الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૨﴿ મસ્જિદે મુકદ્દસે જમકરાનની નમાજ

﴿

મસ્જિદે મુકદ્દસે જમકરાનની નમાજ

અમારા મૌલા હઝરત સાહેબુઝ ઝમાન અ.જ. ફરમાવે છે કેઃ

લોકોથી કહોઃ આ જગ્યાની તરફ રુચિ પેદા કરે અને એનો સંમાન કરે. આ જગ્યાએ ચાર રકઅત નમાજ પઢઃ બે રકઅત નમાજે તહિય્યતે મસ્જિદ જેની દરેક રકઅતમાં એક વાર સુરએ હમ્દ અને સાત વાર સુરએ તૌહીદ પઢે અને દરેક રુકૂઅ અને સજદામાં એનો ઝિક્ર સાત વાર વાંચે.

પછી બે રકઅત નમાજે સાહેબુઝ ઝમાન અ.જ. પઢે અને આવી જ રીતે જ્યારે સુરએ હમ્દ વાંચે અને إِيَّاكَ نَعْبُدُ وَ إِيّاكَ نَسْتَعينُ સુધી પહોંચે તો એને સો (૧૦૦) વાર પઢે એના પછી સુરએ હમ્દને અંત સુધી વાંચે, બીજી રકઅત પણ આવી જ રીતે પઢે અને એના પછી રુકૂઅ અને સજદામાં એનો ઝિક્ર સાત વાર વાંચે. જ્યારે નમાજ ખતમ થઈ જાય તો “તહેલીલ” એટલે “لا إله إلَّا اللَّه” કહે અને હઝરત ફાતેમા ઝહેરા સ.અ. ની તસબીહ પઢે, પછી માથીને સજદામાં રાખીને સો (૧૦૦) વાર મોહમ્મદ વ આલે મોહમ્મદ અલૈહેમુસ્સલામ ઉપર સલવાત પઢે.

પછી આપહઝરત એ આવી રીતે ફરમાવ્યું કેઃ

فمن صلّاها فكأنّما صلّى في البيت العتيق.

જે કોઈ પણ આ નમાજને પઢે એવો છે કે જેને ખાનએ કાબામાં નમાજ પઢી છે.[1]




[1] જન્નતુલ મઅવા, પાન નં ૨૩૧, અમે મસ્જિદે જમકરાનના વિશેની ઘટનાને “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં નક્લ કરી છે આ પુસ્તકને જુઓ.

 

 

    زيارة : 1916
    اليوم : 21120
    الامس : 299320
    مجموع الکل للزائرین : 150167384
    مجموع الکل للزائرین : 105503040