الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?

પોતાની હાજત માટે બહુજ કાર્યો કર્યાં અને ચિલ્લહ પણ કર્યો પરંતુ મારી હાજત પૂરી ના થઈ, હું શું કરું?

 

પ્રશ્નનો લેખઃ

સલામુન અલૈકુમ

મારી હાલત બહુજ ખરાબ છે. સમય થયો કે હું મુરાકેબહ ની હાલતમાં છું. ચિલ્લહ પણ કર્યો તેથી પોતાની ઇસ્લાહ કરું. પોતાની હિફાઝત પણ કરું છું તેથી ગુનાહ ના કરું. વર્ષોથી એક હાજત રાખું છું કે અત્યાર સુધી એ પૂરી ના થઈ. પરેશાન થઈ ગયો અને પોતાના અંદરથી એહસાસ કરું છું કે ક્યારેય ફટી ના જાઉં.

હમેશા અત્યાચારનો વિરોધ કરું છું, ઈન્ફાક કરું છું, મારાથી જેટલું સંભવ છે એ કાર્ય કરું છું પરંતુ ખુદાની ઈચ્છા નથી કે મારી હાજત પૂરી થાય તો હું શું કરું?

 

ઉત્તરઃ

બિસ્મેહી તઆલા

સલામુન અલૈકુમ

તવજ્જો રાખો કે અગર હકીકતમાં મુઝતર થઈ ગયા છો તો દુઆને કબૂલ થવાની જગ્યાએ પહોંચી ગયા છો.

જે વ્યક્તિ ઇઝતેરાર સુધી પહોંચી જાય અગર દુઆ અને તવસ્સુલને આગળ વધારે તો ખરેખર પરિણામ સુધી પહોંચી જશે, પરંતુ ખુદા એ મુઝતરનો ઉત્તર આપે છે અને એની દુઆ કબૂલ કરે છે જે ખુદા ઉપર બદગુમાન ના હોય બલ્કે હુસ્ને ઝન (નેક ઈરાદો) રાખતો હોય અને દિલથી જાણે કે એની દુઆ કબૂલ કરવામાં ખુદા માટે કોઈ પણ મુશ્કેલી નથી.

આ નુકતા ઉપર પણ તવજ્જો રાખે કે અમુક મુરાકેબહ અને ચિલ્લહ કરવામાં વ્યક્તિના અંગો કમજોર થઈને બુરા અખલાક અને પડોસી સાથે બુરો વ્યવહારમાં ગ્રસ્ત થઈ જાય છે. એવા મુરાકેબહ અને ચિલ્લહ કરવા અગર પોઝેટીવ પ્રભાવ રાખતા છતાં પણ નેગેટીવ પ્રભાવો પણ રાખે છે.

તમે આ નુકતા ઉપર અકીદો રાખો છો કે ખુદાવન્દે આલમ બહુજ મહેરબાન છે અને ઈમામે ઝમાના અ.જ. મા બાપ કરતાં વધારે મહેરબાન છે, દુઆ અને તવસ્સુલ કરતા સમય આ અકીદા ઉપર તવજ્જો રાખજો.

ખુદાના વલીયો અને એ વ્યક્તિઓ જે ખુદા અને એના જાનશીન જે અહેલેબૈત અ.સ. છે એમની ખરી ઓળખ રાખતાં હોય, પોતાની હાજત સુધી ના પહોંચવા સમય પરેશાન નથી થતાં અને સબ્ર વ મક્કમતા, તસ્લીમ વ રેઝાની સાથે મુશ્કેલાતથી મુકાબલો કરવા અને પોતાના મકસદ સુધી પહોંચવા માટે રાસ્તાને હમવાર કરે છે. તમે પણ પોતાના વિચાર અને રૂહી હાલાતને બદલવાથી એ રાસ્તાને જેના ઉપર મર્દાને ઈલાહી ચાલતા હતાં, એના ઉપર ચાલો અને એમના સમાન પોતાના બુલંદ મકસદ સુધી પહોંચી શકો છો.

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

 

زيارة : 3968
اليوم : 235911
الامس : 286971
مجموع الکل للزائرین : 148763827
مجموع الکل للزائرین : 102212353