الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
ઇન્તેઝારની મહત્વતા અને એહમિય્યત

ઇન્તેઝારની મહત્વતા અને એહમિય્યત

 

ઇન્તેઝાર એ અઝીમ લોકોની વિશેષતા છે જે કામિયાબીની રાહ પર ચાલે છે કેમકે ગેબતના જમાનામાં અહલેબૈત અલૈહેમુસ્સલામની આજ્ઞાપાલન કરનારા લોકોના વિશે કેટલીક રિવાયતો અને મજબૂત પ્રવચનો આવ્યા છે જેમાં ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહૂશ્શરીફના ઝહૂરના ઇન્તેઝાર કરનારાઓ દરેક જમાનાના લોકોથી સર્વશ્રેષ્ઠ છે.

એટલા માટે એક ગિરોહ ઇન્તેઝારની તીવ્રતા અને સખતીઓને દુનિયામાં સફળતાની ચાબી જાણે છે. એમનો વિશ્વાસ છે કે ઈન્સાન ઇન્તેઝારના કારણો અને એના કમાલની ઓળખાણ અને એના માધ્યમથી સત્યતા અને હકીકતના સમંદરથી સફળતાના મોતી હાસિલ કરી શકે છે અને સમાજની મુશ્કેલો અને માદ્દી રુકાવટોથી પણ નજાત હાસિલ કરી શકે છે. ઇન્તેઝાર સત્ય અર્થમાં બહુજ મુશ્કેલ હાલત હોય છે એટલે કે રહસ્યોના વાવાઝોદાએ એને ઘેરી લીધો છે અને અમુક જ લોકોએ એના કમાલની રાહ શોધી છે અને દુશ્મનોની કપટીઓનું વિરોધ કર્યો છે કેમકે ઇન્તેઝાર એના આખરી અને બુલંદતરીન મંઝિલમાં ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની મલકૂતી હુકૂમતમાં આસમાની વ્યવસ્થાને પ્રચલિત કરવા અને એમની ખિદમત કરવા માટે તૈયર રેહવાના અર્થમાં આવે છે જેને અસાધારણ શક્તિના માધ્યમથી હાસિલ થાય છે અને એવો ઇન્તેઝાર ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ખાસ અસહાબમાં મોજૂદ છે.

 

સાભારઃ વિલાયતે નૂર સાઈટ

પુસ્તકઃ કામિયાબી કે અસરાર, ભાગ ૨, પાન નં ૧૯૮

زيارة : 3530
اليوم : 0
الامس : 272311
مجموع الکل للزائرین : 149428571
مجموع الکل للزائرین : 103484586