Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
કેવા આદમીની પૈરવી કરીએ?

કેવા આદમીની પૈરવી કરીએ?

શું ઈન્સાન આવા દાનિશવરોની પૈરવી કરી શકે છે કે જે ખયાનતકાર હોય અને જે દુનિયાના સિતમગરો અને ઝાલિમોના ખિદમતગાર હોય?

શું પશ્વિમના પ્રચારથી ઘોખો ખાઈને એમની મશીની ઝિંદગી ઉપર આશિક઼ હોવુ સહી છે?

કદીમુલ અય્યામથી દુનિયાના જાબીરો, ઝાલિમો અને સિતમગરોના ખુદાના પયગંબરોની મુખાલેફત કરી અને લોકોને એમની પૈરવીથી મના કર્યું. રસુલે અકરમ સ.અ.વ. ના ઝમાનાએ રેસાલત અને ખાનદાને અહલેબૈત અ.સ. ના ઝમાનએ ઈમામત માં કાએનાત અને તારીખના દુષ્ટતરીન ગેરુહ ખાનદાને નબુવ્વત અ.સ. ની મુખાલેફત માટે ઉઠયુ જેને લોકો ખાનદાને ઈસ્મત અ.સ. થી દુર કર્યું અને લોકોને રસુલે અકરમ અ.સ.વ. ના ફરમુદાત લખવાથી મના કરીને બાબે ઈલ્મને બંઘ કરવાથી જાહીલીયતના ઝમાનાને એદામા આપ્યું.

એમણે લોકોને ઈલ્મે નબુવ્વતના ચશ્માથી સેરાબ ના હોવા દીઘુ અને આ વસ્તુની પણ ઈજાઝત ના આપી કે દુનિયામાં ઈલ્મ વ દાનિશ ફેલાવે પરંતુ તોપણ આ બુઝુર્ગ હસ્તીઓએ ઈલ્મ વ દાનિશના રાઝ પોતાના ખાસ અસહાબને તાલીમ ફરમાવ્યા.

શું ઈન્સાનને કોઈ એવા રહેબરની પૈરવી કરવી જોઈએ કે જેની સામે કાએનાતના બઘા રાઝ આશકાર હોય અને જેને દુનિયાની બઘી મૌજુદાતના ઈલ્મ હોય યા એવા દાનિશવરની પૈરવી કરવી જોઈએ કે જે ખુદ પોતાના જહેલ વ લાચારીના એઅતેરાફ કરે અને પોતાના ઈલ્મને પોતાના નામાલુમના સામે બહુ જ કમ સમજે? મિસાલ ના તોર પર “ઈસ્હાક઼ ન્યુટન” કે જેને દુનિયાના મોટા દાનિશવરોમાં શુમાર કરવામાં આવે છે, એ આ વિશેમાં કહે છે:

મને નથી ખબર કે દુનિયાની નજરોમાં શુ છું? પરંતુ જ્યારે મે આંખોથી ખુદને જોઉ તો મેં એક બચ્ચાની જેમ છું કે જે સાહિલે સમન્દર પર ખેલકુદમાં મશગ઼ુલ હોય અને ખુબસુરત નાના નાના પથ્થરોને બીજા સંગરેઝા અને સદફ ને બીજા ગૌહરથી જુદા કરવામાં મસરુફ હોય પરંતુ હકીકતના ઊકયાનુસમાં દરેક જગ્યાએ બેઈન્તેહાઈ વ તુગ઼યાની છે.[1]

આ એઅતેરાફ એક હકીકત છે જે ના સિર્ફ “ન્યુટન” પરંતુ આવા દરેક લોકો પર સાદિક આવે છે. જો કે બહુ જ વઘારે અફરાદ બહુ સઈ વ કોશિશ અને જુસ્તજુથી ખુબસુરત અને નાયાબ સદફના હુસુલમાં કામિયાબ થયા છે પરંતુ અમારો સવાલ આ છે કે:

શુ ઈન્સાનને ખેલકુદમાં મસરુફ બચ્ચાની પૈરવી કરવી જોઈએ યા કોઈ આવુ તલાશ કરવુ જોઈએ કે જે દુનિયાની ખિલકતના રાઝ જાણતા હોય? આ વાઝેહ ચીજોમાં છે કે રસ્તાથી ભટકી જવુ ગુમરાહીનો સબબ બને છે અને ગુમરાહીના નતીજા તબાહી અને બરબાદી છે.



[1] કીતાબે ફિક્ર, નઝ઼મ, અમલ, પેજ નં ૯૩

 

    Visit : 2660
    Today’s viewers : 0
    Yesterday’s viewers : 238378
    Total viewers : 161928456
    Total viewers : 119850866