الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
મર્હૂમ અલી કની અને એમના સબ્રનો પરિણામ

મર્હૂમ અલી કની અને એમના સબ્રનો પરિણામ

 

જે લોકો એ મુશ્કેલોની સામે ધૈર્ય રાખ્યો અને પોતાના ઈરાદાની મજબૂતી અને ઈમાનને સ્થિર રાખયું એમાંથી એક મુલ્લા અલી કની છે. એ નજફે અશરફમાં કંગાલિયત અને ગરીબીમાં જીંદગી ગુજારી રહ્યા હતાં, એ દરેક અઠવાડિયામાંથી એક રાત્રે મસ્જિદે સહેલામાં જતાં અને બીજાને ખબર ના થઈ શકે એવી રીતે મસ્જિદના ખુણા અને કિનારામાં નાખ્યા ગયેલાં રોટીના ટુકડાને જમા કરતાં પછી મદરસામાં લઈ જતાં અને એક અઠવાડિયું આવી જ રીતે ગુજારતા હતાં. એ કેટલાક દિવસો આવી જ રીતે કરતા હતાં અને સબ્ર અને મજબૂતીને પોતાની આદત બનાવી લીધી. પછી એ નજફે અશરફથી કરબલા જવા માટે તૈયાર થયા, ત્યાં પણ આવી જ ગરીબી અને કંગાલિયતની જીંદગી ગુજારી પરંતુ ક્યારેક પણ સબ્રને ના છોડયો અને મજબૂતીથી કાર્ય કરતા રહ્યાં પછી એ એમની મુશ્કેલોથી નજાત હાસિલ કરવા માટે હઝરત હુર (ર.હ.) થી તવસ્સુલ કર્યો, આ રસ્મ હતી કે કંગાળ લોકો બુધવારના અમુક અઠવાડિયા હઝરત હુર (ર.હ.) ની ઝિયારત કરવા માટે જતાં હતાં અને એમનાથી તવસ્સુલ કરતા હતાં, જનાબે હુરથી તવસ્સુલ કરવાથી એમની આર્થીક મુશ્કેલોનું સમાધાન થઈ જતો. મર્હૂમ અલી કની બુધવારની રાત્રે હઝરત હુર (ર.હ.) ની ઝિયારત માટે જતા હતા, એક રાત્રે હઝરત હુર (ર.હ.) એ એમનાથી સ્વપ્નમાં ફરમાવ્યું કે મારા આકાએ તમને તેહરાનનો આકા બનાવ્યું છે.

આવનાર દિવસે એક મોમિન મુલ્લા આવ્યો અને એમને પાણીની મશક આપી, બીજા શખ્સ એ મશકને એક વર્ષ માટે ૨૫ તુમાનમાં ઈજારો કરી લીધો. મર્હૂમ અલી એ પૈસાના માધ્યમથી તેહરાન પહોંચી ગયાં બીજા વર્ષે એ મશક ૪૦૦ તુમાનમાં ઈજારા ઉપર આપ્યો, ધીરે ધીરે એમની આજ્ઞાનો પાલન થવા લાગ્યો તેથી નાસિરુદ્દીન શાહ એમનાથી ડરવા લાગ્યો.

 

સાભારઃ વેબલોગ દાનિશજો ૧૩૬૬, પુસ્તકઃ કામિયાબી કે અસરાર, ભાગ ૧, પાન નં ૧૫૫

બીજો સાભારઃ વેબ સાઈટ ઝીનતે હફ્ત આસમાન

 

 

زيارة : 4148
اليوم : 159422
الامس : 300908
مجموع الکل للزائرین : 165110492
مجموع الکل للزائرین : 122049379