ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
બહેસનો પરિણામ

બહેસનો પરિણામ

ઈન્તિઝાર, આશા જગાવ્વાવાળી અને નિજાત દીલાવ્વાવાળી એવી હાલત છે જે ઈન્તિઝાર કરવાવાળા લોકોને ગ઼ૈબતના સીયાહ જમાનામાં ઝુલમત વ તારીકીના તુફાનથી નિજાત દિલાવશે અને એમને નુર વ પવિત્રતાની વાદી તરફ ખેંચી લેશે.

ઈન્તિઝાર, દુ:ખી લોકોને એક નવી જીંદગી અને તાકત આપશે અને રંજીદહ દિલોને ઉમેદ દેશે. ખુશ અને ચમકતી દુનિયાને દિમાગોમાં તાલીમ આપશે.

ઈન્તિઝાર, નેક લોકોને ઢુંઢી લેશે, બેકાર હાલતોને સુઘારશે અને ચમકતઅ ચહેરાને દેખાડશે. ઈન્તિઝાર રુકાવટો અને અંઘારોને દુર કરી દેશે. અને કામીલ થયેલા ઈન્સાનોના વુજુદમાં ચમકતો નુર પેદા કરશે. ઈન્તિઝાર શીયાઓના અસ્લી અકીદાઓ અને મારેફતોનું બીજને ઈન્તિઝાર કરવાવાળા લોકોના દિલોમાં પરિપુર્ણ કરશે અને બુલંદતરીન ઈન્સાનો માટે કામિલતરાન રૂહાની હાલાતને ભેટ આપશે.

અગર તમે ઈન્તિઝારની હાલતને ખુદમાં પેદા કરીને એને તાકત આપવા માંગતા હોય તો વિલાયતના અઝીમ મકામથી મુહબ્બત કરો અને ઈન્તિઝારના આશ્વર્યજનક પ્રભાવોથી જાણકારી હાસીલ કરો, અને કમાલની મંઝીલ પામવાવાળા ઈન્તિઝાર કરવાવાળા લોકોના હાલાત, એમની આદતો અને ખાસિયતોથી આગાહી હાસીલ કરો. એવી જ રીતે પોતાના દિલ વ મનને ઈમામ મહેદી (અ.સ.) ના ઝ઼હુરના જમાનાની બરકતોથી પણ આશના થઈ જાઓ તાકે આ બાબરકત વ મુબારક જમાનાનો ઈન્તિઝાર તમારા પુર વુજુદને ઘેરી લે.

روز  محشر کہ  ز ھولش  سخنان  می   گویند

راست گویند ولی چون شب ھجران تو نیست

 

 

    મુલાકાત લો : 2570
    આજના મુલાકાતીઃ : 160495
    ગઈકાલના મુલાકાતીઃ : 243717
    સૌ મુલાકાતીની સંખ્યા : 162258863
    સૌ મુલાકાતીની સંખ્યા : 120022037