ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
રહસ્યમય નૂરી વાદળો કેવા વાદળો છે?

 

રહસ્યમય નૂરી વાદળો કેવા વાદળો છે?

અમે નૂરી વાદળોના વિશે કંઈક પણ જાણકારી નથી રાખતા, એનો ઝિક્ર કેટલી રિવાયતોમાં આવ્યો છે અને એ વાદળોથી કેવી રીતે આગાહ થઈ શકીએ છીએ કે જે  વિશાળ કુદરત અને શક્તિ રાખે છે? શું આ સંભવ છે કે રહસ્યમય વાદળો મોજૂદ હોય પરંતુ એના વિશે કોઈ પણ ઝિક્ર ના મળે?

 

ઉત્તરઃ

પ્રશ્નના વિવરણ માટે અમુક તોઝીહ જુઓઃ

દુનિયાના અમુક રાજનીતિક લોકો આ કબૂલ કરે છે કે એમની શક્તિથી વધારે કોઈની શક્તિ અને કુદરત નથી જે એમના ઉપર નજર રાખે છે અને આવું પણ નથી કે જે પ્રોગ્રામ એ બતાવે એના ઉપર અમલ પણ કરે છે.

અને નોંધપાત્ર છે કે ક્યારેક આ તાકતનો ઇઝહાર એમને રહસ્યમય નૂરી વાદળોના માધ્યમથી થાય છે. આવી રીતે દુનિયાને ખત્મ કરનાર લોકો ઉપર જાહેર થઈ જાય છે કે દુનિયા અને દુનિયાવાળા અવારસદાર નથી ઉભય એમની શક્તિથી વધારે પણ કોઈ તાકત છે જે દુનિયાને ચલાવ્વામાં પ્રભાવ રાખે છે.

પહેલી વિશ્વસનીય જંગમાં અંગ્રેજો અને એમના સાથીઓએ કેટલાક દેશો ઉપર કબજો કરી લીધો અને બીજા દેશોમાં એમની સેના મોકલી હતી. અંગ્રેજોએ એમની અમુક સેના તુર્કીમાં મોકલી જેને પહાડી ઈલાકામાં જગ્યા ઘેરી લીધી હતી જ્યાંથી એ લોકો ઈરાનમાં દાખલ થવાની તૈયારી કરી રહ્યા હતાં.

ટેંકો અને તોપોથી લેસ અંગ્રજોની સેના એક પહાડ ઉપર હતી જે આવનાર સવારે એમની જવાબદારી પુરી કરવા માટે તૈયાર હતી પરંતુ એ રાત ત્યાર સુધી ખત્મ ના થઈ હતી કે એમનાથી વધારે શક્તિ રાખનાર એક શક્તિએ ખુનરીઝી વિના એમની સેના, ટેંકો અને તોપો અને જંગના બધા જ હથિયારોને ખત્મ કરી  નાખ્યું.

નૂરી વાદળોનું એક ટુકડો એમની તરફ ગયો અને એક જ ક્ષણમાં એમના ઉપર રહસ્યમય નૂરી વાદળોએ ટેંકો અને તોપોથી લેસ બધા ફોજીઓને ખત્મ કરી દીધું અને અંગ્રજોની સેના અને જંગી હથિયારોનું નામ વ નિશાન બાકી ના રહ્યું અને આવી રીતે અંગ્રેજોની એમની સેના સાથે બનાવેલું ષડયંત્ર માટીમાં મળી ગયું અને આખી દુનિયા સમજી ગઈ કે ખુદાવન્દે આલમ એ દુનિયાની વ્યવસ્થા અને તદબીરને બીજા લોકોના હાથોમાં નથી રાખ્યું!

અમે આના વિશે બીજા પણ મહત્વપુર્ણ દાખલાઓને જાણીએ છીએ કે જ્યાં રહસ્યમય નૂરી વાદળોએ કેટલાક આશ્ચર્યજનક કાર્યોને અંજામ આપ્યું અમે ખુલાસારૂપના લીધે વિતેલી ઘટનાની જેમ એક ઘટના બયાન કરીએ છીએઃ

 

પહેલી વિશ્વસનીય જંગમાં અંગ્રજોની સેનાનું રહસ્યમય નૂરી વાદળોના માધ્યમથી અદ્રશ્ય થઈ જવું

પહેલી વિશ્વસનીય જંગના જમાનામાં ૨૮ ઓગસ્ટ ૧૯૧૫ માં તુર્કીમાં થવાવાળી લોહીની જંગમાં અંગ્રેજોની એક સેનાની યુનિટના બધા લોકો રહસ્યમય રીતે અદ્રશ્ય થઈ ગયા અને આ ઘટનાએ બધા વિધ્દ્વાનોને આશ્ચર્યચકિત કરી દીધું. જેવી રીતે અમે કહ્યું કે અંગ્રેજોના સિપાહીયોની આખી યુનિટ રહસ્યમય રીતે અદ્રશ્ય થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાઈ સેના અને ઝાએદ નવ આર્મીના લોકોએ અને આવી જ રીતે તુર્કી સિપાહીયોએ કહ્યું કે અંગ્રેજોની સેના આગળ વધી રહી છે અને એમનો તુર્કી સેનાની સાથે સામનો નથી થયો તેથી એ એક આશ્ચર્યજનક ઘાટીમાં ચાલ્યા ગયાં જે વાદળોના ટુકડાની જેમ હતાં પછી એ ક્યારેય પણ નથી મળ્યા. આ ઘટનાના સાક્ષીઓએ કહ્યું છે કે ૨૮ ઓગસ્ટનો દિવસ બહૂ જ સારો હતો અને આકાશમાં વધારે વાદળો ના હતાં અને સેનામાંથી એક સિપાહી એવી રીતે આ ઘટનાને બયાન કરે છે કે જે આ ઘટનાનો સાક્ષી હતોઃ

એ દિવસે મોસમ સાફ હતો અને વાદળો ના હતાં, ૬ અને ૮ ના વચમાં વાદળોના છોટા છોટા ટુકડા આકાશમાં જાહેર થયાં જે રોટલીના ટુકડા જેવા હતાં અને એ ૬૦ નંબરની પહાડીની ચોટી ઉપર જાહેર થયાં જ્યારે હવા ૪ અથવા ૫ મીલી દર કલાક ની રફ્તારથી દક્ષિણ દિશાથી ચાલી રહી હતી અને એ વાદળોમાં કોઈ પણ બદલાવ થઈ રહ્યો નહોતો જે એમને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડી શકતા નહોતા અને વાદળોના નીચે એક બીજો ટુકડો હતો જેની લંબાઈ એક કિલો મીટર, પહોળાઈ ૩૫૦ મીટર અને બુલંદી પણ ૩૫૯ મીટર હતી, વાદળોનું આ ટુકડો કાપડના ટુકડાની જેમ લાગી રહ્યો હતો અને એનો રંગ માટી જેવો હતો જે એક સુખેલી નહેરના ઉપર હતો જે આબળ ખુબળ સડકની જેમ લાગી રહ્યો હતો.

અંગ્રેજોની સોથી વધારે સેનાની આ યુનિટ આ કુદરતી સડકથી ૬૦ નંબરની દિશામાં આગળ વધી રહી હતી. જ્યારે સિપાહી વાદળોના એ ટુકડાના નજીકથી બેખૌફ ગુજરી રહ્યાં હતાં ત્યારે એ વાદળોના ટુકડાની અંદર ચાલ્યા ગયાં અને કોઈ પણ સિપાહી એનાથી નીકળી ના શક્યો અને એક કલાક પછી જ્યારે આખરી સફ (કતાર) પણ અદ્રશ્ય થઈ ગઈ ત્યારે એ વાદળ જમીનથી આકાશમાં જતો રહ્યો અને આકાશમાં રહ્યાં વાદળોથી મળી ગયો, પછી એ બધા વાદળો ત્યાંથી દૂર ઉત્તરી દિશામાં ચાલ્યા ગયા અને પંદર મીનટ પછી બધા વાદળો અદ્રશ્ય થઈ ગયા.

અંગ્રેજોની સેનાની એક યુનિટ અવશ્ય અદ્રશ્ય થઈ ગઈ અને ૧૯૧૮ માં અંગ્રજોની તુર્કીથી હાર પછી એમને સોથી પહેલાં તુર્કીથી એ યુનિટની માંગ કરી તો તુર્કીઓએ જવાબ આપ્યો કે અમે એમને ગિરફ્તાર નથી કર્યાં અને અમારો એ યુનિટથી ક્યારેય સામનો પણ નથી થયો.

એ જમાનામાં અંગ્રેજોની યુનિટના લોકોની સંખ્યા ૪૦૦ થી ૮૦૦ સુધી હતી અને અમે આ ઘટનાના સાક્ષી હતા એટલે જ અમને વિશ્વાસ હતો કે તુર્કીએ આ યુનિટના સિપાહીયોને ગિરફ્તાર નથી કર્યાં અને એમનો સામનો પણ ના થયો.

દરેક માધ્યમથી અંગ્રેજોની યુનિટના સિપાહીયોનો કોઈ પણ નિશાન ના મળ્યો અને અત્યારે આ કલ્પના મોજૂદ છે કે એ બધા લોકો કોઈ બીજી જગ્યાએ પહોંચી ગયા છે.

ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ ની ઈલાહી હુકૂમતના આવા પહેલાં શૈતાનો પાસે આ ફુરસદ છે કે એ એમના શૈતાની ષડયંત્રોને છોડી દે. શૈતાન અને શૈતાની શક્તિઓ દુનિયાવાસીઓની નાબૂદી માટે પ્રયત્ન કરી રહ્યાં છે અને શૈતાની વસ્વસહના સબબ કેટલાક લોકો આ વિચાર કરે છે કે ખુદાનો હાથ બંધી ગયો છે અને ખુદાની હુજ્જત કોઈ પણ ચીજમાં દાખલ થઈ શકતી નથી પરંતુ ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ આ જમાનામાં પણ કાર્યોની તદબીર કરી રહ્યાં છે અને અગર એમને એમના ચાહનારાઓ અને કમજોર લોકોનું ખ્યાલ ના હોય તો દુનિયા, એમના લોહી ચુસનારાઓના નિર્દય વિચારોની સાથે એ લોકોને ખત્મ કરી દે.

અમે નૂરી વાદળોના વિશે જે ઘટના બયાન કરી છે એ દુનિયાને નિગળવા વાળાઓ માટે ખુદાની તદબીરનો એક દાખલો (નમૂનો) હતો.

વધારે વિવરણ માટે અમે કહીએ છીએઃ

ખિલ્કતના સાક્ષીઓના શબ્દોમાં ધ્યાન અને વિચાર પછી આ માલૂમ થઈ જાય છે કે રહસ્યમય નૂરી વાદળોનું ભુતકાળ અને ભવિષ્યની જંગોમાં એક મહત્વપુર્ણ રોલ હતો અને રહેશે.

ઈસ્લામની શરૂઆતમાં બદ્રની જંગથી પહેલી વિશ્વસનીય જંગ સુધી અને ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂર સુધી નૂરી વાદળોએ એમની જવાબદારી અંજામ આપી અને આગળ પણ અંજામ આપતા રહેશે.

અહિંયા અમે એક બહેતરીન રિવાયત બયાન કરીશું જે બધા લોકો માટે નવીનતા અને તાજગીનો સબબ હશે અને એ જાહેર કરશે કે કેટલાક આવા વાદળો પણ મોજૂદ છે જે ના ફકત એક શખ્સ બલ્કે એક લશ્કરને પણ એમની બધી શાન, ભવ્યતા અને હથિયારોની સાથે આકાશમાં લઈ જશે.

આ એક એવી હકીકત છે જે અમારા મકતબની આધારભૂત અને મોઅતબર પુસ્તકોમાં મોજૂદ છે અને અત્યારે આ હકીકતનો એક કિનારો (ખુણોં) જ દુનિયાના દેશો માટે ખુલ્યો છે અને આનાથી સંપૂર્ણ આગાહી માટે અમે એક આવી રિવાયત બયાન કરીએ છીએ જેનાથી આ હકીકત જાહેર થઈ જશે. આ રિવાયત મર્હૂમ અલ્લાહમ મજલિસી ર.હ. એમની પુસ્તક બિહારૂલ અનવારમાં જંગે બદ્રના વિશે બયાન કરે છેઃ

قال  ابن  عباس:حدثنی  رجل  من  بنی  غفار  قال:اقبلت  انان  و  ابن  عم  لی  حٹی  صعدنا  فی  جبل  یشرف  بنا  علی  بدر  و  نحن  مشرکان  ننتظر  الواقعَ  علی  من  تکون  الدبرہ،فبینا  نحن  ھناک  اذ  دنت  منا  سحابہ  فسمعنا  فیھا  حمحمہ  الخیل  فسمعنا  قائلا  یقول: اقدم  حیزوم    قال:فاما  ابن  عمی  فانکشف  قناع  قلبہ  فمات  مکانہ  فاما  انا  فکدت  اہلک  ثم  تماسکت۔

ઇબ્ને અબ્બાસ કહે છેઃ બની ગફ્ફારના એક વ્યક્તિએ કહ્યું કે હું અને મારા કાકાનો દીકરો બદ્રમાં મોજુદ પહાડ ઉપર જવા માટે આવ્યાં, એ સમયે અમે બંને મુશરિક હતાં, અમે બંને આ જોવા માટે રાહ જોઈ રહ્યાં હતાં કે બંને લશ્કરોમાંથી કયો લશ્કર નિંદિત થઈ નાસી જશે, જ્યારે અમે બંને પહાડ પર હતાં કે વાદળોનું ટોળું અમારી પાસે આવ્યો જેમાંથી અમે ઘોડાઓની અવાજ સાંભળી શકતા હતાં, અમે સાંભળ્યું કે કહેનાર કહી રહ્યો હતોઃ “હૈઝૂમ આગળ વધો” મારા કાકાના દીકરાનો દિલનો પરદો ફટી ગયો અને એ ત્યાં જ મરી ગયો અને નજીક હતો કે હું પણ મરી જતો પણ આવું ના થયું. આ ઘટનામાં અલ્લામહ મજલિસી ર.હ. એ બિહારૂલ અનવારમાં જ્યાં આ ઘટના બયાન કરી છે ત્યાં આ પણ વિવરણ કર્યો છે કે જંગે બદ્રમાં વાદળોએ અમુક ઘોડાસવારો અને ઘોડાઓને બદ્રની જમીન ઉપર મોકલ્યા.

આ ઘટનામાં હૈઝૂમથી હઝરત જીબ્રઈલનો ઘોડો મુરાદ છે જે ઝહૂરના સમય ઈન્સાની શક્લમાં એ ઘોડા પર સવાર થઈને આવશે.

એટલા માટે વાદળોએ ફરિશ્તાઓના એક ગિરોહને ઈન્સાની શક્લમાં એમના ઘોડાની સાથે આકાશથી બદ્રની જમીન ઉપર પહોંચાડયા અને આ એજ ગિરોહ છે જે એક રિવાયતના આધાર પર ફરીથી આકાશથી નીચે ઈન્સાની શક્લમાં ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની મદદ કરવા માટે આવશે.

અમારા દિમાગ ઉપર સમાજના કલ્ચરની મહેદુદિય્યત હાકેમ છે જેના લીધે અમે વાદળોના માધ્યમથી લશ્કરના એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવાની જાણકારી નથી રાખતા. મુમકિન છે કે અમે ચમત્કાર તરીકે કબૂલ કરી લઈએ અને અહલેબૈત અલૈહેમુસ્સલામના કલામથી આ લાભ લઈ શકીએ છીએ કે આશ્ચર્યજનક કાર્યો અંજામ આપવાવાળા રહસ્યમય વાદળોની શક્લ અને ચહેરો બનાવટના આધાર પર બુખાર (બાષ્પ) જેવા વાદળોથી અલગ છે જેને અમે જોઈ શકીએ છીએ. રહસ્યમય વાદળો નૂરથી બને છે અને એ નૂર આ માદ્દી નૂરથી પણ અલગ છે જેને અમે અમે ઓળખીએ છીએ.

લોહ વ કલમ અને આકાશગંગા વ સમુદ્રોના નિર્માણ પછી એ વાદળોની રચના થઈ છે એટલા માટે આ વાદળો સમુદ્રના પાણી અને બુખારથી વજૂદમાં આવનાર વાદળોથી અલગ છે અને અમે એ દિવસની ઉમેદ રાખીએ છીએ કે જ્યારે બધા મઝલૂમ લોકો સામે ખિલ્કતના ગવાહોની અઝમત જાહેર થઈ જશે.

 

મુલાકાત લો : 2377
આજના મુલાકાતીઃ : 8030
ગઈકાલના મુલાકાતીઃ : 110833
સૌ મુલાકાતીની સંખ્યા : 133252848
સૌ મુલાકાતીની સંખ્યા : 92234610