الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?

અગર વિલાયતે અહેલેબૈત અલૈહેમુસ્સલામ એવી રીતે થાય કે જે મખલૂક અક્લ (બુદ્ધિ) રાખે છે તો પછી કેવી રીતે કહી શકીએ છીએ કે આલુલ્લાહ ની વિલાયત બધી મુમકેનાત અને મખલૂકાત ઉપર છે?

 

ઉત્તરઃ

અહેલેબૈત અલૈહેમુસ્સલામની બધી મુમકેનાત ઉપર વિલાયત રાખવામાં આ શર્ત નથી કે એ અક્લ અને બુદ્ધિ રાખે બલ્કે જેટલી પણ બુદ્ધિ એ મખલૂક રાખે એટલી જ વિલાયત એમના ઉપર રાખે છે.

એટલા માટે અહેલેબૈત અલૈહેમુસ્સલામની વિલાયત બુદ્ધિમાન લોકો ઉપર એમની બુદ્ધિના પ્રમાણે છે અને બીજી મખલૂકાત અગરચે બુદ્ધિ ના રાખતાં હોય જેમકે આકાશો અને જમીન, એમની માદ્દી બુદ્ધિની સીમામાં વિલાયત રાખે છે.

અત્યારે આ સાબિત થયું છે કે પાણી, માટી, ફૂલ..... માં બુદ્ધિ હોય છે એટલા માટે એમની બુદ્ધિ પ્રમાણે જ એમના ઉપર વિલાયત રાખવામાં આવે છે.

આયતે કરીમહ فَقالَ لَها وَلِلأَرضِ ائتِیا طَوعاً أَو کَرهاً قالَتا أَتَینا طائِعینَ(સુરએ ફુસ્સેલત, આયત નં ૧૧) આ ઉપર દલીલ છે કે આકાશો અને જમીન બુદ્ધિ રાખે છે. બીજી આયતો જેમકે મોજૂદાતની તસબીહ માટે છે અને કેટલીક રિવાયતો પણ આ હકીકતને દર્શાવે છે.

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

 

زيارة : 4213
اليوم : 78471
الامس : 315641
مجموع الکل للزائرین : 156066063
مجموع الکل للزائرین : 113646921