الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
રીવાયત ની તહલીલ

રીવાયત ની તહલીલ

રીવાયતમાં મુખ્ય પોઈન્ટ એ છે કે પયગ઼મ્બરોના ઝમાનાથી માસુમીન અ.સ. ના ઝમાના સુઘી અને ઝમાનાએ ઝ઼હૂરથી પહેલા સુઘી ઈલ્મ વ દાનિશ બરાબર હતા. અને એ તમામ ઝમાનામાં ઈલ્મ બે જુઝ઼ થી ના વઘ્યો ના તો વઘી શકશે.

કેમેકે ઈમામ જાફરે સાદિક઼ અ.સ. ના ફરમાન મુતાબિક:

૧. તમામ પયગ઼મ્બર જે ઉલુમ લાયા એ ફકત બે હૂરુફ છે.

૨. ઈમામ જાફરે સાદિક઼ અ.સ. ના ઝમાના સુઘી લોકો ઉલુમના બે હૂરુફના સિવાય કંઈ જાણતા નહોતા.

૩. જ્યારે ઈમામ ઝમાના કયામ કરશે ત્યારે પચ્ચાસ બીજા હૂરુફ ખારિજ કરશે અને એ બે હૂરુફની સાથે લોકોમાં ફેલાવશે.

ઈમામ જાફરે સાદિક઼ અ.સ. ના ઝમાનામાં અને ઈમામ ઝમાના ના ઝ઼હૂર ના પહેલા સુઘી ઈલ્મ વ દાનિશ, પયગ઼મ્બરોના ઝમાનાની બાનિસ્બત વઘારે મોટુ હશે.

હવે રીવાયતના ઝાહીરથી નઝરમાં લઈને આ કહેવું પડશે કે ઈમામ ની મુરાદ વ મકસુદ કંઈક ઔર હતી કે જેને રાવીએ વાઝેહ તોર પર બયાન નથી કયુઁ કેમેકે આ વાઝેહ છે કે રસુલે અકરમ સ.અ.વ. અને આઈમ્મએ તાહેરીન અ.સ. આવા ઉલુમ વ મઆરેફ તાલિમ ફરમાયા છે કે જેને આની પહેલા પયગ઼મ્બરોમાં થી કોઈએ બયાન કર્યા નહોતા.

રસુલે અકરમ સ.અ.વ. અને એમના ઔવસિયાઓએ જે ઉલુમ વ મઆવેફ લઈને  આવ્યા શું આ એજ ઉલુમ હતો કે જેને અંબિયા પણ લાવ્યા અને ખાનદાને નબુવ્વત અલૈહેમુસ્સલામે પણ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહોતો અને એ ઉલુમમાં કોઈ ચીજનો ઉમેરો ના કર્યો?

અગર આવુ છે તો પછી ઈસ્લામ બીજો અદયાન (દીન) ઉપર શું બરતરી રાખે છે?

કોઈ આ વાતને ભરોસો ના રાખી શકે કે રસુલે અકરમ સ.અ.વ. ના ઈલ્મ વ દાનિશ પસાર થયેલા નબીયોનો જે ઈલ્મ છે. આની ઉપર કહેવુ પડશે કે આ રીવાયતમાં એક એવો નૂકતો રહેલો છે કે જેને ભણવા માટે વિચાર વ તદબીરની જરૂરત છે.

કેમકે ઝાહિર રીવાયતથી ઈલ્મ તરક્કીમાં ઠહેરવાનો ફાયદો થાય છે. એટલે પયગ઼મ્બરોના ઝમાના થી આઈમ્મએ અતહાર અ.સ. ના ઝમાના સુઘી અને એ ઝમાનાથી ઈમામ ઝમાનાના કયામના પહેલા સુઘી એક જ હાલત અને ફિઝા કાયમ હતી અને ઈમામે ઝમાના (અ.જ) ના કયામથી આ જામેલું ટુટશે.

અગર હવે પયગ઼મ્બરો અને આઈમ્મએ અતહાર અ.સ. ના ઝમાનામાં ઈલ્મને એક જ રીતે વિચારી કરીએ તો આ બહુ જ મોટો અને રોશન શક (ગલતી) છે કેમકે ઈમામ સાદિક઼ અ.સ. અને આવી જ રીતે બઘા આઈમ્મએ અવહાર અ.સ. એ બહુ જ આવા ઉલુમ બયાન ફરમાવ્યા છે કે જે ગુઝશ્તા પયગ઼મ્બરોની ઝબાનથી નકલ થયા નહોતા.

એના પરથી આપણે એ નથી કહી શકતા કે એક જેવું (યેકસાં) હોવાનું મતલબ ઈલ્મી મિકદારના લેહાઝથી બરાબર (યેકસાં) હોવાનુ છે પરંતુ આપણે એ કહી શકીએ છીએ કે હુસુલે ઈલ્મના માટે હોશની જરૂર રહે છે (એટલે જોવાની અને સાંભળવાની તાકત) એનાથી ફાયદા કરવામાં અત્યારે પણ બરાબર નીય્યત બાકી છે.

 

 

    زيارة : 2615
    اليوم : 73520
    الامس : 273973
    مجموع الکل للزائرین : 162631130
    مجموع الکل للزائرین : 120209035