الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૫૨﴿ ગેબતના જમાનામાં દુઆએ ગરીક

 

૫૨﴿

ગેબતના જમાનામાં દુઆએ ગરીક

સૈયદ બિન તાઉસ ર.હ. “મહેજુદ દઅવાત” માં ફરમાવે છેઃ અબ્દુલ્લાહ બિન સનાન કહે છેઃ

હઝરત ઈમામ જાફર સાદિક અ.સ. ફરમાવે છેઃ

જલ્દી જ એક સંદેહ વજૂદમાં આવશે એ સમયે ના તો કોઈ ઝંડો હશે જે તમને માર્ગ દર્શન કરશે અને ના તો કોઈ ઈમામ હશે જે તમારી હિદાયત કરશે, એ જમાનામાં કોઈ પણ મુક્તિ ના પામશે મગર એ જે આ દુઆએ ગરીક વાંચે.

મે કહ્યું કે દુઆએ ગરીક કઈ દુઆ છે?

ફરમાવ્યું કેઃ “يا اَللَّهُ يا رَحْمانُ يا رَحيمُ، يا مُقَلِّبَ الْقُلُوبِ ثَبِّتْ قَلْبي عَلى دينِكَ.

મે કહ્યું કેઃيا مُقَلِّبَ الْقُلُوبِ وَالْأَبْصارِ، ثَبِّتْ قَلْبي عَلى دينِكَ.

ફરમાવ્યું કેઃ “يا مُقَلِّبَ الْقُلُوبِ وَالْأَبْصارِ” છે પરંતુ જેવી રીતે અમે કહીએ છીએ એવી રીતે કહોઃيا مُقَلِّبَ الْقُلُوبِ ثَبِّتْ قَلْبي عَلى دينِكَ.

સૈયદ ર.હ. ફરમાવે છે કેઃ કદાચ એટલા માટે હઝરતે “وَالْأَبْصارِ” કહેવાની મનાઈ કરી છે કે કેયામના દિવસે ભય અને ડરની અને તિવ્રતાના કારણે આંખો અને દિલ બદલી જશે પરંતુ ગેબતના જમાનામાં ભયથી ફકત દિલ બદલી જશે ના કે આંખો.[1]



[1] મહેજુદ દઅવાત, પાન નં ૩૯૬

 

 

    زيارة : 2154
    اليوم : 203313
    الامس : 297409
    مجموع الکل للزائرین : 164051214
    مجموع الکل للزائرین : 121516958