ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
12 હઝરત બકિય્યતુલ્લાહની તરફ ધ્યાન

હઝરત બકિય્યતુલ્લાહની તરફ ધ્યાન

અમે ખબર હોવી જોઈએ કે હઝરત બકિય્યતુલ્લાહિલ આઝમ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની તરફ ધ્યાન રાખવાનો પરિણામ ખુદાવન્દે આલમની તરફ ધ્યાન રાખવું છે. જેવી રીતે બીજા ઈમામોની તરફ તવજ્જો ખુદાવન્દે આલમની તરફ ધ્યાન આપવું છે.

તેથી આઈમ્મએ અતહાર અલૈહેમુસ્સલામની ઝિયારત અને એમનાથી તવસ્સુલ ખુદાવન્દે આલમની તરફ તવજ્જોનો કારણ છે. એટલા માટે જે કોઈ પણ ખુદાના નજીક જવાનો ઈરોદો રાખે છે એ આઈમ્મએ માસૂમીનની તરફ જાએ છે.

અમે ઝિયારતે જામેઆમાં વાંચીએ છીએઃ

وَمَنْ قَصَدَهُ تَوَجَّهَ بِكُمْ.

જે કોઈ પણ (ખુદાની તરફ) જવાનો ઈરાદો કરે એ તમારી તરફ તવજ્જો કરશે.

ઈન્સાન આઈમ્મએ તાહેરીન અ.સ. ની તરફ તવજ્જો કરે તો ના ફકત સફળતા અને તરક્કીના કારણોને પોતાના તરફ ખેંચી લે છે બલ્કે બુલંદ મકામ સુધી પહોંચવાના રાહની રુકાવટો અને ગુનાહોને પણ ખત્મ કરી દે છે. કેમકે ઈમામ મહેદી અ.જ. ની તરફ તવજ્જો આવી જ રીતે બીજા ઈમામોની તરફ તવજ્જો કરવાથી ઈન્સાન ઉપર ખુદાની રહેમત અને મગફેરતનો દરવાજો ખુલી જાય છે અને એના દિલની અંદરની કાળી વસ્તુ દૂર થઈ જાય છે.

હઝરત ઈમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. ની વાણી “أنا باب اللَّه” ના વિવરણમાં ફરમાવે છેઃ

يَعْني مَن تَوَجَّهَ بي إِلَى اللَّهَ غُفِرَ لَهُ[1]

એટલે કે જે કોઈ પણ મારા માધ્યમથી ખુદાવન્દે આલમની તરફ તવજ્જો કરશે એને માફ કરી દેવામાં આવશે.

એટલા માટે “باب اللَّه” ની તરફ તવજ્જો કરવાથી ઈન્સાન માફ કરી દેવામાં આવે છે અને પોતાના ગુનાહો અને રૂહાની રુકાવટોને પણ દુર કરી દે છે.

અગરચે ચોદ માસૂમીન નૂરાની મકામના માલિક હોવાથી બધા જમના એમના હાલમાં છે અને ઈન્સાનોને જોઈએ કે બધા જમાનામાં એમની તરફ તવજ્જો કરે પરંતુ “મકામાતે તનઝ્ઝુલિય્યહએ ઝમાનીયહ” ના લીધે દરે જમાનાના ઈન્સાનને જોઈએ કે એ પોતાના જમાનાના ઈમામ ઉપર તવજ્જો કરે. હવે આ રિવાયત ઉપર તવજ્જો કરોઃ

"مَنْ شَكَّ في أَرْبَعَة فَقَدْ كَفَر بِجَميع ما أَنْزَل اللَّهُ عَزّوجلّ؛ أَحَدُها مَعْرِفَةُ الإِمامِ في كُلِّ زَمانٍ وَأَوانٍ بِشَخْصِهِ وَنَعْتِهِ."[2]

અબદુલ્લાહ બિન કદામહ તિરમીદી કહે છે કે હઝરત ઈમામ કાઝિમ અ.સ. એ ફરમાવ્યું કેઃ

જે કોઈ પણ ચાર વસ્તુઓના વિશે શંકા કરે એ વ્યક્તિ એ બધી વસ્તુઓથી કાફર થઈ ગયો છે જેને પરવરદિગારે આલમ એ ઉતારયો છે અને એમાંથી એક દરેક જમાનામાં ઈમામની ઓળખ હાસિલ કરવી છે કે ઈન્સાન ઈમામને એજ ગુણોની સાથે ઓળખે જેના એ માલિક છે.

તેથી દરેક જમાનામાં એ સમયના ઈમામની ઓળખાણ વાજીબ છે અને આ કેવી રીતે મુમકેન છે કે કોઈ પોતાના જમાનાના ઈમામની ઓળખ રાખતો હોય અને એમની અઝમતથી પણ આગાહ હોય પરંતુ ધ્યાન અને તવજ્જો ના રાખે?!

તેથી ઈમામ મહેદી અ.જ. થા ગફલત અને તવજ્જો ના આપવી અને એમની ખાસિયતો અને વિશેષતાઓને સારી રીતે ઓળખ ના રાખવી ઠીક નથી ચાહે બીજા ઈમામોની તરફ એની તવજ્જો હોય. આ જમાનામાં અમારો કર્તવ્ય છે કે હઝરત બકિય્યતુલ્લાહ અ.જ. ની તરફ ખાસ તવજ્જો આપીએ કે જેની ઈમામતના જમાનામાં અમે છીએ.

મશહૂર આલિમે દીન મર્હૂમ મુલ્લા કાસિમ રશ્તી એ વિતેલા આલિમોથી બયાન કર્યું છેઃ

અવલિયાએ ખુદામાંથી એક આલિમે મને દુઆ તાલીમ આપી અને ફરમાવ્યું કેઃ આ દુઆને બીજા લોકોને પણ તાલીમ આપો અગર કોઈ મોમીન કોઈ મુસીબત અથવા પરેશાનીમાં ગ્રસ્ત હોય તો આ દુઆને વાંચે, આનો પ્રભાવ પણ પ્રયોગ થયેલો છે.

એમએ એવી રીતે દુઆ તાલીમ આપીઃ

"يا مُحَمَّدُ يا عَلِيُّ يا فاطِمَةُ يا صاحِبَ الزَّمانِ أَدْرِكْني ‏وَلاتُهْلِكْني."

મે દુઆ વાંચવા સમય થોડુંક સબ્ર કર્યો તો એમએ ફરમાવ્યું કે તમે આ લેખને ખોટું જાણો છો?

મે કહ્યું કેઃ હા! કેમકે આમાં ચાર વ્યક્તિઓ માટે ખિતાબ થયો છે અને એના પછી આવનાર જમા થવું જોઈએ.

એમએ ફરમાવ્યું કેઃ તમે ભૂલી રહ્યા છો કેમકે આ બ્રહ્માંડને પ્રબંધ કરનાર હઝરત બકિય્યતુલ્લાહ અ.જ. છે. અમે આ દુઆમાં હઝરત મોહમ્મદ, અલી, ફાતેમા અલૈહૈમુસ્સલામને એમના સામે શફાઅત માટે પોકારીએ છીએ અને ઈમામ મહેદી અ.જ. થી જ મદદ ચાહીએ છીએ.[3]

આ પણ નોંધપાત્ર છે કે જેવી રીતે પયગમ્બરે ઈસ્લામ અ.સ.વ. અને અમીરૂલ મોઅમેનીન હઝરત અલી બિન અબી તાલિબ અલૈહિસ્સલામના જમાનામાં જનાબે સલમાન ફારસી, અબૂઝર ગફ્ફારી, મિકદાદ અને બીજા અવલિયાએ ખુદા આ બુઝુર્ગ વ્યક્તિઓથી આશરો લેતા હતાં અને એમના વજૂદના દીપકના કિનારે પતંગિયુંની જેમ જમા થઈ જતા હતાં એવી જ રીતે ઈમામ હસન મજતબા અ.સ. અને સૈયદુશ શોહદા ઈમામ હુસૈન અ.સ. અને બીજા ઈમામોના જમાનામાં એ જનામાના અવલિયાએ ખુદા એ બુઝુર્ગ હસ્તીઓનું આદર કરતા હતાં અને એમની યાદથી ગફલત નથી કરતાં હતાં એવી જ રીતે આ જમાનામાં પણ જે લોકોને ખરું અને રૂહાની કમાલની રાહ મળી ગઈ, એ હઝરત બકિય્યતુલ્લાહ અ.જ. ની યાદ અને એમને નથી ભૂલતાં અમે દુઆએ નુદબહમાં વાંચીએ છીએઃ

أَيْنَ وَجْهُ اللَّهِ الَّذي إِلَيْهِ يَتَوَجَّهُ الأَوْلِياء؟

ક્યાં છે એ ખુદાનો ચહેરો જેની તરફ અવલિયોએ ખુદા તવજ્જો કરે છે?

તેથી આ જમાનામાં પણ ખુદાવન્દે આલમના બુઝુર્ગ અવલિયે એમના સમયના ઈમામની તરફ તવજ્જો કરે છે અગરચે એ લોકો એ એમને પહેચાણ્યું નથી પરંતુ આપહઝરતની સાથે સંબંધ રાખે છે અને એમના આદેશોથી લાભ લે છે. અમે આલે યાસીનની ઝિયારતમાં વાંચીએ છીએઃ

"اَلسَّلامُ عَلَيكَ حينَ تَقْرَءُ وَتُبَيِّنُ."

તમારા ઉપર સલામ હોય એ સમયે જ્યારે તમે કુર્આનની) તિલાવત અને (એના રહસ્યો) બયાન કરો છો.

તેથી દરેક જમાનામાં ઈન્સાનને જોઈએ કે એના જમાનાના ઈમામ ઉપર ખાસ તવજ્જો કરે. હવે ઈમામ રેઝા અ.સ. થી નક્લ થનાર આ રિવાયતને જુઓઃ

"عن مولانا الرضا، عن آبائه عليهم السلام قال: قال رَسولُ اللَّه صلى الله عليه وآله وسلم ‏في قَوْلِ اللَّه تَبارك وتَعالى: «يَوْمَ نَدْعُوا كُلَّ اُناسٍ ‏بِإِمامِهِمْ»[4]  قال: يُدْعى كُلُّ قَوْمٍ بِإِمامِ زَمانِهِمْ، وَكِتابِ اللَّه ‏وَسُنَّةِ نَبِيِّهِمْ."[5]

હઝરત ઈમામ રેઝા અ.સ. એમના પૂર્વજોથી નક્લ કરે છે કે રસૂલે અકરમ સ.અ.વ. એ ખુદાવન્દે આલમના આ આદેશના વિશેઃ “એ સમય જ્યારે બધા ઈન્સાનોને એમના ઈમામની સાથે બોલાવ્વામાં આવશે.” ફરમાવ્યું કેઃ દરેક વર્ગ એમના પોતાના ઈમામ, ખુદાની પુસ્તક અને પયગમ્બરે અકરમ સ.અ.વ. ની સુન્નત સાથે પોકારી જશે.

કયામતના દિવસે દરેક ઈન્સાનથી આ ત્રણ મહત્વપૂર્ણ અસલ અને હયાતી વસ્તુઓના વિશે પુછવામાં આવશે કે શું એ વ્યક્તિએ પોતાના જમાનાના ઈમામ અને આવી જ રીતે ખુદાની પુસ્તક અને પયગમ્બરની સુન્નતના વિશે પોતાનો કર્તવ્ય પૂરો કર્યો છે કે નહી!

તેથા કયામતના દિવસે ઈમામતનો મહત્વપૂર્ણ વિષય, પોતાના ઈમામની ઓળખ અને એમની તરફ તવજ્જો અથવા એમનાથી ગફલતના વિશે પ્રશ્ન થશે.

ઈમામ મહેદી અ. જ. ની તરફ તવજ્જોનું એક મહત્વપૂર્ણ માધ્યમ એ દુઆઓ, નમાજો અને ઝિયારતોનું ભણવું છે જે એમના વિશે અઈમ્મએ માસૂમીન અ.સ. થી રિવાયત થઈ છે અથવા પોતે એમનાથી જ નક્લ થઈ છે.

ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના બીજા ખાસ નાએબ જનાબ મોહમ્મદ બિન ઉસ્માનથી અહેમદ બિન ઈબ્રાહીમ એ જે વિનંતી કરી હતી એના ઉપર એમણે તાકીદ કરી.

تَوَجَّهْ إِلَيْهِ بِالزِّيارَةِ.[6]

હઝરત (ઈમામ મહેદી અ.જ.) ની ઝિયારતના માધ્યમથી તવજ્જો કરો.[7]

આ વાણીથી આ લાભ લઈ શકાય છે કે હઝરત ઈમામ મહેદીના વિશે ઝિયારતો અને દુઆઓના માધ્યમથી ઈન્સાન એમની તરફ તવજ્જો કરી શકે છે અને પોતાના દિલ અને રૂહને ઈમામ મહેદી અ. જ. ની તરફ આકર્ષિત કરી શકે છે.

ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના મકામ, વ્યક્તિત્વ અને જુદાઈ વ વિયોહના કષ્ટ અને પીડાની તરફ ધ્યાન રાખવાનો વિષયનો ઝિક્ર ના ફકત આપહઝરતની ગેબતના જમાનામાં બલ્કે અઈમ્મએ અતહાર અલૈહેમુસ્સલામના જમાનાથી મોજૂદ છે અને અઈમ્મએ અતહારમાંથી દરેક એ હઝરત બકિય્યતુલ્લાહ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના વ્યક્તિત્વ અને મકામને બયાન કર્યો છે અને આ બ્રહ્માંડના અમીરની ગેબતની જુદાઈ ઉપર ખેદ જાહેર કર્યો છે.

હકીકતમાં એહલેબૈત અ.સ. એ ના ફકત પોતાના બયાન અને કથનોમાં લોકો ઉપર ફરજ કર્યો છે કે એ દુનિયાના સરદાર અને અમીરની યાદમાં રહે અને એમની ગેબત અને જુદાઈમાં દુઃખી અને ગમગીન રહે બલ્કે અમલમાં પણ આંસુ બહાવવામાં અને એમની લાંબી ગેબતના કારણ ઊંહકારની સાથે દરેકને ઈન્તેઝારની શિક્ષા આપી છે, પરંતુ અફસોસ કે શીઆ આવા મહત્વપૂર્ણ વિષયથી ગાફેલ છે અને એને ભૂલી ગયાં છે અથવા એની તરફ ધ્યાન કમ આપે છે કે જે એમની દુનિયા અને આખેરતની જીંદગીમાં મહત્વપૂર્ણ પ્રભાવો રાખે છે.

એ બુઝુર્ગ વ્યક્તિઓ જેમનો કર્તવ્ય હતો અને છે કે લોકોને દુનિયા ઉપર મહત્વપૂર્ણ પ્રભાવો નાખનાર ખાસ વિષયથી આગાહ કરે પરંતુ એમણે આળસ કરી અને શીઆ સમાજ ગફલતના કારણ ભૂતકાળની જેમ વર્તમાન કાળમાં પણ આ મહત્વપૂર્ણ વિષય અને એવી જ રીતે હઝરત બકિય્યતુલ્લાહ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂરની નેઅમતથી વંચિત છે અને દુનિયાના સરદાર સાહેબુઝ ઝમાન અ.જ. ની દૂરી અને ગેબતના કારણે દુનિયા ઈલ્મી અને રૂહાની મંઝિલોમાં કમાલની નેઅમતથી વંચિત થઈ ગઈ છે. એવી જ રીતે જોર, નિપુણતા અને અત્યાચાર દુનિયા અને દુનિયા વાસીઓ ઉપર હાકેમ છે અને મલઉન હબતરીની હુકૂમતના કારણે અરબો મુસલમાનો અને બીજા લોકો એના ખૂની પંજામાં કેદ છે.

અમારો સમાજ દુનિયાની સમસ્યાઓમાં તલ્લીન છે અને એના કારણ ઉપર એવી રીતે જોએ છે કે એને મુસબ્બેબુલ અસબાબને ભૂલી ચુક્યો છે. દુનિયા સબબની જગ્યા છે અને આપણે જોઈએ કે પોતાના કાર્યો માટે સબબ અને વસીલહની તલાશમાં રહિયે પરંતુ આ એટલા સુધી ના હોય કે વસીલહ અને સબબની તલાશમાં મુસબ્બેબુલ અસબાબને જ ભૂલી જઈએ.

અમારો સમાજ એ પરવરદિગારે આલમ ઉપર તવજ્જો નથી રાખતો જેણે આ બ્રહ્માંડને વજૂદ આપ્યો અને એના વલી અને જાનશીનથી પણ ગાફેલ છે.

હઝરત સાહેબુલ અસ્ર વઝ ઝમાન અ. જ. થી લોકોની ગફલતનો એક મહત્વપૂર્ણ કારણ એમના વ્યક્તિત્વ અને મકામની સહી ઓળખ ના હોવી છે જ્યારે કે અઈમ્મએ માસૂમીન અ. સ. ની રિવાયતમાં એનો વિવરણ થયો છે.

અફસોસ છે કે કેટલાક એવા વ્યક્તિઓ જેમનો કર્તવ્ય હતો કે યથાર્થોને લોકો સુધી પહોંચાવે અને એમને દુનિયાના સૈયદ વ સરદારની તરફ ધ્યાન રાખે પરંતુ એ આ શરઈ (દીની) જવાબદારીને સંપૂર્ણ કરવામાં સફળ ના થઈ.

અહિંયા જે કંઈ પણ હઝરત યુસુફ અલૈહિસ્સલામના ભાઈઓએ હઝરત યાકૂબ અ.સ. થી કહ્યું એજ અમે હઝરત ઈમામ મહેદી અ.જ. થી કહીએ છીએ અને એવી રીતે અમારા કરીમ અને મહેરબાન ઈમામથી માફી માંગીએ છીએઃ

يا أَبانَا اسْتَغْفِرْ لَنا ذُنُوبَنا إِنَّا كُنَّا خاطِئينَ[8]

“એ અમારા પિતા હવે તમે અમારા ગુનાહો માટે માફી માંગો અમે ખરેખર ગુનેગાર હતાં.”

આશા છે કે અમારા ભૂતકાળ માટે ઈમામની ક્ષમા અમારા ભવિષ્યકાળને પૂરી કરશે અને અમે એમને યાદ કરીએ છીએ અને અમે પોતાની પૂરી શક્તિથા બીજાને આ મુકદ્દસ વજૂદની તરફ આકર્ષિત કરીએ.



[1] બેહારૂલ અનવાર, ભાગ ૩૯, પાન નં ૩૪૯

[2] બેહારૂલ અનવાર, ભાગ ૭૨, પાન નં ૧૩૫

[3] દારુસ્સલામ, મર્હૂમ ઈરાકી, પાન નં ૩૧૭, અમે “સહીફએ મહેદિય્યહ પુસ્તકના પાન નં ૩૫૬ ઉપર આખી ઘટનાને ઝિક્ર કરી છે.

[4] સુરએ ઈસરાઅ, આયત ૭૧

[5] બેહારૂલ અનવાર, ભાગ ૮, પાન નં ૧૦

[6] બેહારૂલ અનવાર, ભાગ ૫૩, પાન નં ૧૭૪

[7] અહિંયાં ઝિયારતે નુદબહ મુરાદ છે જેને અમે આ પુસ્તકમાં ઝિયારતના અંતિમ ભાગમાં બયાન કરીશું.

[8] સુરએ યુસુફ, આયત ૯૭

 

 

    મુલાકાત લો : 2169
    આજના મુલાકાતીઃ : 0
    ગઈકાલના મુલાકાતીઃ : 142580
    સૌ મુલાકાતીની સંખ્યા : 140915463
    સૌ મુલાકાતીની સંખ્યા : 97326381