الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
આખરે મારી મુશ્કેલોનું સમાધાન કેમ નથી થતું?

અસ્સલામો અલૈકુમ

આખરે મારી મુશ્કેલોનું સમાધાન કેમ નથી થતું?

ખુદા ઉપર અકીદો અને દીની કાર્યો કરવા પછી પણ આ મુશ્કેલો કેમ છે?

 

ઉત્તરઃ વઅલૈકુમ અસ્સલામ

ખુદા ઉપર અકીદો અને અહલેબૈત અલૈહેમુસ્સલામ ના મકતબની આજ્ઞાપાલન કરવી અમારી જવાબદારી છે અને છેવટે અમે અમારી જવાબદારીઓનું પણ પાલન કરતા હોય અને પાપોથી બચતાં પણ હોય તો આ જરૂરી નથી કે અમારી મુશ્કેલો ખત્મ થઈ જાય અને આપણી જીંદગીની બધી મુશ્કેલો અને મુસીબતો ખત્મ થઈ જાય.

અહલેબૈત અલૈહેમુસ્સલામથી વધારે કોઈના ઉપર મુશ્કેલો અને મુસીબતો નથી આવી આથી અવશ્ય એ લોકો ખુદાના સોથી વધારે પ્રિય અસ્તિત્વ હતાં, પયગમ્બરોને પણ મુશ્કેલોનો સામનો કર્વો પડયો હતો પરંતુ એ લોકોએ ધીરજથી એ બધી મુશ્કેલોનું સામનો અને એને બર્દાશ્ત કર્યો.

ખુદાના બધા અવલિયા ઉપર પણ મુશ્કેલો અને મુસીબતો આવી પરંતુ એ લોકો એ સ્થિરતા, ધીરજ અને મજબૂતીથી એમનો મુકાબલો કરીને એમના રૂહાની મકામમાં ઈઝાફો કર્યો.

આપણે એ જાણી લેવું જોઈએ કે જ્યાં સુધી શૈતાન મોજૂદ છે તો મુમકિન છે કે જાહેરી તોર પર એના દોસ્ત આરામ અને સુવિધામાં હોય પરંતુ ખુદા અને અહલેબૈત અલૈહેમુસ્સલામના દોસ્ત અને ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ ની વિશ્વસનીય અને ન્યાયપૂર્ણ હુકૂમતના ચાહનાર (જે દુનિયાથી ઝુલ્મને ખત્મ કરી દેશે અને દુનિયા પર ઈન્સાફ અને ન્યાયનો રાજ હશે) એમના હુકૂમતથી પહેલાં આ મુશ્કેલો બાકી રહેશે એ (ઝહૂરના) દિવસે જ દુનિયામાં દરેક નાગરિક માટે આરામ, અમ્ન અને સુવિધા પ્રાપ્ત થશે.

આખરે અગર તમે “કામીયાબી કે અસરાર” પુસ્તકથી “સબ્ર વ ઇસ્તેકામત” ની બહેસ અને “ઈમામ મહેદી અ.જ. ની આફાકી હુકૂમત” પુસ્તકને વાંચશો તો ઈન્શા અલ્લાહ તમારા વિચારોમાં પોઝેટીવ તબદીલી આવશે જેથી તમને મુશ્કેલોનું સામનો કરવામાં મદદ મળશે.

 

 

زيارة : 1625
اليوم : 0
الامس : 301939
مجموع الکل للزائرین : 149487682
مجموع الکل للزائرین : 103603098