امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
નુકસાનદેહ ઈજાદાતની નાબુદી

નુકસાનદેહ ઈજાદાતની નાબુદી

મૌજુદા ઈજાદાતમાંથી આવા વસાએલ પણ છે કે જે ઈન્સાનની તબાહી વ બરબાદીના સબબ છે જેમાં જંગ અને કત્લ વ લુટફાટમાં જ કામમાં લાવવામાં આવે છે જેમ એટમ બમ વગેરે.

આ વાઝેહ છે કે આવી ઈજાદાતએ કલ્ચરને તબાહી વ બરબાદી અને ખુનરીઝીના સિવાય કંઈ નથી આપ્યું. ઝુલ્મ વ સીતમ અને ફસાદાતની વગર એમનો કોઈ બીજો ફાયદો નથી અને આવી ઈજાદાત ઈમામ મહેદી અ.જ. ના અદ્લ અને ન્યાય વ કરીમાના અને સંસાર ની હુકુમતથી સાઝગાર નથી.

આવા વસાએલની નાબુદી જ માં સમાજની ભલાઈ છે. ઈન્સાન અને બીજી મખલુકાતની મુક્તિ માટે આવા ખરાબ કરવાવાળા વસાએલની નાબુદી જરૂરી છે. આ ફકત ઈમામ મહેદી અ.જ. ની ન્યાયનિષ્ઠ હુકુમતમાં જ નથી પરંતુ તારીખમાં કેતલાક વખત ઈન્સાનિયતથી મોહબ્બત કરવાવાળા બાદશાહોને પણ આવા વસાએલ બનાનવવાની સખ્તીથી વિરોઘ કર્યું. હાલાંકે એમની હુકુમતને આની વઘારે જરૂર હતી જેમણે બરબાદીના આવા ઝરીયા બનાવવાની મુખાલેફત કરી એમાંથી એક “લુઈ પાંઝદહુમ” છે. આ વા બાદશાહોમાંથી છે જેનો ઈલ્મ વ હિકમતથી કરીબી સંબંઘ હતો. એ ફિલોસોફત ને દરેક મુમકિન સહુલત આપી હતી અને દાનિશવરો (ઓલમા) માટે બહુ જ વઘારે એહતેરામ કરતા હતા. આની હુકુમતમાં એક માહિર કિમિયો હતો કે જેનો નામ “દોબરહ” હતો એણે એક એવા આતિશગીર માદ્દહ શોઘ્યો હતો કે જેને કોઈ તોડ નહોતો શકતો અને ના તો એનાથી બચવુ મુમકીન હતો. હત્તા કે એનાથી લગાવેલી આગ ને પાણીથી પણ ઓલવુ મુમકીન નહોતી.

“દોબરહ” ને બાદશાહ ની સામે એની આ ઈજાદ પેશ કરી અને એનો તજરૂબો કર્યો. બાદશાહ હૈરાન થઈ ગયો જ્યારે એને જોયો કે આ માદ્દો કેટલાક શહેરો ને કબ્રસ્તાન બનાવી શકે છે, મોટી મોટી ફોજ ને મારી શકે છે પછી બાદશાહે એને નષ્ટ કરવાનું હુક્મ આપયો અને એનો ફારમુલો પર છુપાવી દીઘો એજ જમાનામાં એ બાદશાહ અંગ્રેજો સાથે જંગ કરી રહ્યો હતો એને દુશ્મનની સમન્દરી ફૌજ ઉપર હમલો કરવા માટે આવી જ હથીયાર ની જરૂરત હતી પણ એને ઈન્સાનીયત ને મુક્તિ આપવા માટે આમાં જ સલાહ જાણી કે આવો હથિયાર હમેશા હમેશાના માટે ખત્મ થઈ જાએ.

 

    بازدید : 2719
    بازديد امروز : 182919
    بازديد ديروز : 217727
    بازديد کل : 167966386
    بازديد کل : 123698134