الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૭૫﴿ બીજો ઈસ્તેખારહ

 

૭૫﴿

બીજો ઈસ્તેખારહ

મહાન ફકીહ શેખ મોહમ્મદ હુસૈન નજફી ર.હ. “જવાહિરૂલ કલામ” પુસ્તકમાં ફરમાવે છેઃ

અમારા જમાનાના લોકોના દરમિયાન એક ઈસ્તેખારહ પ્રચલિત છે અને એનો સંપર્ક હઝરત ઈમામ મહેદી અ.જ. ની તરફ દેવામાં આવે છે, એ ઈસ્તેખારહ આવી રીતે છેઃ

દુઆ વાંચવા પછી તસ્બીહના દાના ઉપર હાથ રાખે અને આઠ આઠ કરીને ગણે, અગર એક બાકી રહે તો સારું છે, અગર બે બાકી રહે તો એક વાર મનાઈ છે અને અગર ત્રણ (દાના) બાકી રહે તો એને અખત્યાર છે એટલે કે એ કાર્યને કરવું અને છોડવું બરાબર છે. અગર ચાર બચે તો બે વાર મનાઈ છે અને પાંચ બાકી રહે તો અમુક (લોકો) કહે છે કે આમાં કઠોરતા અને ઝહેમત છે અને અમુક બીજા લોકો કહે છે કે આ કાર્યમાં મલામત (ધિક્કાર) છે. અગર છ (૬) બાકી રહે તો બહુ સારું છે એ કાર્યમાં જલ્દી કરે અને અગર સાત બાકી બચે તો એનો હુક્મ પાંચનો હુક્મ છે (એટલે કે એના વિશેમાં બે દષ્ટિકોણ અથવા બે રિવાયત મોજૂદ છે) અને અગર આઠ બાકી બચે તો ચાર વાર મનાઈ છે.[1]



[1] અલ-બાકિયાતુસ સાલેહાત, મફાતીહુલ જનાન પુસ્તકનો હાશિયો, પાન નં ૪૧૧

 

 

زيارة : 2238
اليوم : 72850
الامس : 243717
مجموع الکل للزائرین : 162083631
مجموع الکل للزائرین : 119934393