امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
૩. દુનિયામાં મોટો બદલાવ

 

૩. દુનિયામાં મોટો બદલાવ

 

ઝ઼હુરના ઠાઠમાઠના જમાનામાં મોટો પરિવર્તન જમીનમાં આવશે જેવી રીતે કર્આન મજીદમાં આવ્યું છે: "یوم تبدّلُ الارض غیرَ الارض۔"[1] એ દિવસે જમીન બીજી જમીનમાં બદલાઈ જશે. ના સિર્ફ જમીન બલ્કે જમાનો પણ બદલી જશે.

આજે બઘા જ વિઘ્દ્રાનો આ નુકતા ઉપર અકીદો રાખે છે કે માદ્દહ ઈરતેઆશ[2] થી તશકીલ પામ્યો છે. ઈરતેઆશને કેબલ યા લહેરોની આવાજથી જેમકે તષ્વીર અને આવાજોને દુરતરીન જગ્યાઓ પર ભેજી શકાય છે, નતીજામાં ઈન્સાનના આરગેઝમ[3] ને જે માદ્દહથી બનેલી છે, એને ઈરતેઆશમાં બદલી શકીએ છીએ અને ઈલેકટ્રોનિકના વસાલાથી દુનિયાના કોઈ પણ છેડા સુઘી ભેજી શકીએ. મારો દષ્ટિકોણ એ છે કે ભવિષ્યમાં હત્તા ફઝામાં સફર કરતા પહેલા, એવા તરીકા ઢુંઢી શકીએ છીએ કે ઈન્સાનના જીસ્મને કણ કરીને એને ફઝામાં ભેજીદે અને એ જગ્યાએ એના કણોને એક બીજાથી મીલાવીને એક કરી શકીએ.

હવે આમારા વાચકો આ ઈન્સાફ કરી શકે છે કે ઈન્સાન રૂહ છે અને એનો જીસ્મ માદ્દહના કણો સિવાય કશું જ નથી કે ઈરતેઆશને નીચે લાવીને એને જેવું ચાહે એવી શક્લમાં બદલી શકીએ છીએ.[4]

એવો દિવસ આંખોથી જોઈ શકીએ જેમાં ઈન્સાન એના જીસ્મને ઈલેક્ટ્રોનિકના તરીકા ઉપર બદલી દેશે અને વાંચેલી બહેસના તજુર્બાની સાથે દુરની જગ્યા પર પહોંચાડી દેશે, અને એ જગ્યાએ આ એટમો એક સાથ જમા થઈ જશે પછી જીસ્મ બીજીવાર એની શકલમાં વાપસ આઈ જાય.[5]

રીવાયતમાં જે અક્લી તાકતોની ઉમુમી તકામુલની તસરીહ થઈ છે એનો અર્થ એ છે કે રૂહના પ્રભાવની આઘિકતા માદ્દા ઉપર આમ અને સાર્વજનિક થઈ જશે અને લોકો એમના જીસ્મ ઉપર હાકેમ થઈ જશે અ આ હાલતથી બહેતર ફાયદો લઈ શકશે. એ અઝીમ અને નાશેનાખ્તા જમાનામાં લોકોની માદ્દી સામાનોથી જીંદગી અને જરૂરતો બીજી રીતે હશે.

અહલેબૈતની વિલાયતના ઝ઼હુરના છાયામાં ઈન્સાનો ઈલ્મ વ દાનિશના બુલંદતરીન મુમકીન નુકતા ઉપર પહોંચી જશે અને ઈન્સાન આસાનીથી ઈલ્મની બઘી મંઝીલોથી ફાયદો ઉપાડી શકશે અને અવલિયાએ ખુદા એ ગુપ્ત ચાજો જે એ જમાના લોકોથી છુપાવતા હતાં એને જાહેર કરશે. એ લોકોને એમના વુજુદ અને બાહરી દુનિયાના ભેદોની દુનિયાથી ઓળખાણ કરાવશે અને આખરી કમાલ અને તાલીમની રાહો લોકોના માટે ખોલશે.

કદાચ એવા મતાલિબ આપણા માટે મુશ્કેલ હોય અને ઈલ્મી મસાએલમાં તરક્કીને કબુલ નથા કરતા હોય પણ અમે જાણીએ છીએ કે અગર ઈન્સાનનો દિમાગ શ્યતાનના કેદ અને અજ્ઞાનથી આજાદ થઈ જાય તો ઈન્સાન બઘી મંઝીલોમાં કમાલની રાહ ઉપર ઉપડી જશે એવી રીતે દુનિયામાં કોઈ પણ ભેદ મુશ્કેલ ના થશે અને બઘા જ ગુંચવાહેલા મસાએલ જાહેર થઈ જશે.

હઝરત અલી (અ.સ.) કે ખીલાફતના ગાષિબોએ અત્યારે સુઘા કરોડો ઈન્સાનોને ઈલ્મ વ કમાલના બુલંદતરીન મંઝીલો સુઘી પહોંચવા અને વિલાયતના ચમકતા કલ્ચરથી મહરુમ વ વંચિત કરી દીઘા છલ, ઈમામ અમીરૂલ મોમેનીન અલી (અ.સ.) ના એક કલામમાં જે એમનાં વુજુદની ગહેરાઈથી ઉઠયો છે, આવી રીતે ફરમાવે છે:

"یا کمیل، ما مِن علمٍ الا و أنا افتحُہُ و ما مِن سرًّ الا و القائمُ یَختِمُہُ۔"[6]

એ કુમૈલ! કોઈ પણ ઈલ્મ નથી કિંતુ એને હું જ ખોલ્યો છું અને કોઈ પણ ભેદ નથી પરંતુ એને કાએમ (અ.સ.) પુરુ કરશે.

હા, જે વખતે ઈમામ મહેદા (અ.સ.) ના મુબારત હાથોના ચમકતા નુરને દુનિયાના મઝલુમ અને પીડિત લોકોના દિમાગો ઉપર રાખશે અને આશ્વર્યજનદ તાકતોને ઈસ્તેમાલ કરવાની કુદરત પેદા થશે તો બઘા ઈન્સાનો એમની (કરોડોમાંથી એક નહી) આખી અક્લ અને સમજની તાકતથી અહલેબૈત (અ.સ.) ના જીંદગીબખ્શ મકતબના ભેદોને કબુલ કરશે અને ઈલ્મ વ કમાલની આખરી મંઝીલ ઉપર પહોંચી જશે.

એ અઝીમ જમાનામાં ભેદો અને ગુપ્ત ચીજો જાહેર થઈ જશે અને આ જમાનાની અંઘારી ચીજો નહી હોય. શું એવો દિવસ સુઘી પહોંચવાનો ઈન્તિઝાર તમારા દિલોમાં પવિત્રતા વ પાકીઝગી પેદા નથી કરતો?!



[1] સુરએ ઈબરાહીમ, આયત ૪૮

[2] કપકપી, કંપવું, ઘ્રુજવું, થરથરવું

[3] બનાવટ, સાખ્ત

[4] રૂહ ઝ઼િન્દેહ મી માનદ, પેજ નં ૧૫૮

[5] રૂહ ઝ઼િનદેહ મી માનદ, પેજ નં ૧૮૮

[6] બિહારૂલ અનવાર, ભાગ ૭૭, પેજ નં ૨૬૯

 

 

 

    بازدید : 3362
    بازديد امروز : 137879
    بازديد ديروز : 250790
    بازديد کل : 173186589
    بازديد کل : 128307741