امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
13 ઝહૂરનો ઈન્તેઝાર અથવા ઝહૂરનો અકીદો

ઝહૂરનો ઈન્તેઝાર અથવા ઝહૂરનો અકીદો

ઈન્તેઝાર અર્થ માત્ર ઝહૂરને કબૂલ કરવા માટે તૈયાર થવું નથી બલ્કે એના સિવાય એની ફિકર કરવી અને એની આશા રાખવી પણ જરૂરી છે.

મુમકેન છે કેટલાક વ્યક્તિઓ પાસે મહેમાનની સ્વાગત માટે વસ્તુઓ મોજૂદ હોય પરંતુ ના તો એ લોકો એ કોઈને નિમંત્રણ આપ્યું છે અને ના તો કોઈની રાહ જુવે છે. આવા વ્યક્તિઓને માત્ર મિજબાનીની વ્સ્તુ રાખવાના લીધે કોઈનો મુન્તઝીર ના કહી શકાય કેમકે ના તો એમને મહેમાનના આવ્વાનો ખયાલ છે અને ના તો મહેમાનના આવ્વા ઉપર દુઃખી છે.

આ બયાનથી જાહેર થઈ જાય છે કે ઈન્તેઝારના મહત્વપૂર્ણ વિષય અને એ દિવસે જ્યારે આખી દુનિયાથી જુલ્વ વ સિતમનો અંત થઈ જશે એના ઉપર ધ્યાન રાખવા વિના પોતાની સુધારણામાં કમીનો એહસાસ કરે છે. કેમકે જે કોઈ પણ આવો હોય અને પોતાની એક માટી જવાબદારી એટલે કે આખી દુનિયાથી જુલ્મ વ સિતમનો અંતની રાહ જોવી અને એના માટે પ્રયત્ન કરવાને ભૂલી ગયો છ.

બીજા શબ્દોમાં, આ હાલમાં પોતાની સુધારણાને કામિલ અને ઉંચાઈ ઉપર પહોંચાડી શકે છે જ્યારે ઈન્સાન આખી દુનિયાથી જુલ્મ વ સિતમનો અંતની રાહ જુવે અને ફકત પોતાના નફ્સની સુધારણા વિશેમાં જ વિચાર કરે, તેથી જે પોતાના નફ્સ માટે પ્રય્તને કરે એને જોઈએ કે દુનિયાની સુધારણા કરનારની રાહ જુવે.

એટલા માટે જે વસ્તય નોંધપાત્ર છે આ છે કે ઝહૂરની રાહ જોવી અને ઝહૂરમાં વિશ્વાસ હોવામાં બહુજ ફરક છે. બધા જ શીઆ અને દુનિયાના બીજા ધર્મોનો અકીદો છે કે એવો મુસલેહ (સુધારણા કરનાર) ઝહૂર કરશે જે દુનિયાને ન્યાય અને ઈન્સાફથી ભરી દેશે પરંતુ આ હકીકત ઉપર અકીદો રાખનાર એ બધા એની ઘટનામાં રાહ નથી જોતાં!

જે ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની રાહ જોનાર હોય એને જોઈએ કે અકીદાના સિવાય એમના જમાનાની ઓળખ રાખવાની આશા અને ઈન્તેઝાર પણ રાખે અને ઈન્તેઝાર વ આશાના મૂળ ઉપર અમલ કરે.

એ બધી રિવાયતો જેમાં ઈન્તેઝારના વિષયનો વર્ણન થયો છે એ ઈમામ મહેદી અલૈહિસ્સલામના ઝહૂરની આશા અને એમના જમાનાને ઓળખવાની આરજુ અને ઉમેદ રાખવાને જરૂરી હોવાની દલીલ છે. કેમકે અગર ઈન્તેઝાર અને આશા ના હોય અને ઈન્સાન આપહઝરતના ઝહૂરના જમાના અને એને ઓળખવામાં નિરાશ હોય તો પછી એ કેવી રીતે રિવાયતો ઉપર અમલ કરી શકે છે જે ઈન્સાનને ઈન્તેઝાર અને આરજુની શિક્ષા આપે છે?!

એટલા માટે અમે ઈન્તેઝારની શિખામણ આપનાર રિવાયતોને જોતાં ઝહૂરના અકીદા સિવાય એ જમાનાની ઓળખાણ માટે પણ દરેક ઈન્સાનને તૈયારી કરવાની જવાબદારી છે અને દરેક ઈન્સાનનો કર્તવ્ય છે કે ઝહૂરના વિચારમાં હોય અને પોતાના જમાનામાં ઝહૂરના જમાનાની ઓળખની આરજુ રાખતો હોય અને સલામની સાથે ઝહૂરના જમાનાને હાસિલ કરવાની દુઆ કરે.

 

 

    دورو ڪريو : 1819
    اج جا مهمان : 207442
    ڪالھ جا مهمان : 226086
    ڪل مهمان : 147531243
    ڪل مهمان : 101123953