Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
પોતાના વિચારની દિશામાં પરિવર્તન લાવીએ

પોતાના વિચારની દિશામાં પરિવર્તન લાવીએ

આત્મિક તરીકે આગળ વધવું અને વિચારમાં પરિવર્તનના માધ્યમથી પોતાના અંદર ખાસ પરિવર્તનો પેદા કરીએ અને ઈમામ મહેદી અ.જ. અને અમારા આકા વ મૌલાથી ગાફેલ રહેનારાઓથી આપણી રાહ અલગ કરી લઈએ. વિશ્વાસ રાખો કે જેવી રીતે જીસ્માની પિતાના વિશે ભૂલ અને ગફલત મોટું ગુનાહ છે એવી જ રીતે આત્મિક પિતાના વિશે પણ ભૂલ અને ગફલત પણ બહુજ મોટો ગુનાહ છે અને ઈન્સાન માટે આનો અંત બહુજ અંધેર હશે.

યદિ અત્યાર સુધી ઈમામ મહેદી અ.જ. થી અમે ગાફેલ છીએ અને એમના ઝહૂરના વિશે વિચાર નથી કર્યું, યદિ અત્યાર સુધી ઝહૂરના બાઅઝમત દિવસને આવવા માટે દુઆ કરનારાઓમાં નથી, અગરજો અત્યાર સુધી નથી જાણતા કે ઈમામે ઝમાના અ.જ. અને અમારા આકા વ મૌલા વિશે અમારી કેવી જવાબદારીઓ છે, કિંતુ હવે અમને આ હકીકતથી જાણકારી થઈ ગઈ છે અને સારી રીતે જાણીએ છીએ કે ગેબતના જમાનામાં લોકો ઉપર બહુજ સખત શરઈ જવાબદારીઓ છે તો પછી પોતાને ગફલતથી નજાત આપીને એક મજબૂત ઈરાદાની સાથે પોતાના ભૂતકાળને પૂરું કરીએ અને હઝરત બકિય્યતુલ્લાહ અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઈન્તેઝારની રાહમાં પ્રયાસ અને પરિશ્રમ કરીને કદમ આગળ વધાવીએ અને આ જાણી લે કે વિલાયતના ચાહનાર અને એનાથી મોહબત કરનારાઓ માટે ઈમામનો કરમ કારણ થશે કે અમારી ભૂતકાળની ગલતીઓ માફ થઈ જશે અને ઈમામનો મહેરબાન દિલ એ ગલતીઓને માફ કરી દેશે.

શું હઝરત યુસુફ અ.સ. એ પોતાના ભાઈઓના જુલ્મ વ સિતમ પછી ના ફરમાવ્યું કેઃ

"لا تَثْريبَ عَلَيْكُمُ الْيَوْمَ يَغْفِرُ اللَّهُ لَكُمْ وَهُوَ أَرْحَمُ ‏الرَّاحِمينَ"[1]

યુસુફએ કહ્યું આજે તમારા ઉપર કોઈ પણ આરોપ નથી, ખુદા તમે લોકોને માફ કરી દેશે કેમકે એ માફ કરનારામાં સોથા વધારે રહેમ કરનાર છે.

અમે વિશ્વાસ રાખવો જોઈએ કે ઈન્સાનની બુલંદ રૂહ એટલા માટે નથી કે માદ્દી અને અમહત્વપૂર્ણ મસાએલમાં ગ્રસ્ત રહે બલ્કે એટલા માટે એનો નિર્માણ થયો છે કે રૂહાની મસાએલથી આગાહ થઈને ખુદા અને ખુદાના જાનશીનોને ઓળખે અને ઈલાહી મસાએલની તરફ આવે. ઈન્સાનની રચનાનો હેતુ પણ આજ છે.

શું આ સારું છે કે જે ઈન્સાન સૈયદ બેહરુલ ઉલૂમ, મર્હૂમ શેખ અન્સારી અને બીજા સેંકડો સદભાવક વ્યક્તિઓની જેમ ઈમામ ઝમાના અ.જ. થી સંબંધ રાખી શકતો હોય એ પોતાની રૂહને માદ્દી વિચારોમાં ડૂબીને પોતાના વજૂદને ગફલતમાં નાખી દે?!

શું આ સારું છે કે જે ઈન્સાન ખાન્દાને વહી અ.સ. ની ઓળખાણના કારણ રૂહાની પર્યાવરણમાં ઉડી શકે એ પોતાના પંખને તોડીને દુનિયાની જેલમાં શૈતાનનો કેદી બનાવી દે?!

શું આ સારી વાત છે કે દુનિયાના અરબો ઈન્સાનોમાંથી અમુક જ લોકો ગેબતના જમાનામાં એવી બુરાઈઓથી ઓળખ રાખતાં હોય? કેમ બધા લોકો પોતાની ઈન્સાની કિંમતથી આગાહ ના હોય અને એમને એ પણ ઈલ્મ ના હોય કે ફકત આજ હાલતમાં એની કિંમત છે કે જ્યારે એ પોતાનું ધ્યાન ખુદા અને એના જાનશીનની તરફ રાખે?

અગર બધા ઈન્સાનો આવા મકામની લાયકાત ના રાખતાં હોય અને આ મકામ એક ખાસ ગેરોહનો છે તો કેમ અમે એમનામાંથી નથી?



[1] સુરએ યુસુફ, આયત ૯૨

 

 

    Mengunjungi : 2129
    Pengunjung hari ini : 0
    Total Pengunjung : 276676
    Total Pengunjung : 164745095
    Total Pengunjung : 121865725