ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?

શું આ વાત સત્ય છે કે તય્યુલ અર્ઝમાં માદ્દીયત દૂર થઈ જાય છે અને તય્યુલ અર્ઝ થાય છે?

 

ઉત્તરઃ

તય્યુલ અર્ઝમાં માદ્દીયત માદ્દહમાંથી દૂર કરવામાં નથી આવતી બલ્કે માદ્દીયતની માનેઈય્યત દૂર કરવામાં આવે છે. દાખલા તરીકે બિલકીસનો તખ્ત કે ક્ષણમાં જ સબાથી હઝરત સુલૈમાન અ.સ. ની સામે આવી ગયો, તખ્તની માદ્દીયત એનાથી દૂર ના થઈ બલ્કે તખ્તની માદ્દીયતમાં જે રુકાવટ હતી એ બિલકીસના તખ્તથી દૂર કરવામાં આવી હતી.

મતલબનો વિવરણઃ હરકત (ગતિ) ની તેજી એ પ્રકારની હોય કે નૂરની તેજીથી વધારે હોય, તય્યુલ અર્ઝ અને એવા કાર્યોમાં, બે માદ્દી જીસ્મ (શરીર અથવા વસ્તુ) એક બીજાથી નથી મળતાં, બલ્કે જે જીસ્મ નૂરની તેજીથી વધારે તેજ ગતિ રાખે છે એ જમાનાની મર્યાદાથી નિકળી જાય છે અને સમય એના ઉપર પ્રભાવ નથી રાખતો.

એટલા માટે હરકતમાં તેજી અગર નૂરથી વધારે હોય તો એક માદ્દહનિ રુકાવટને દૂર કરે છે અને બીજો સમયની મર્યાદા (કેદ) થી નિકળી જાય છે.

ઈમામે ઝમાના અ.જ. ના જમાનામાં હરકતમાં તેજીનો મસઅલો મહત્વપૂર્ણ મસાએલમાંથા છે.

આ મસઅલો ઈમામે ઝમાના અ.જ. ના ઝહૂરના જમાનામાં મહત્વપૂર્ણ મસાએલમાંથી એક છે અને રહસ્યોમાંથી એક રહસ્ય છે કે અહેલેબૈત અલૈહેમુસ્સલામ ઈમામે ઝમાના અ.જ. ને “સાહેબુઝ ઝમાન” નો નામ આપે છે.

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

મુલાકાત લો : 3851
આજના મુલાકાતીઃ : 239181
ગઈકાલના મુલાકાતીઃ : 226086
સૌ મુલાકાતીની સંખ્યા : 147594710
સૌ મુલાકાતીની સંખ્યા : 101155691