حضرت امام صادق علیہ السلام نے فرمایا : اگر میں ان(امام زمانہ علیہ السلام) کے زمانے کو درک کر لیتا تو اپنی حیات کے تمام ایّام ان کی خدمت میں بسر کرتا۔
૧. ઈમામ મહેદી (અ.સ.) ના મકામની ઓળખાણ

૧. ઈમામ મહેદી (અ.સ.) ના મકામની ઓળખાણ

હઝરત ઈમામ મહેદી (અ.જ.) ની વિશેષતાઓ અને ખાસિયતોની ઓળખ અને આપહઝરતની બાઅઝમત વજુદની તરફ તવજ્જો કરવી ઈન્તિઝારની હાલત ઈજાદ કરવા માટે એક અહેમ સબબ છે.

કેમકે આ નુકતાની તરફ તવજ્જો જે અત્યારે આખી દુનિયા અને તમામ દુનિયાની ખીલકતમાં હઝરત ઈમામ મહેદી (અ.સ.) ના આલાવા કોઈ પણ દુનિયાની રહેબરી અને ઈસ્લાહના લાએક નથી, એ ચીજ ઈન્સાનને આપહઝરત ની તરફ આકર્ષિત કરે છે. કેમકે આપહઝરત ખુદાની આખરી નીશાની છે અને આપહઝરત જ આખરી હાદી અને રહેબર છે જેમકે હઝરત અલી (અ.સ.) આપના બારામાં ફરમાવે છે:

"علم الانبیاء فی عِلمِھم و سرُّ الاوصیاء فی سرِّھم و عِزُّ الاولیاء فی عزِّھم کالقطرۃِ فی البحر و الذَّرَّۃِ فی القَفرِ۔"[1]

બઘા જ નબીયોના ઈલ્મ, બઘા જ વસીયોના રાઝ અને તમામ વલીયોની આબરૂ હઝરત ઈમામ મહેદી (અ.જ.) ના ઈલ્મ, રાઝ અને આબરૂના બરાવરીમાં એવી જ છે જેવી રીતે સમન્દરનું એક બીંદુ અને જંગલમાં એક કણ છે.

કેમકે આપણે ખાનદાને અહલેબૈત (અ.સ.) ની આખરી ફર્દના જમાનામાં છીએ અને આપણી જીમ્મેદારી છે કે આપહઝરતની તરફ તવજ્જો અને ઈમામના ફરામીનની પૈરવી કરવાની સાથે સાથે તબાહી અને ગ઼ફલતથા નજાત પાઈ શકીએ અને ઈમામ (અ.સ.) ની હુકુમત આવ્વાના ઈન્તિઝારમાં લમ્હા શુમાર કરીએ જે હિદાયત અને અદાલતના પરચમને આખી દુનિયામાં ફેલાવશે.

અગર કોઈ આ જમાનામાં ઈમામ (અ.સ.) ને પહેચાની લે અને ગ઼ૈબતના જમાનામાં ઇમામ મહેદી (અ.જ.) ની ગ઼ૈબી મદદથી આગાહ થાય અને “ઝ઼હુરના જમાનામાં” ઈમામ આખી દુનિયા અને તમામ લોકોમાં જે પરિવર્તન લાવશે એનાથી આશનાઈ રાખે તો એ માણસ હંમેશા ઈમામની યાદ દિલમાં રાખશે અને જેવી રીતે હુકમ થયો છે કે[2] (એ શખ્સ) આફતાબે વિલાયતના ઉદયના ઈન્તિઝારમાં જીન્દગી ગુજારશે.

એવા ઈન્સાનમાં મારેફતના સબબ ગફલતને એના દિલમાંથી દુર કરી દેશે અને શુઘ્દ્રતા વ પરિત્રતાને એના દિલમાં સમાવી દેશે. હવે એક જાલિબ રીવાયતની તરફ તવજ્જો કરીએ જે ગ઼ૈબતના જમાનામાં ગ઼ૈબી ઈમદાદને બયાન કરે ચે. જાબિર જોઅફી જાબિર ઈબ્ને અબ્દુલ્લાહ અન્સારીથી અને એ પૈય્ગ઼મ્બરે અકરમ (સ.અ.વ) થી નકલ કરે છે કે આપહઝરત એ ફરમાવ્યું: 

۔۔۔ذاک الَّذی یفتَحُ اللہ ۔تعالیٰ ذکرہ۔ علیٰ یَدیہِ مَشارِقَ الأرضِ وَ مَغارِبِھَا، ذَاکَ الَّذِی یَغیبُ عَن شِیعَتِہ و أولِیائہِ غَیبَۃً لا یَثبُتُ فیھَا عَلَی القَولِ بِاِمَامَتِہ اِلاَّ مَن اِمتَحَنَ اللہُ قَلبَہُ بِالاِیمانِ۔

قَالَ: فَقالَ جَابِرُ: یا رسولَ اللہِ فَھَل یَنتَفِعُ الشِّیعَۃُ بِہِ فِی غَیبَتِہ؟ فَقَالَ (ص): ای وَ الَّذی بَعَثَنِی بِالنُّبُوَّۃِ أَنَّھُم لَیَنتَفِعُونَ بِہ وَ یَستَضیئونَ بِنورِ وِلایتِہ فی غَیبَتہ کَانتِفاعِ النّاسِ بِالشَّمسِ، وَ اِن جَلَّلَھا السَّحَابُ، یَا جَابِرُ، ھٰذا مَکنُونُ سِرِّ اللہ وَ مَخزونُ عِلمِہِ فَاکتُمہُ اِلاَّ عَن أھلِہ۔ [3]

એજ (ઈમામ મહેદી અ.સ.) છે કે ખુદાવન્દ કરીમ (જેનો ઝીક્ર બુલંદ છે) એના હાથોથી જમીનના પુરબ અને પશ્વિમને ખોલી દેશે. એ તેમના શીયાઓ અને મુહીબ્બોથી ગાયબ થઈ જશે અવી રીતે કે એમની ઈમામતના અકીદા પર ઘણા લોકો ઈન્કાર કરશે સિવાય એ લોકો જેનો ખુદા એ ઈમ્તેહાન લીઘો છે.

જાબિરે જોઅફી કહે છે: જાબિર ઈબ્ને અબ્દુલ્લાહ અન્સારી એ પૈયગ઼મ્બરથી પુછયું: યા રસુલ અલ્લાહ (સ.અ.વ) શું ગ઼ૈબતના જમાનામાં શીયાઓ ઈમામ (અ.સ.) થી ફાયદો હાસીલ કરી શકશે?

પૈય્ગ઼મ્બર (સ.અ.વ) એ જવાબ આપ્યું: હા, એ ખુદા જે મને રીસાલત પર મબઉસ કર્યું છે, એ લોકો એનાથી ફાયદો હાસીલ કરશે જેવી રીતે લોકો સુર્યથી ફાયદો હાસીલ કરે છે, અગર એ વાદળો એને ઢાંકી દે છે. એ જાબિર એ (ઈમામ મહેદી અ.સ.) ખુદાના ગુપ્ત રાઝો અને એના ઈલ્મના ખજાનાઓમાંથી છે એટલે જ એને ગુપ્ત રાખો મગર એના અહલ થી.

જેવી રીતે તમે જોયું કે રસુલે અકરમ (સ.અ.વ) આ રીવાયતમાં તાકીદની સાથે કસમ યાદ કરી છે કે શાયાઓ ઈમામ મહેદી (અ.જ.) ના જમાનામાં નુરે વિલાયતથી રોશની હાસીલ કરશે.

کیست  بی پردہ بہ خورشید،  نظر  باز کند

چشم  پوشیدۂ   ما،   علت    پیدائی  تست

از  لطافت  نتوان  یافت،  کجا   می   باشی

جای رحم است بر آن کس کہ تماشای تست

ગ઼ૈબતના જમાનામાં અગરચે ઈમામ ગાયબ છે પરંતુ હકીકતમાં ગ઼ૈબતના પર્દા અમારા દિલો ઉપર છે અને ઈમામ (અ.જ.) એ ઈન્સાન માટે ચમકતા હુવા નુર છે જેનો દિલ આઈનાની જેમ પાક અને સાફ હોય ચાહે એ અંગો કેમ ન હોય.

આ હકીકતની તરફ તવજ્જો ઈન્સાનને મકામે વિલાયત અને એમના ઈલેમ વ કુદરતની તરફ હિદાયત કરે છે અને ઈમામ મહેદી (અ.જ.) ની મુહબ્બત દિલોમાં પરિપુર્ણ અને એમની આવ્વાવાળી આલમી હુકુમતના ઈન્તિઝારને પેદા કરે છે. 



[1] બિહારૂલ અનવાર, ભાગ ૨૫, પેજ નં ૧૭૩

[2] જોવો બિહારુલ આનવાર, ભાગ ૫૨, પેજ નં ૧૪૫

[3] કમાલુદ્દીન, પેજ નં ૧૪૬ વ ૧૪૭, બિહારૂલ અનવાર, ભાગ ૩૬, પેજ નં ૨૫૦

 

 

 

    ملاحظہ کریں : 2623
    آج کے وزٹر : 0
    کل کے وزٹر : 147069
    تمام وزٹر کی تعداد : 155188951
    تمام وزٹر کی تعداد : 110915090