امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
ઈન્તિઝાર ની કિંમત

ઈન્તિઝાર ની કિંમત

ઈન્તિઝાર[1] એવા મહાન વ્યક્તિઓ ની વિશેષતાઓ છે જે સફળતાની રાહ પર ચાલે ચે. કેમકે ગ઼ૈબતના દૌરમાં મહાન માણસોના વ્યક્તિત્વની વિશે અહલેબૈત (અ.સ.) ના બયાનમાં આવ્યું છે કે ઝ઼હુરના સાચા ઈન્તિઝાર કરવાવાળા બઘા જમાનાના લોકોથી બાફઝીલત માણસો છે.

એટલા માટે કેટલાક લોકો આને સફળતાના અસબાબમાં થી સૌથા અહેમ સબબ આ દુનિયામાં જાણે છે અને એમનો અકીદો છે કે ઈન્સાન પ્રતિક્ષાના અસબાબ અને તકામુલને સાચા ઈન્તિઝારમાં શોઘીને એનાથી માઅનવી આસમાન પર ઉડીને ખુદને કલ્ચરની મુશ્કેલાત અને રૂહિ રુકાવટો થી નજાત પાઈ શકે છે.

ઈન્તિઝાર, એના અસલી અને કામીલ અર્થમાં એવી સખત હાલત છે જેમકે ભ્રમ્માળની ગુપ્ત ચીજોએ એને ઘેરી લીઘું છે અને થોડાજ લોકોએ એની કમાલની રાહ નિકાળી લીઘી છે અને દુશ્મનોની દગાઓની મુખાલેફત કરી છે.[2]

કેમકે ઈન્તિઝાર અને પ્રતિક્ષા એના આખરી અને બુલંદ મંઝિલમાં –કે ઈમામ મહેદી (અ.સ.) ના ખાસ સહાબિઓમાં મૌજુદ- જે તત્પરતા અને મદદ કરવાના અર્થમાં છે જેને ગૈર આદી કુદરતથી હાસીલ કરીને એવી આસમાની વ્યવસ્થાને કાયમ કરવા અને ઈમામ મહેદી (અ. જ.) ની મલકુતી ખીદમત કરવા માટે છે.

પ્રતિક્ષા જે મંઝિલમાં પણ સ્થિર થઈ જાય તો આ આલમે ગ઼ૈબથી ગૈબી મદદ અને ખુદાથી નજીક થવાની રાહ છે. અને અગર નિરંતરતા હોય અને સંપુર્ણ થઈ જાએ તો પછી સમય ગુજરવા ની સાથે ઈન્સાનના વજુદની ઊંદાણમાં જે અંઘકાર અને એના મન અને ઝમીરમાં જે ઐબ છે એને ખતમ કરી દે છે અને ઈન્સાનના બાતીનને રોશન કરે છે અને આવી રીતે કમાલની રાહને ઈન્સાન માટે ખોલી દે છે કેમકે ઈન્તિઝાર તમામ દરજ્જોમાં તૈયારીની હાલતને કહીએ છીએ અને બાતીની તવજ્જોને દુનિયાથી ખુલુસ, હકીકત અને નુરાનિયત તરફ ખેંચી લે છે. એ દુનિયા જેમાં શયતાની તાકતો ખતમ થઈ જશે અને દુનિયાના બઘા જ ઈન્સાનોની જાન ઉપર ખુદાનો નુર ચમકી ઉઠશે.

આ હકીકત ની તરજ તવજ્જો કરવા સાથે આપણે કહીએ છીએ: એ માણસ જ ઈન્તિઝારની બુલંદ મંઝિલમાં કદમ મુક્યો છે જે ખારેકુલ આદ્દહ[3] કુદરત રાખતો હશે કેમકે અમે જાણીએ છીએ કે હઝરત ઈમામ મહેદી (અ. જ.) ની હુકુમત એક રૂહાની અને ફૌકુલ આદ્દહ હુકુમત હશે જેણે આપણે નથી જાણી શકતા, એ બઘા લોકો માટે જરૂરી છે કે ઈમામ (અ.જ.) ની મદદ કરવા માટે ઈમામના આજુ બાજુ જમા થઈ જાય અને પહેલી કતારમાં ઈમામની મદદ કરીએ તાકે ખુદાના સેવકોમાં શામીલ થાય અને ઈમામના હુક્મ અને એમની આજ્ઞાપાલન કરવાની શક્તિ હાસીલ થઈ જાય કેમકે એને હાસિલ કરવા માટે ગૈર આદ્દહ તાકતની જરૂરત છે.[4]

જે રીવાયત હઝરત ઈમામ મહેદી (અ.જ.) ના પ્રતિષ્ઠત મદદ કરવાવાળા ત્રણ સો તેર માણસોની વિશેષતાઓ અને ખાસિયતોને બયાન કરે છે, એ લોકોમાં રૂહાની કુદરત અને ગૈર આદ્દી તાકત પણ બયાન કરે છે હત્તા ગ઼ૈબતના જમાનામાં પણ.



[1] પ્રતિક્ષા, રાહ જોવી

[2] આવા માણસો જે ઈન્તિઝારના રુસુમમાં ઈમામ મહેદી (અ.સ.) થા તવસ્સુલ અને એમને યાદ કરે છે, બહુજ છે અને અલહમ્દો લિલ્લાહ આવી મજલીસો ઘીમે ઘીમે વઘારે થાઈ રહી છે. આપણો મકસદ આવી મજલીસો અને આવા લોકોની નામંજુરી નથા અને એવા લોકોમાં ઈન્તિઝારની હાલત નું ન હોવું નથી. કેમકે ઈન્તિઝારના પણ દરજા છે અને એ લોકો એના ઈન્તિઝારના કમાલ અને બુલંદ મંઝિલો સુઘી પહોંચી ગયા છે. પરંતુ તેમની સંખ્યા કમ છે. આવા જ લોકો ઉઠયા છે અને કોશિશો અને કઠણ પરિસતીથીઓ અને મુશ્કીલોને સહન કરીને આગે બઢયા છે.

[3] શક્તિશાળી

[4] કેટલીક રીવાયતોમાં ઈમામ મહેદી (અ.જ.) ની હુકુમતમાં ગૈર આદ્દહ તાકતથી ફાયદો હાસીલ કરવાની તરફ ઈશારો થયો છે.

 

 

 

دورو ڪريو : 2824
اج جا مهمان : 148346
ڪالھ جا مهمان : 243717
ڪل مهمان : 162234565
ڪل مهمان : 120009889