الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
ઈમામ મહેદીની ગેબતની આદત થઈ જવી

ઈમામ મહેદીની ગેબતની આદત થઈ જવી

આ બધા પ્રશ્નોનો ઉત્તર એ છે કે અમે ગેબરના જમાનાના આદી થઈ ગયા છે અને અમે આ જમાનાથી ઝુલ્મત અને અંધેરાની આદત થઈ ગઈ છે!

આદત પોતે જ અમહેસૂસ શક્તિશાળી તાકત છે જે ઈન્સાનને નેકી અને બુરાઈની તરફ ખેંચીને લઈ જાય છે.

જ્યારે ઈન્સાનને કોઈ વસ્તુની આદત પડી જાય તો પ્રકૃતિ અને નેચરની જેમ માણસને એની તરફ ખીંચે છે જેમકે એના વિશે ઈન્સાનથી ઈરોદો અને અખ્તયારને છીની લે છે!

ખુદાવન્દે આલમે ઈન્સાનના નેચરમાં એવી શક્તિ આપી છે તેથી એને નેકીયોની આદત રાખવામાં મુશ્કેલ ના થીય અને બુરાઈઓ વ ગંદગીથી દૂર રહે.

એટલા માટે જ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અલૈહિસ્સલામ આદતને ઈન્સાનની બીજી પ્રકૃતિ કહેતાં ફરમાવે છેઃ

العادة طبع ثانٍ.[1]

“આદત ઈન્સાનની બીજી પ્રકૃતિ છે.

આ મુખ્તસર વાણી યથાર્થતાના બુલંદ નુકાત રાખે છે. આ રિવાયતના આધાર પર જેવી રીતે ઈન્સાન એની નેચર અને પ્રકૃતિની ઈચ્છાની તરફ કદમ બઢાવે છે એવી જ રીતે એ વસ્તુઓની તરફ પણ દોડે છે જેની એને આદત થઈ ગઈ છે.

ઈન્સાનને જોઈએ કે પોતાની વિશાળ શક્તિને સત્યની રાહ અને બુલંદ હેતુઓમાં ઈસ્તેમાલ કરે અને પોતાને બુરી અને નાપસંદ આદતોમાં ગ્રસ્ત હોવાથી બચાવે.

અફસોસ કે અમારો વિશ્વસનીય સમાજ સત્ય નેતૃત્વ અને હિદાયત કરનારમાં આવી શક્તિ ના હોવાના કારણ ફરદી અને સામૂહિક ગલત આદતોમાં ગિરફતાર થઈ ગયો છે જેના લીધે એ સમાજને અખલાકી ફઝાઈલ અને ઈન્સાની ગુણોથી સજજ કરી શકે.

સામૂહિક આદતની શક્તિ ફરદી આદતથી વધારે હોય છે અને જે વસ્તુની સમાજને આદત પડી ગઈ હોય અને આસાનીથી એની તરફ ખેંચી શકે છે.

સામૂહિક આદતોમાંથી એક બુરી આદત જેની તરફ સમાજે અમે ખેંચીને એની કેદમાં રાખ્યો છે એ મોજૂદ હાલતનો આદી બની જવું અને ભવિષ્યના વિશે વિચાર ના કરવું છે.

રસુલે અકરમ સ.અ.વ. અને અહલેબૈત અ.સ. એ ઈન્તેઝારના મસઅલહને બયાન કરીને અને એના વિશે લોકોમાં ઈચ્છા અને અભિલાષા ઉત્પન્ન કરીને લોકોને જે હાલમાં પડી રહ્યાં છે અને એની લત લાગવાની ગલતીથી આગાહ કર્યું છે અને ઈન્તેઝારના મસઅલહ બયાન કરીને ઉમેદ, રોશન અને બાબતરક ભવિષ્યની તરફ કદમ વધારવાનું નિમંત્રણ આપ્યું છે.

અફસોસ જે વ્યક્તિઓની આ જવાબદારી હતી કે એ લોકો સુધી આ ખબર પહોંચાવે, એ વ્યક્તિઓએ આ મહત્વપૂર્ણ સમસ્યામાં ગફલત કરી છે જેના લીધે લોકો પણ જે હાલમાં છે એમાંજ રહેવાની એમને આદત પડી ગઈ છે અને એ લોકોએ દુનિયાના રોશન ભવિષ્ય માટે પ્રયાસ પણ ના કર્યો અને બહૂજ અફસોસની વાત છે કે ઈમામ મહેદી અ.જ. ની ગેબત અત્યાર સુધી ચાલે છે!

હા! અત્યાર સુધી અમારા સમાજની બહુમતી એક રીતે સમાજી આદત મતલબ કે “ઈમામ મહેદીના ઝહૂરના મસઅલહથી ગફલત” માં ગ્રસ્ત છે અને એમણે વિરાસતના કાનૂન પ્રમાણે વિતેલા વંશથી વારસોમાં મળી છે જેના પરિણામે અમારો સમાજ અત્યારે પણ રુકી ગયો છે! તેથી અગર કોઈ ગલત આદત છોડી દે અને પોતાને ઈન્સાનના કિંમતી ગુણોથી પરિપૂર્ણ કરી દે તો એ બુલંદ મકામ હાસિલ કરી શકે છે.

હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ફરમાવે છેઃ

بغلبة العادات الوصول إلى أشرف المقامات.[2]

“આદતો ઉપર વિજયી થવાથી બુલંદ સ્થાન સુધી પહોંચી શકાય છે.”

અમારા સમાજને જોઈએ કે પોતાના અંદર ઈન્તેઝારની હાલત પેદા કરે અને બ્રહ્માંડને નજાત આપનાર હઝરત બકિય્યતુલ્લાહ અ.જ. માટે દુઆ કરીને ગેબતના જમાનાના અંધેરાથી ગફલતની પુરાણી આદત છોડી દે અને દિલ વ જાનથી ઈમામ મહેદી અ.જ. ની ન્યાયનિષ્ઠ હુકૂમતને સ્થિર કરવા માટે ખુદાની બારગાહમાં દુઆ કરે.



[1] શરહે ગોરરુલ હેકમ, ભાગ ૧, પાન નં ૧૮૫

[2] શરહે ગોરરુલ હેકમ, ભાગ ૩, પાન નં ૨૨૯

 

 

    زيارة : 2068
    اليوم : 57509
    الامس : 198351
    مجموع الکل للزائرین : 160322011
    مجموع الکل للزائرین : 118808134