએનાતના મદદગાર, પ્રથમ મઝલૂમ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ની સાથે હોતાં તો દુશ્મન વહીના ઘરમાં આગ ના લગાવી શકતાં, દુનિયાના અમીરના ગળામાં રસ્સી ના ડાલી શકતાં અને ચંદ્રના ચહેરાને વાદળી ના કરતાં.

હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. પોતાના એક ખુત્બામાં ફરમાવે છેઃ

فَنَظَرْتُ فَإذا لَيس لي مُعين إلّا أَهْل بَيْتي فَضَنَنْتُ بِهِمْ عَن ‏الْمَوْت، وَ أَغْضَيتُ عَلى القَذى، وَ شَرِبْتُ عَلى الشَّجى، وَ صَبَرْتُ عَلى أَخْذِ الْكَظْم، وَ عَلى أَمرّ مِن طَعْمِ الْعَلْقَم."

“(જ્યારે વિરોધીઓએ ખિલાફતને લૂંટા લીધું જે અમારો હક હતો તો પાતાના કાર્યમાં) મે વિચાર કર્યું તો જોયું કે મારા એહલેબૈતના સિવાય કોઈ પણ મારો મદદગાર નથી, હું એ ઉપર રાજી ના થયો કે એ બધાની હત્યા થઈ જાય અને એ આંખો જેમાં તરણું ચાલી ગયો હતો એને બંદ કરી લીધી, જ્યોરે કે એને મારા ગળાની હડ્ડીને બાંધી દીધું હતું પરંતુ મે નિગળી ગયો (સખત દુઃખના કારણ) સાંસ લેવું મુશ્કેલ હતું (બહુજ કડવી જળીબૂટીના) સ્વાદથી પણ કડવી વસ્તુઓ ઉપર અમે ધીરજ રાખ્યો અને સબ્ર કર્યો.”[8]

હા! આ બ્રહ્માંડના સોથી મઝલૂમ વ્યક્તિ પોતાના ઉપર આવનાર જુલ્મોને બયાન કર્યાં પછી ભવિષ્યમાં થવાવાળા વિદ્રોહને બયાન કરે છે અને બધા જુલ્મ વ સિતમ કરનારાઓના નામ ઝિક્ર કર્યાં પછી ફરમાવે છે)

આહ! હું એમને જોવા માટે કેટલો શોખ રાખું છું.

૭. ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ફરમાવે છેઃ

અગર હું એ જમાનામાં રહ્યો તો પોતાને એ સાહેબે અમ્ર માટે સુરક્ષિત રાખીશ.

આ વાણી એ ઈમામના જબાનથી નિકળી છે જેમને આખી દુનિયામાં ઈલ્મ વ હિકમતને ફેલાવ્યો છે અને જે બ્રહ્માંડના નિર્માણના બધા રહસ્યોથી આગાહ છે. એમના માટે ભવિષ્ય અને ભવિષ્યમાં આવનાર અને ભુતકાળ અને એમાં રહેનાર વ્યક્તિઓ એવી જ રીતે છે જેમકે એમના સામે હાજર હોય.

ઈમામ એ ભવિષ્ય અને એમાં આવનાર વ્યક્તિઓના વિશે ઝિક્ર કર્યું તો હઝરત ઈમામ મહેદીના ઝહૂરથી પહેલાં કેયામના વિશે આવી રીતે બયાન ફરમાવે છેઃ

"...أَما إنّي لَوْ أدركتُ ذلِكَ، لَاسْتَبقَيت نَفْسي لِصاحِب هذا الأَمْر."[9]

“જાણી લો! અગર હું એ જમાનામાં રહ્યો તો પોતાને એ સાહેબે અમ્ર (અ.જ.) માટે સુરક્ષિત રાખીશ.”

મર્હૂમ આયતુલ્લાહ શેખ મોહમ્મદ જવાદ ખુરાસાનીએ પોતાની પુસ્તકમાં હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ની વાણીને વિવરણ કરતાં લખે છેઃ એ જમાનાથી ઈમામની મુરાદ એ સમય છે જ્યારે “શીલા” થી એક સમુદાય હકને હાસિલ કરવા માટે કેયામ કરશે.

૮. ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ફરમાવે છેઃ

મારા માતા પિતા એમના ઉપર કુરબાન થઈ જાય! એ મારા હમનામ છે અને એમનો ઉપનામ મારો ઉપનામ છે.

મારા માતા પિતા એમના ઉપર કુરબાન જે આખી દુનિયાને ન્યાય અને ઈન્સાફથી એવી જ રીતે ભરી દેશે જેવી રીતે એ જુલ્મથી ભરી ગઈ છે.

આ રિવાયતને અબૂ હમઝહ સોમાલી ર.હ. એ નક્લ કરી છે જે હઝરતના બુઝુર્ગ અસ્હાબમાંથી છે. એ કહે છેઃ એક દિવસે હું હઝરત ઈમામ મોહમ્મદ બાકિર અ.સ. ની ખિદમતમાં હતો, જ્યારે બધા લોકો એમના પાસેથા ચાલ્યા ગયાં તો ઈમામે મારાથી ફરમાવ્યું કેઃ

"يا أبا حَمْزَة؛ مِنَ المَحتوم الّذي حَتَمه اللَّه قيام قائمنا، فمَن ‏شَكّ فيما أَقول لَقى اللَّه وهو به كافر.

ثمّ قال: بأَبي وَاُمّي المُسَمَّى بِاسمي وَالمُكَنَّى بكُنْيَتي، السابِع مِن وُلدي، بِأبي مَن يَمْلأ الأرْضَ عَدلاً وَقِسْطاً كَما مُلِئَت ظُلْماً وَجَوْراً.

يا أبا حَمْزَة؛ مَن أَدْرَكه فَيسلّم له ما سَلَّم لِمُحمّد وَعَليّ عليهما السلام ‏فَقَد وَجَبت لَه الجَنّة، ومَن لَم يُسَلّم فَقَد حَرَّم اللَّه عَليْه الجَنّة وَمَأْواه النّار وَبِئْس مَثْوَى الظالِمين."[10]

એ અબૂ હમઝહ! જે વસ્તુઓને ખુદાવન્દે આલમે સત્ય કરાર આપી છે એમાંથી એક અમારા કાએમ (અ.જ.) નો કેયામ છે અગર અમે જે કહ્યું છે એમાં કોઈ સંદેહ કરે તો એ એવી હાલતમાં ખુદાથી મુલાકાત કરશે કે જે કાફર હશે.

પછી ફરમાવ્યું કેઃ અમારા માતા પિતા એમના ઉપર કુરબાન! એમનો નામ મારા નામ ઉપર છે અને એમનો ઉપનામ મારા ઉપનામ ઉપર રાખ્યો છે એ અમારી સાતમી સંતાનમાંથી છે.

મારા પિતા એમના ઉપર કુરબાન! જે આખી દુનિયાને ન્યાય અને ઈન્સાફથી ભરા દેશે જેવી રીતે એ જુલ્મ વ અત્યાચારથી ભરી ગઈ હશે.

એ અબૂ હમઝહ! જે કોઈ પણ એમના જમાનામાં હોય એવી જ રીતે એમની આજ્ઞા પાલન કરે જેવી રીતે મોહમ્મદ (સ.અ.વ.) અને અલી (અ.સ.) ની સામે આજ્ઞાપાલન કરતાં હતાં તો એના ઉપર જન્નત વાજીબ છે અને જે એમની આજ્ઞાનો પાલન ના કરે તો ખુદાવન્દે આલમ એના ઉપર જન્નતને હરામ કરી દેશે અને એની જગ્યા નરકમાં હશે જે જાલિમો માટે બહુજ ખરાબ જગ્યા છે.

૯. ઈમામ જાફર સાદિક અ.સ. ફરમાવે છેઃ

અગર હું એમના (ઈમામ મહેદી અ.જ.) જમાનામાં હોઉં તો જ્યાં સુધી જીવિત રહીશ એમની સેવા કરતો રહીશ.

હઝરત ઈમામ જાફર સાદિક અ.સ. એ આ વાણી એ સમયે ફરમાવી જ્યારે તમારાથી ઈમામ મહેદીના વિશે પ્રશ્ન થયોઃ

"هَل وُلِد القائم؟

قال: لا، وَلَو أَدْرَكْته لَخدمته أَيّام حَياتي."[11]

શું હઝરત કાએમ (અ.જ.) નો જન્મ થઈ ગયો છે?

ઈમામ એ ફરમાવ્યું કેઃ ના, અગર હું એમનો જોઉં તો મારી આખી જીંદગી એમની સેવા કરીશ.

૧૦. હઝરત ઈમામ જાફર સાદિક અ.સ. ફરમાવે છેઃ

મે આલે મોહમ્મદ અલૈહેમુસ્સલામના નૂર માટે દુઆ કરી.

એબાદ બિન મોહમ્મદ મદાએની કહે છેઃ ઈમામ જાફર સાદિક અ.સ. એ ઝોહરના નમાજ પછી દુઆ કરવા માટે હાથ ઉપર કર્યાં અને દુઆ કરી.

અમે કહ્યું કેઃ અમારી જાન તમારા ઉપર કુરબાન થાય! તમે તમારા માટે દુઆ કરી છે?

ઈમામે ફરમાવ્યું કેઃ

"دَعَوْتُ لِنُور آل مُحَمّد عليهم السلام وَسائِقِهِمْ وَالْمُنْتَقم بِأمْرِ اللَّهِ مِن ‏أَعْدائِهم."[12]

મે આલે મોહમ્મદ અલૈહેમુસ્સલામના નૂર માટે દુઆ કરી છે જે ગાયેબ છે અને જે ખુદાના આદેશથી એમના દુશ્મોનોથી ઈન્તેકામ લેશે.

અવશ્ય ખાનદાને વહી અ.સ. માં બધા ઈમામ નૂર છે અને એમની ઓળખાણ, ખુદાની ઓળખની નૂરાનિયતથી છે પરંતુ આ રિવાયતમાં ઈમામ સાદિક અ.સ. ની વાણી પ્રમાણે આપહઝરત નૂરલ અનવાર છે.

૧૧. હઝરત ઈમામ મૂસા કાઝિમ અ.સ. ફરમાવે છેઃ

મારા પિતા એમના ઉપર કુરબાન થાય! જેના ઉપર ખુદાની રાહમાં મલામત કરનારાઓની મલામત પ્રભાવ નથી રાખતી.

મારા પિતા એમના ઉપર કુરબાન થાય! જે ખુદાના આદેશથી કેયામ કરશે.

યહયા બિન ફઝલ નૌફેલી બયાન કરે છેઃ

હઝરત ઈમામ મૂસા કાઝિમ અ.સ. અસરની નમાજ પછી પોતાના હાથોને દુઆ માટે બુલંદ કરીને આ દુઆ કરીઃ

અમે આપહઝરતથા કહ્યું કે તમે કયા વ્યક્તિ માટે દુઆ કરી છે?

હઝરત એ ફરમાવ્યું કેઃ

"قال: ذلِك المَهديّ مِن آلِ مُحَمّد عليهم السلام.

قال: بِأَبي الْمُنبدح البَطن، المَقْرون الحاجِبَيْن، أَحْمَش ‏الساقَيْن، بَعيد مابَيْن المنكَبين، أَسْمَر اللّون، يعتاده مَع ‏سمرته صفرة مِن سهر الليل، بِأبي مَن لَيْله يرعى النُّجُوم ساجِداً وراكِعاً، بِأَبي مَن لايَأخُذه في اللَّه لَوْمَة لائِم، مِصْباح الدُّجى، بِأَبي القائِم بِأمرِ اللَّه."[13]

“મહેદી આલે મોહમ્મદ અલૈહેમુસ્સલામ માટે.

પછી ફરમાવ્યું કેઃ મારા પિતા એમના વજૂદ ઉપર કુરબાન! જેમની ભમર એકસાથે મિશ્રણમાં છે, પીંડી પાતળી છે, ખભા મજબૂત અને મોરી રંગનાં છે અને તહજ્જુદ અને જાગરણના કરાણે એમનો રંગ પીળો છે.

મારા પિતા એમના ઉપર કુરબાન! જે રાતોમાં સજદહ અને રુકૂઅની હાલતમાં તારાઓને આથમાની રાહ જુવે છે.

મારા પિતા એમના ઉપર કુરબાન! જે ખુદાના આદેશથી કેયામ કરશે.

૧૨. હઝરત ઈમામ રેઝા અ.સ. ફરમાવે છેઃ

મારા માતા પિતા એમના ઉપર કુરબાન! જે અમારા દાદા રસુલે ખુદા સ.અ.વ.ના હમનામ છે, જે મારી અને હઝરત મૂસા બિન ઈમરાન અ.સ. ની છબી છે.

હઝરત ઈમામ રેઝા અ.સ. એ આ વાણી ઈમામ મહેદી અ.જ. ની ગેબતના જમાનામાં સખત ફિતનાને ઝિક્ર કર્યાં પછી ફરમાવ્યું કેઃ

આ ફિતના એટલા સખત હશે કે ચાલાક અને હાશિયાર લોકોને પણ પોતાના જાલમાં ગિરફ્તાર કરી લેશે.

અગરચે એ દીન અને દીનદારીનો દાવો કરે છે પરંતુ એમની ગુમરાહીના લીધે ગુરબત અને એકલાપણું એવી રીતે ઈમામ મહેદી અ.સ. ને ઘેરી લેશે કે આકાશ અને જમીન અને દરેક આગાહ અને દર્દે દિલ રાખનાર ઈન્સાન આપહઝરત માટે રડશે.

હવે હઝરત ઈમામ રેઝા અલૈહિસ્સલામની વાણી ઉપર ધ્યાન આપોઃ

"لابُدّ مِن فِتْنة صَمّاء صَيْلَم يَسْقُط فيها كُلّ بطانة وَوَليجَة وذلكَ عِنْد فُقْدان الشّيعة الثالث مِن وُلدي، يَبكي عَليْه اهل السماء وأهْل الأرض وَكُلّ حَريّ وَحَرّان وَكُلّ حَزين ‏وَلَهْفان.

ثمّ قال عليه السلام: بِأَبي وَاُمّي سَمِيّ جَدّي صلى الله عليه وآله وسلم وَشَبيهي وَشَبيه ‏مُوسَى بن عِمْران عليه السلام، عَلَيه جُيوب النّور، يَتَوَقّد مِن شُعاع‏ ضِياء القُدْس."[14]

સખત અને કઠોર ફિતનો જરૂર જાહેર થશે, જેમાં દરેક રાઝદાર અને ચુંડવાયેલો વ્યક્તિ ગિરી જશે અને આ એ સમયે થશે કે જ્યારે શીઆ અમારી સંતાનોમાંથી ત્રીજા પુત્રને ગુમાવી દેશે, એમના ઉપર આકાશ અને જમીન વાસીઓ રડશે અને ખોજ અને પ્રયાસ કરનારામાં દરેક પુરુષ અને મહિલા અને દરેક દુઃખી વ્યક્તિ રડશે.

પછી ફરમાવ્યું કેઃ મારા પિતા એમના વજૂદ ઉપર કુરબાન! જે અમારા દાદા રસુલે ખુદાના હમનામ અને મૂસા બિન ઈમરાન અ.સ. ની છબી છે એમના ઉપર નૂરાની પોશાક છે જે કુદ્સની કિરણોથી રોશની હાસિલ કરે છે.[15]

ઈમામ રેઝા અ.સ. થી રિવાયત નક્લ થઈ છે કે આપહઝરત ખુરાસાનમાં એમની એક બેઠકમાં “કાએમ” શબ્દને ઝિક્ર કર્યું, પછી ઉભા થઈ ગયાં અને એમના બંને હાથ શિર ઉપર રાખીને કહ્યું કેઃ

أللّهمّ عجّل فرجه وسهّل مخرجه

અને પછી લોકોથી ઈમામ મહેદી અલૈહિસ્સલામના ગુણો બયાન કર્યાં.

મર્હૂમ મોહદ્દિસે નૂરી ર.હ. “નજમુસ્સાકેબ” પુસ્તકમાં ફરમાવે છેઃ હઝરત ઈમામ મહેદી અ.જ. નો નામ અને ખાસ કરીને એમનો ખાસ ઉપનામ સાંભળવા પછી લોકોનું એમના સંમાન માટે ઉભું થઈ જવું બધા દેશોના તમામ શીઆઓની વિશેષતા અને સ્વભાવ રહ્યો છે. અરબ, અજમ, તુર્ક, દેય્લમ અને એહલે સુન્નત પણ આ નેક સ્વભાવ ઉપર અમલ કરે છે.[16]

અલ્લામહ અમીની “અલ-ગદીર” માં લખે છેઃ

રિવાયત થઈ છે કે જ્યારે દેઅબલ એ ઈમામ રેઝા અ.સ. માટે કસીદહ પઢયો અને હઝરત હુજ્જતને યાદ કર્યુઃ

 

"فلولا الّذي أرجوه في اليوم أو غدٍ

تقطّع نفسي إثرهم حسراتي

خروج إمام لا محالة خارج

يقوم على اسم اللَّه والبركاتِ"

હઝરત ઈમામ રેઝા અ.સ. એ પોતાના હાથ શિર પર રાખીને સંમાન કર્યો અને ઈમામ મહેદીના ઝહૂર માટે દુઆ કરી.[17]

પુસ્તકના મુકદ્દમહને “તનઝીહુલ ખાતિર” માં આવનાર રિવાયતથી સમાપ્ત કરું છુઃ

હઝરત ઈમામ જાફર સાદિક અ.સ. થી પ્રશ્ન થયો કે જ્યારે હઝરત મહેદીના ઉપનામોમાંથી “કાએમ” શબ્દનો ઝિક્ર થાય તો ઉભું થવાનો શું અર્થ છે?

ઈમામ સાદિક અ.સ. એ ફરમાવ્યું કેઃ

એટલા માટે કે એમની ગેબત બહુજ લાંબી છે અને આપહઝરત ધણી મહોબતની સાથે એમના દોસ્તોને જોય છે, જે એમને આ ઉપનામથી યાદ કરે કે જે એમની હુકૂમત અને ગુરબતની દલીલ છે. જેવી રીતે એક સેવક પોતાના આકા માટે સંમાન કરે છે, એમને એવી રીતે સંમાન કરવું જોઈએ કે જ્યારે એ સાહેબે જલાલ આકા પોતાની નજરોથી એમની તરફ જુવે તો એમની સામે ઉભો થઈ જાય.

તેથી જે કોઈ પણ આ નામને પોતાની જબાન ઉપર લાવે એને ઉભું થઈ જવું જોઈએ અને પરવરદિગારે આલમથી એમના ઝહૂરના જલ્દી માટે દુઆ કરવી જોઈએ.[18]

ખુદાવન્દે આલમથી દુઆ છે કે અમે એહલેબૈતના વાસ્તવિક શીઆઓમાં કરાર દે અને બધી તારીફો ખુદાથી મખસૂસ છે જે જગતનો પરવરદિગાર છે.

وما توفيقي إلّا باللَّه

મુર્તુઝા મુજતહેદી સીસ્તાની


 



[1] કિફાયતુલ અસર, પાન નં ૧૫૮, બેહારૂલ અનવાર, ભાગ ૩૬, પાન નં ૩૩૭, ભાગ ૫૧, પાન નં ૧૦૯

[2] બેહારૂલ અનવાર, ભાગ ૫૧, પાન નં ૧૩૧

[3] હઝરત નરજીસ ખાતૂન સ.અ. રૂમની રાણી હતી. એહલેબૈતથી જોળાવ માટે એમએ સેવિકાઓની પોશાક પહેરી અને એમાં દાખલ થઈ ગઈ, પછી એમણે હઝરત બકિય્યતુલ્લાહિલ આઝમ અ.જ. ની માતા હોવાનું ગૌરવ હાસિલ થયું.

[4] બેહારૂલ અનવાર, ભાગ ૫૧, પાન નં ૩૬

[5] અલ ગૈબત, મર્હૂમ નોઅમાની, પાન નં ૨૨૯

[6] બેહારૂલ અનવાર, ભાગ ૫૧, પાન નં ૧૨૧

[7] બેહારૂલ અનવાર, ભાગ ૫૧, પાન નં ૧૧૫

[8] નહેજીલ બલાગા, ફૈઝુલ ઈસ્લામ, ખુત્બા નં ૨૬, પાન નં ૯૨

[9] અલ ગૈબત, મર્હૂમ નોઅમાની, પાન નં ૨૭૩

[10] બેહારૂલ અનવાર, ભાગ ૫૧, પાન નં ૧૩૯, ભાગ ૨૪, પાન નં ૨૪૧, ભાગ ૩૬, પાન નં ૩૯૪

[11] અલ ગૈબત, મર્હૂમ નોઅમાની, પાન નં ૨૭૪, બેહારૂલ અનવાર, ભાગ ૫૧, પાન નં ૧૪૮

[12] ફલઅહુસ્સાએલ, પાન ન. ૧૭૦

[13] બેહારૂલ અનવાર, ભાગ ૮૬, પાન નં ૮૧

[14] અલ ગૈબત, મર્હૂમ નોઅમાની, પાન નં ૧૮૦, કમાલુદ્દીન, પાન નં ૩૭૦, બેહારૂલ અનવાર, ભાગ ૧૫, પાન નં ૧૫૨, ઈલઝામુન નાસિબ, ભાગ ૧, પાન નં ૨૨૧

[15] અમે આ રિવાયતની જેવી એક રિવાયત રસુલે ખુદા સ.અ.વ. થી નક્લ કરી છે.

[16] ઈલઝામુન નાસિબ, ભાગ ૧, પાન નં ૨૭૧

[17] અલ-ગદીર, ભાગ ૨, પાન નં ૩૬૧, આવી જ એક રિવાયત અલ્લામહ મજલિસી ર.હ. એ બેહારૂલ અનવારના ૫૧મા ભાગના ૧૫૪ પેજ ઉપર નક્લ કરી છે.

[18] ઈલઝામુન નાસિબ, ભાગ ૧, પાન નં ૨૭૧
 

 

 

 

    મુલાકાત લો : 2304
    આજના મુલાકાતીઃ : 0
    ગઈકાલના મુલાકાતીઃ : 142636
    સૌ મુલાકાતીની સંખ્યા : 140915576
    સૌ મુલાકાતીની સંખ્યા : 97326437