Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
તમારી બહેતરીન અને ઉત્તમ પુસ્તક (સહીફએ મહેદીય્યહ) માં આવ્યું છે કે જે લેખનો અર્થ આ છે કેઃ

અઝઃ મોહમ્મદ  wqertuy90@yahoo.com

સલામ પછી અર્ઝ છે કે અગર સંભવ હોય તો અમુક પશ્નોના ઉત્તર આપશોઃ

તમારી બહેતરીન અને ઉત્તમ પુસ્તક (સહીફએ મહેદીય્યહ) માં આવ્યું છે કે જે લેખનો અર્થ આ છે કેઃ

પોતાના ચહેરાની ડાબી બાજુને જમીન પર રાખે અને પછી સજદામાં કહેઃ યા મોહમ્મદો....

હવે મારો પશ્ન આ છે કે શું પેશાનીને જમીન ઉપર રાખે યા ગાલની ડાબી બાજુને?

બીજું એ કે અહિંયા અને બીજી જગ્યાએ પણ આ આદેશ થયો છે કે સજદામાં માસૂમીન અલૈહેમુસ્સલામની સાથે વાત કરીએ અને એમને બુખાતિબ કરે. આ વાત સજદાની હાલતથી ક્યાં સુધી ઉચિત છે? કેમકે અમને માલૂમ છે કે ખુદાના સિવાય કોઈને પણ સજદો કરવો હરામ છે?

ઇલ્તેમાસે દુઆ

 

અલૈકુમ સલામ

પહેલાં પશ્નનો ઉત્તરઃ

પોતાના ચહેરાની ડાબી બાજુને જમીન પર રાખે પછી સજદામાં આ કહેઃ યા મોહમ્મદો, યા અલી....

કેટલીક બીજી નમાજોમાં પણ જેવી રીતે રસુલે ખુદા સ.અ.વ. ની નમાજ (જે ખઝાએન પુસ્તકના અંતમાં નક્લ થઈ છે) અને હઝરત ફાતેમા ઝહેરા સલામુલ્લાહ અલૈય્હા ની નમાજ અને આવી જ બીજી નમાજોમાં આવ્યું છે કે ઝિક્ર આ જ હાલતમાં પઢે એટલે કે ચહેરાની ડાબી યા જમણી બાજુ જમીન ઉપર હોય.

બીજા પશ્નનો ઉત્તરઃ

સજદો ફકત ખુદાને જ કરવો જોઈએ અને અગર સજદામાં ખુદાના સિવાય કોઈ બીજા વ્યક્તિથી વાત કરે તો આનો મતલબ એ નથી કે ખુદાના સિવાય બીજા કોઈને સજદો કર્યો છે. દાખલા તરીકે અગર સજદા અથવા નમાજના દરમિયાન અથવા નમાજના સિવાય બીજી જગ્યાએ કોઈ તમને સલામ કરે તો એનો જવાબ આપવો વાજીબ છે એવી હાલતમાં અગર નમાજ અથવા નમાજના સિવાય બીજી જગ્યાએ યા સજદામાં સલામનો ઉત્તર આપવાનો એ અર્થ નથી કે એ વ્યક્તિની નમાજ યા સજદો ખુદાના સિવાય કોઈના બીજા માટે છે તેથી ખુદાના આદેશથી સજદાની હાલતમાં બીજા લોકોના સલામનો ઉત્તર આપવામાં આવે છે અને આમાં નમાજ યા સજદા ઉપર કોઈ પણ પ્રભાવ નથી પડતો.

 

 

Visit : 1489
Today’s viewers : 178606
Yesterday’s viewers : 226086
Total viewers : 147473586
Total viewers : 101095116