الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૬૩﴿ ઈમામ મહેદી અ.જ. થી બીજી દુઆ મુશ્કેલો અને પરેશાનીઓ દૂર કરવા માટે

 

૬૩﴿

ઈમામ મહેદી અ.જ. થી બીજી દુઆ મુશ્કેલો અને પરેશાનીઓ દૂર કરવા માટે

“અલ-કલેમુત તૈયબ” પુસ્તકમાં લખે છેઃ મે એક બુઝુર્ગ અને ભરોસેમંદ સૈયદની દસ્તાવેજ જોઈ જેમાં લખ્યું હતું કેઃ

મે સને ૧૦૯૩ હિજરી રજબ માસમાં પૂજ્ય ભાઈ અને આલિમ ઈસ્માઈલ બિન હુસૈન જાબિરી અન્સારીથી સાંભળ્યું કે એ કહે છેઃ શેખ મુત્તકી હાજ અલિય્યા મક્કી કહે છેઃ મે અમુક દુશ્મનોના વચમાં હકને સાબિત કરવા માટે ગિરફ્તાર થઈ ગયો, મને પોતાની જાનનો ભય થયો જેના કારણે હું બહુજ પરેશાન હતો.

એક દિવસે જેલમાં મારી એક દુઆ મળી, એટલા માટે હેરાન થયો કે મે કોઈથી પણ દુઆ નથી માંગી હતી તેથી આશ્વર્યજનક હતો પરંતુ રાત્રે સ્વપ્નમાં એક વ્યક્તિએ ઝાહિદો અને શ્રેષ્ઠ વ્યક્તિઓની પોશાકમાં જોયું એ કહી રહ્યાં હતાં કેઃ અમે તમને ફલાણી દુઆ આપી છે એને વાંચો તેથી તમે આ મુશ્કેલો અને પરેશાનીથી મુક્તિ મળી જશે.

હું એ કહેવાવાળાને ઓળખતો ના હતો એટલા માટે મારા આશ્ચર્યમાં વધારો થઈ ગયો, બીજી વાર ઈમામ મહેદી અ.જ. ને સ્વપ્નમાં જોયું એ ફરમાવી રહ્યાં હતાં કેઃ

અમે તમને જે દુઆ આપી હતી એને વાંચો અને બીજા લોકોને પણ તાલીમ આપો.

અમે કેટલીક વાર એ દુઆ વાંચી અને મારા બધા કાર્યોનું સમાધાન થઈ ગયો. આ અમલનો અમે પ્રયોગ પણ કર્યો પરંતુ એક સમય પછી મારાથી એ દુઆ ગુમ થઈ ગઈ જેનો મને બહુજ અફસોસ થયો અને હું મારા અમલથી શરમિંદો હતો.

પરંતુ એક વ્યક્તિ આવ્યો અને એણે કહ્યું કે તમારી દુઆ ફલાણી જગ્યાએ ગિરી ગઈ હતી, મને યાદ નથી કે હું એ જગ્યાએ ગયો હતો કે નહી, મે એ જગ્યાએ ગયો અને એ દુઆને ઉઠાવી લીધી અને એના આભાર માટે શુકર (આભાર) નો સજદો કર્યો, અને એ દુઆ આવી રીતે છેઃ

بِسْمِ اللَّهِ الرَّحْمنِ الرَّحيمِ

رَبِّ أَسْئَلُكَ مَدَداً رُوحانِيّاً تَقْوى بِهِ قُوايَ الْكُلِّيَّةُ وَالْجُزْئِيَّةُ، حَتَّى أَقْهَرَ بِمَبادي نَفْسي كُلَّ نَفْسٍ قاهِرَةٍ، فَتَنْقَبِضَ لي إِشارَةُ دَقائِقِها، اِنْقِباضاً تَسْقُطُ بِهِ قُويها، حَتَّى لايَبْقى فِي الْكَوْنِ ذُو رُوحٍ إِلّا وَنارُ قَهْري قَدْ أَحْرَقَتْ ظُهُورَهُ .

    يا شَديدُ، يا شَديدُ، يا ذَا الْبَطْشِ الشَّديدِ، يا قاهِرُ يا قَهَّارُ، أَسْئَلُكَ بِما أَوْدَعْتَهُ عِزْرائيلَ مِنْ أَسْمائِكَ الْقَهْرِيَّةِ، فَانْفَعَلَتْ لَهُ النُّفُوسُ بِالْقَهْرِ، أَنْ تُودِعَني هذَا السِّرَّ في هذِهِ السَّاعَةِ، حَتَّى اُ لَيِّنَ بِهِ كُلَّ صَعْبٍ، وَاُذَلِّلَ بِهِ كُلَّ مَنيعٍ، بِقُوَّتِكَ يا ذَا الْقُوَّةِ الْمَتينِ.

અગર સંભવ હોય તો આ દુઆ પ્રભાતના સમય ત્રણ વાર, સવારે ત્રણ વાર અને રાત્રે ત્રણ વાર વાંચે અને અગર બહુજ સખત મુશ્કેલ હોય તો આને વાંચવા પછી ત્રીસ વાર આ વાંચેઃ

يا رَحْمانُ يا رَحيمُ، يا أَرْحَمَ الرَّاحِمينَ، أَسْئَلُكَ اللُّطْفَ بِما جَرَتْ بِهِ الْمَقاديرُ.[1]



[1] અલ-કલેમુત તૈયબ, પાન નં ૧૦, જન્નતુલ મઅવા, પાન નં ૨૨૫, દારુસ સલામ, ભાગ ૧, પાન નં ૨૮૮

 

 

زيارة : 2120
اليوم : 24441
الامس : 281113
مجموع الکل للزائرین : 151260595
مجموع الکل للزائرین : 106124512