الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?

સખત મુશ્કેલો, ક્યા પોઝેટીવ ગુણો રાખે છે?

મોટી મુસીબતો અને મુશ્કેલો, બુઝુર્ગ વ્યક્તિઓને બનાવવા અને ખુદાના દોસ્તોને પાક કરવામાં મહત્વપૂર્ણ ભૂમીકા ભજવે છે. જેવી રીતે કેટલાક લોકો સખત ફિતનાઓમાં ગુમરાહ થઈ જાય છે અને પોતાના અસ્તિતવ અને કિંમતને ખોઈ નાખે છે પરંતુ સાચાં લોકો ના ફકત એ ફિતનાઓમાં ગ્રસ્ત થાય છે બલ્કે મજબૂત પણ થઈ જાય છે.

હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ફરમાવે છેઃ

ستکون فتنة یُحصّل الناس کما یُحصّل الذهب فی المعدن].[1]

જલ્દી જ એવો ઉપદ્રવ થશે કે લોકોને શુધ્દ્ર કરી દેશે જેવી રીતે સોનું ખનિજમાં શુદ્ધ થઈ જાય છે.

હજારો વર્ષો ગુજરયા પછી એક ખનિજ કમકિંમત ગોહર અથવા ખોટા સોનાને ખરા સોનામાં બદલી નાખે છે પરંતુ અમુક સમયે એ ઉપદ્રવો એટલા મહત્વપૂર્ણ અને પ્રભાવી છે કે ટુંક સમયમાં જ ખરા લોકોને પાક કરી દે છે અને ટુંક સમયમાં કમકિંમત લોકોને હલાક કરીને ગુમરાહ અને સમાપ્ત કરી નાખે છે.

હકીકતમાં આવા વિશાળ ઉપદ્રવો એમની કમીને પૂરી કરી નાખે છે અને એમના પસ્ત અને કમકિંમત આદતો અને સિફતોને લાભદાયક ગુણોમાં બદલી નાખે છે કેમકે એ લોકો ઉપદ્રવોમાં પોતાને બદલતા ના હતાં બલ્કે બળતા હતાં અને આ બળવું ના ફકત એમને બનાવે છે બલ્કે એમની સુધારણાના સમયમાં પણ વધારો કરે છે.

અગર હજારો વર્ષો ગુજરયા પછી અશુદ્ધ સોનું ખનિજમાં શુદ્ધ સોનામાં બદલી જાય છે[2] પરંતુ આગ અને કોયલા એને ટુંક સમયમાં જ શુદ્ધ સોનામાં બદલી નાખે છે.

આવી જ રીતે એ લોકો જે પોતાની સુધારણા અને તહેઝીબે નફ્સ માટે ધણાં વર્ષોની જરૂરત છે પરંતુ ક્યારેક ઉપદ્રવો અને ફિતાનાઓની આગ અને સખત મુશ્કેલો એ લોકોને ટુંક સમયમાં જ સુધારી દે છે અને નકારાત્મક વસ્તુઓને દૂર કરી નાખે છે.

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી


[1] એહકાકુલ હક, ભાગ ૧૩, પેજ નં ૨૮૮, મુસ્તદરક નેશાપૂરીથી, ભાગ ૪, પેજ નં ૫૫૩

[2] ખનિજમાં થી કેવી રીતે ગોહર મોતી અને સોનું નીકળે છે એની જાણકારી માટે આ પુસ્તકને જુઓઃ “નુખબતુદ દહેર ફી અજાએબિલ બર્રે વલ બહર”

 

 

زيارة : 5192
اليوم : 57531
الامس : 237545
مجموع الکل للزائرین : 170072955
مجموع الکل للزائرین : 125233920